Abtak Media Google News

વિટ્રીફાઈડ ટાઈલ્સ માટે વપરાતું મોટાભાગનું મટિરિયલ્સ ચાઈનાથી આવે છે

ચાયના સહિત સમગ્ર વિશ્વમાં હાહાકાર માચાવ નાર કોરોના વાઈરસની અસર મોરબીના સિરામિક વિટ્રીફાઈડના ઉદ્યોગ પર થઈ છે. સિરામિક પ્લાન્ટમાં  કિલનમાં વપરાતા રોલ તેમજ રો માટીરીયલ્સ તથા મશીનરી બધી વસ્તુ ચાઇના માંથી આવી રહ્યી છે પરંતુ કોરોના વાયરસના કારણે આ રો માટીરીયલ્સ તેમજ મશીનરી પાર્ટની સપ્લાય કરવાનો ચાયના સરકાર દ્વારા પ્રતિબંધ કરવામાં આવ્યો છે તેથી હવે ફક્ત ૧૫ થી ૨૦ દિવસ જ સીરામીક પ્લાન ચાલુ રહી શકશે બાદમાં મજબૂરન સીરામીક પ્લાનને બંધ કરવાની ફરજ પડશે ત્યારે મોરબીના યોદ્યોગકરો કહી રહ્યા છે કે સિરામિકમાં વપરાતું રો માટીરીયલ્સ જો ભારતમાં બનાવવામાં આવે તો આ યોદ્યોગ વધુ વેગ વનતો બનશે અને અન્ય દેશની લાચારી નહીં ભોગવી પડે   સિરામિક યોદ્યોગ વેગવંતુ બનાવવાનો મોકો છે એબ્રેસિવ અને નેનો નામનું કેમિકલ ફક્ત ચાયનામાં જ મળે છે જેના લીધે મોરબી લાચાર છે ત્યારે સિરામિક ધારકો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ રો, માટીરીયલ્સ જો ભારત સરકાર દ્વારા કોય ટેકનોલોજીની શોધ કરી તૈયાર કારકામાં આવે તો સીરામીકમાં ઘણો ફાયદો થઈ શકે તેમ છે અને ચાયનાની લાચારી ન ભોગવી પડે હાલ  ૮૫૦ થી વધુ એકમો છે, કોરોના વાયરસનું ગ્રહણ મોરબીના સિરામિક યોદ્યોગને લાગવથી પાંચ લાખથી વધુ બે રોજગાર લોકોને આ સીરામીક એકમો રોજગાર આપી રહ્યા છે  તેમજ સીરામીક ફેકટરીમાં વપરાતા પાર્ટ પણ ચાયના બનાવી રહ્યું છે પણ પાર્ટમાં વપરાતું લોખંડ ભારત માંથી સપ્લાય થાય છે અને તે લોખંડ માંથી ચાયના તે પાર્ટ બનાવી પાછા ભારત સપ્લાય કરેછે જેના લીધે તે પાર્ટ વધુ મોંઘા મળે છે જો આ પાર્ટ ભારતમાં બનાવવામાં આવે તો સસ્તા ભાવે તૈયાર થઈ જાય.

Admin Ajax 1

સિરામીક એસોસિએશનના પ્રમુખ નિલેશ જેતપરિયાએ જણાવ્યું હતું કે, ચાયનામાં વેકેશન હોવાના લેધે રો.માટીરીયલ્સની સ્ટોક હતો જેના લીધે આટલા દિવસ સિરામિક પ્લાન ચાલ્યા પરંતુ હવે જો માટીરીયલ્સ સપ્લાય ચાલુ કરવામાં નહીં આવે તો ટુક સમયમાં પ્લાન બંધ કરવાની ફરજ પડશે ભારત સરકારને અમે એવી મંગ કરી રહ્યા છીએ કે સીરામીક પ્લાનમાં વપરાતું રો.માટીરીયલ્સ જો ભારતમાં તૈયાર કરવામાં આવે તો સીરામીકનો યોદ્યોગ વધુ વેગ વંતો બનશે અને બીજી વાત એ કરવાની કે હાલ મોરબી શહેરના રોડ રસ્તાની હાલત બહુ ખરાબ છે મોરબી સૌ’થી વધારે ટેક્સ ભરતો હોવા છતાં આવી હાલત કેમ છે મોરબી શહેરમાં બહારના દેશથી લોકો આવતા હોઈ છે તો મોરબી શહેરના રોડ રસ્તા ઇન્ટરનેશનલ લેવાના બનાવવામાં આવે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.