Abtak Media Google News

રાજકોટમાં બે દિવસમાં કોરોનાના કેસમાં આશ્ર્ચર્યજનક ઘટાડો: એકિટવ કેસ 2371 પહોચ્યા

અબતક, રાજકોટ

રાજયમાં કોરોનાની ત્રીજી લહેરનો આરંભ થઇ ચૂકયો હોય તેવા સ્પષ્ટ સંકેતો મળી રહ્યા છે છેલ્લા એક પખવાડીયાથી ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત વધારો નોંધાઇ રહ્યો છે ગઇકાલે રાજયમાં કોરોનાના 573 કેસ નોંધાયા હતા. રાજકોટ અને અરવલ્લીમાં એક એક વ્યકિતઓના મોત નિપજયા હતા જયારે ગુરુવારે 10ર દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી. રાજકોટમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના રોડ-શો સહિતના કાર્યક્રમના ટાંકણે જ કોરોનાના કેસમાં આશ્ર્ચર્યજનક ઘટાડો નોંધાયા છે. મંગળવારે 3પ  કેસ નોંધાવા બાદ બુધવારે ર0 કેસ અને ગઇકાલે ગુરુવારે માત્ર 10 કેસ નોંધાયા હતા કોર્પોરેશન દ્વારા કોરોનાના કેસ છુપાવવામાં આવતા હોવાની શંકા પ્રબળ બની રહી છે. એક તરફ કેસમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે. ત્યારે આજે શહેરમાં પાંચ સ્થળે કોરોનાના ટેસ્ટીંગ બુથ અને પ0 ધન્વંતરી રથ શરુ કરી દેવામાં આવ્યા છે.

ગઇકાલે ગુજરાતમાં કોરોનાના 573 કેસ નોંધાયા હતા. હાલ રાજયમાં એકિટવ કેસનો આંક 2371 પહોંચી ગયો છે. જે પૈકી 11 દર્દીઓ હાલ વેન્ટી લેટર પર છે અને 2360 દર્દીઓની હાલત સ્થીર છે કુલ 818589 દર્દીઓ કોરોનાને મ્હાત આપવામાં સફળ રહ્યા છે. રિકવરી રેઇટ 98.50 ટકાએ પહોંચી ગયો ોછે આજ સુધીમાં કોરોનાથી 10118 વ્યકિતના મોત નિપજયા છે.ગુરૂવારે અમદાવાદ કોર્પોરેશનમાં 269 કેસ, સુરત કોર્પોરેશનમાં 74 કેસ, વડોદરા કોર્પોરેશનમાં 41 કેસ, રાજકોટ ગ્રામ્યમાં 18 કેસ, ગાંધીનગર કોર્પોરેશનમાં 16 કેસ, કચ્છ જીલ્લામાં 16 કેસ, વલસાડ જીલ્લામાં 1પ કેસ, આણંદ જીલ્લામાં 14 કેસ, ભાવનગર કોર્પોરેશનમાં 10 કેસ, રાજકોટ કોર્પોરેશનમાં 10 કેસ, અમદાવાદ ગ્રામ્યમાં 9 કેસ, મહિસાગર જીલ્લામાં 8 કેસ, ખેડા જીલ્લામાં 8 કેસ, નવસારી જીલ્લામાં 8 કેસ, જામનગર કોર્પોરેશનમાં 7 કેસ, અમરેલી જીલ્લામાં પાંચ કેસ, પંચમહાલ જીલ્લામાં 4 કેસ, સુરત જીલ્લામાં 4 કેસ, ગાંધીનગર જીલ્લામાં 3 કેસ, જુનાગઢ જીલ્લામાં ર કેસ, સાબરકૉઠા જીલ્લામાં ર કેસ, ગીર સોમનાથ જીલ્લામાં 1 કેસ અને સુરેન્દ્રનગર જીલ્લામાં કોરોનાનો એક કેસ નોંધાયો હતો. ગઇકાલે રાજયમાં એક જ દિવસમાં 232392 લોકોનું રસિકરણ કરવામાં આવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.