Abtak Media Google News

ઓમિક્રોન વેરિયેન્સ ઇમ્યુનીટીને પણ ગણકારતો નથી

અબતક, રાજકોટ

આપણા દેશ ભારતમાં આપણે સહુએ ડેલ્ટા વેરીયન્ટનો ખતરનાક કહેર અનુભવ્યો. હોસ્પીટલમાં બેડ , ઓક્સીજન , વેન્ટીલેટર ખૂટી પડ્યા. આપણા ઘણા સ્વજનો અકાળે મ્રુત્યુ પામ્યા. સરકારની અથાક મહેનત,ડોકટરોની;હેલ્થ વર્કર્સની અવિરત ડ્યુટી,અન્ય ફિલ્ડના કોરોના વોરીયર્સની ફરજ ને પરિણામે આપણે મહદ્અંશે બીજી લહેર-ડેલ્ટા વેરીયન્ટ-પાર કરી શક્યા.

પણ જગતમાંથી કોરોના સંપૂર્ણ નાબૂદ થયો નહોતો. અન્ય દેશોમાં ડેલ્ટા વેરીયન્ટે ખતરનાક પરિસ્થિતિ ઊભી કરી. આપણી જેમજ ત્યાં મેડીકલ ફેસેલીટી ઓછી પડી. આ પરિસ્થિતિ હજુ થાળે પડી નહિ ત્યાં સાઉથ આફ્રિકામાં 26 નવેમ્બર 21 ના રોજકોરોનાનું નવું સ્વરૂપ ઓમીક્રોન સામે આવ્યું .ત્યાં દોઢથી ત્રણ દિવસમાં જ ઓમીક્રોન  ના કેસ બમણા થઇ ગયા.આમ ડેલ્ટાની સરખામણીએ ઓમીક્રોન  ખૂબજ ઝડપથી ફેલાય છે.26 નવેમ્બરથી અત્યારસુધીમાં દુનિયાના 90થી વધુ દેશોમાં ફેલાય ગયો.અત્યારે ઓમીક્રોન  ના આશરે 600 જેટલા કેસ છે.એટલે ઓમીક્રોન  વિશે વધુ ડેટા ન હોય. પણ હાલને તબક્કે આટલું કહી શકાય

-ડેલ્ટા વેરીયન્ટ થી ખૂબજ ઝડપથી , 30 ગણાથી વધુ ઝડપે ફેલાયો.

-ઓમીક્રોન  ના લક્ષણો સામાન્ય શરદી જેવા જ છે.

-મ્રુત્યુદર ઓછો અને રોગમાં ગંભીર લક્ષણો ઓછા છે. જોકે દુનિયાભરમાં 600 કેસમાંથી આ ડેટા મળેલ છે

-ઇમ્યુનીટી ને પણ ઓમીક્રોન  ગણકારતો નથી

વેકસીનના બન્ને ડોઝ લીધા હોય તેમને પણ થાય છે

-રીઇન્ફેકશન એટલે કે જેમને એકવાર કોરોના થઇ ગયેલ હોય,વેકસીનના બે ડોઝ લીધા હોય તેને પણ થાયછે.

આમ ઓમીક્રોન  અનેક ગણી ઝડપથી ફેલાવા માંડ્યો છે. યુ.કે.મા 10 ડીસેમ્બરે 32 કેસ હતા અને 18 ડીસેમ્બરે 11000 થયા.ઓમીક્રોન ની આ ઝડપ જોતા આઇ.આઇ.ટી. કાનપૂરે જાન્યુઆરી મા ત્રીજી લહેરની ચેતવણી આપીછે.નીતિઆયોગે પણ રોજના 13થી14 લાખ કેસ આવવાની આશંકા વ્યક્ત કરીછે.આ પ્રમાણે આગામી બે થી ત્રણ અઠવાડિયા મહત્વના બની રહે.હાલના સંજોગોમાં ઓમીક્રોન ના કેસની સંખ્યા ઓછી છે અને આપણું મહદ્અંશે ધ્યાન તેના પર જ છે પણ એ કેમ ભૂલાય બાકીના (હાલમાં હજારોની સંખ્યામાં) ડેલ્ટા વેરીયન્ટના જ છે જે હજી પણ પહેલા જેટલો જ ઘાતક છે.

સામાન્ય રીતે વ્યક્તિ કોરોના ના એકજ મ્યુટન્ટથી(દા.ત. આલ્ફા જે પ્રથમ લહેરમાં હતો અથવા ડેલ્ટા જે બીજી લહેરમાં હતો)સંક્રમિત થાયછે. પણ મોડર્નાના સી.એમ.ઓ.ડો પોલ બાર્ટન ના કહેવા મુજબ ઓમીક્રોન  અને ડેલ્ટા બન્ને સ્ટેઇન મળીને કોઇ નવો સુપર વેરીયન્ટ બની શકે.આ સંજોગોમાં ઓમીક્રોન અને ડેલ્ટા બન્ને માનવ શરીરમાં એક કોષને સંક્રમિત કરી શકે અને પરસ્પર ડી.એન.એ.ની અદલાબદલી કરી શકેછે.જેને પરિણામે સુપર વેરીયન્ટ પેદા થાય.

આમ હાલને તબક્કે સાવચેતી એજ સાવધાની છે. ફરીવાર ખતરનાક બીજી લહેરમાં આપણે જેટલા સાવચેત હતા તે જ પ્રમાણે રહેવું પડશે. માસ્ક,સનીટાઇઝેશન અને સોશીયલ ડીસ્ટન્સ જાળવવું પડશે . જો ઓમીક્રોન ફાટી નીકળશે તો દરેક કેસનું જીનોમ ટેસ્ટીંગ શક્ય નહિ બને. કયો કેસ ડેલ્ટ અને કયો કેસ ઓમીક્રોન નો છે એ કહેવું મુશ્કેલ બની રહે.

ડેલ્ટામાં મ્રુત્યુદર ઊંચો હતો .ઓમીક્રોનમાં મ્રુત્યુદર હાલને તબક્કે ઘણો જ નીચોછે. પરંતુ ડેલ્ટાની સરખામણીમાં ઓમીક્રોનના કેસ 30 થી વધુ ગણા હોવાથી મ્રુત્યુસંખ્યા એટલી જ રહેવાની શક્યતા છે.

જગતની શ્રેષ્ઠ સારવાર પદ્ધતિ એલોપેથી આ માટે સજ્જ છે.

આવી વૈશ્વિક મહામારીમાં વિશ્વ આરોગ્ય સંસ્થાએ એલોપેથી પછી બીજા નંબરે જાહેર કરેલી ટ્રીટમેન્ટ પદ્ધતિ હોમીયોપેથીએ હોમ ક્વોરેન્ટાઇન કે હોસ્પીટલાઇઝ્ડ કોરોના પોઝીટીવ પેશન્ટસને એલોપેથી ટ્રીટમેન્ટ સાથે જ હોમીયોપેથી ટ્રીટમેન્ટ આપવાથી ઉત્તમ પરિણામો મળેલ છે. વધુમાં એલોપેથી અને હોમીયોપેથી બન્ને ટ્રીટમેન્ટ સાથે કરી શકાય છે. આનાથી કોઇ ડ્રગ ઇન્ટરેકશન કે આડઅસર થતી નથી એ હું મારા અનુભવ પરથી ચોક્કસ અને ખાત્રીપૂર્વક કહી શકુછુ.

ઓમીક્રોન કે ડેલ્ટાથી ડરવાને બદલે વધુ સાવચેત રહીએ . માસ્ક-સેનીટાઇઝેશન-સોશ્યલ ડીસ્ટન્સ અચૂક જાળવીએ અને દરેક વ્યક્તિ વેકસીનના બન્ને ડોઝ પૂરા કરે એ અત્યંત જરુરી છે. આટલું કરવાથી મહદ્અંશે કોરોનાથી બચી જઇશું.

સાવચેતી એટલે પ્રથમ સારવાર

-ડો ચૌલા લશ્કરી એમ.ડી.

ક્રીટીકલ ડીઝીઝ સ્પેશ્યાલીસ્ટ

ક્ધસલટન્ટ હોમીયોપેથ

9428346429

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.