Abtak Media Google News

ગ્રામ્ય જનતાએ આપેલા ‘દો ગજ દૂરી’ના સંદેશે કમાલ કરી

વડાપ્રધાને ગામડા માટે ઇ-ગ્રામ સ્વરાજ પોર્ટલ-એપનો કર્યો પ્રારંભ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પંચાયતી રાજ દિવસે દેશના અલગ અલગ વિસ્તારોના સરપંચો સાથે વિડીયો કોન્ફરન્સના માઘ્યમથી કર્યો સંવાદ

કોરોનાએ આપણને શીખવ્યું છે કે હવે આપણે આત્મનિર્ભર બનવું જ પડશે તેમ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ પંચાયતી રાજ દિવસે ગામડાના સરપંચો સાથે વિડીયો કોન્ફરન્સના માઘ્યમથી યોજાયેલા સંવાદમાં જણાવ્યું હતું.

વડાપ્રધાને આ તકે ગામડાને ઉપયોગ અને અતિ મહત્વના ઇ-ગ્રામ સ્વરાજ પોર્ટલ અને એપ્લીકેશનનો પ્રારંભ કર્યો હતો.દેશભરના અલગ અલગ ગ્રામ્ય વિસ્તારના સરપંચો સાથેના સંવાદમાં વડાપ્રધાને જણાવ્યું હતું કે કોરોના સંકટથી આપણને શીખવા મળ્યું છે આપણને એવો શબક શીખવા મળ્યો છે કે હવે આત્મ નિર્ભર બનવું જ પડશે.

કોરોનાના સંકટ વચ્ચે ગામડાની જનતાએ એક મોટો સામાજીક અંતર જ નહીં ‘દો ગજ દૂરી’નો સંદેશ આપ્યો છે. જેવો કમાલ કરી દીધી છે.

વડાપ્રધાને જમ્મુ-કાશ્મરના બારામુલ્લાના મોહંમદ ઇકબાલ સાથે વાતચીત કરી ત્યારે ઇકબાલે જણાવ્યું કે અમારા ગામમાં એક જ કોરોના પોઝિટીવ કેસ આવ્યો હતો કોરોના પોઝિટિવ કેસ બાદ ગામના દરેક વિસ્તારને લોકડાઉન કરવામાં આવ્યા હતા.

બાદમાં વડાપ્રધાને કર્ણાટકના એક સરપંચ સાથે વાતચીત કરી હતી. આ તકે વડાપ્રધાને જણાવ્યું કે હાલના સમયમાં હું ગામડાના પ્રમુખથી માંડી દુનિયાના દેશોના પ્રમુખો સાથે વાત કરી રહ્યો છું.

વડાપ્રધાને વધુમાં જણાવ્યું કે કોરોનાના રોગચાળાએ આપણી કામ કરવાની પઘ્ધતિ જ બદલી નાખી છે આપણે હવે આમને સામને થઇ વાત કરતા નથી. પંચાયતી રાજ દિવસ એટલે ગામડા સુધી સ્વરાજ પહોચાડવાનો અવસર છે કોરોનાના સંકટ વચ્ચે તેની જરૂર વધી ગઇ છે.

તેમણે જણાવ્યું હતું કે આફત આવે ત્યારે જ કંઇક નવો માર્ગ મળે છે નવો ઉપાય મળે છે. આફત આવે ત્યારે જ આપણે મજબૂત બનીએ છીએ. આ આફતે આપણને શીખવ્યું છે કે આપણે આત્મ નિર્ભર બનવું જ પડશે. આત્મ નિર્ભર બન્યા સિવાય આપણે કોરોનાની આફત સામે ઝઝુમી શકાશું નહીં.

આ આફતે આપણને ગામડાનું મહત્વ સમજાવ્યું છે ગ્રામ પંચાયતોની મજબૂતીથી જ આપણી લોકશાહી મજબૂત બનશે.

તેમને એ જણાવીએ કે કોરોનાના કારણે દેશમાં લોકડાઉન છે એટલે તમામ સરકારી કાર્યક્રમો વિડીયો કળોન્ફરન્સીંગથી જ થાય છે. અગાઉ વડાપ્રધાને રાજયોના મુખ્યમંત્રીઓ, અલગ અલગ ક્ષેત્રના પ્રતિનિધિઓ અને વારાણસીમાં ભાજપના કાર્યકર્તાઓસાથે વિડીયો કોન્ફરન્સથી વાર્તાલાણ કર્યો હતો.

સ્વામિત્વ યોજનાનો ફાયદો

વડાપ્રધાને જણાવ્યું કે દેશમાં પાંચથી છ વર્ષ પહેલા ૧૦૦ ગ્રામ પંચાયતો સુધી જ બ્રોડબેન્ડની સુવિધા પહોચી હતી અત્યારે સવા લાખ પંચાયતો સુધી બ્રોડબેન્ડ વ્યવસ્થા પહોંચી છે.

વડાપ્રધાને ઇ ગ્રામ સ્વરાજ પોર્ટલ વેબસાઇટ શરૂ કરતાં જણાવ્યું કે આનાથી ગામડા સુધી તમામ જાણકારી પહોંચી શકશે અને મદદ પણ ઝડપથી પહોંચી શકશે.

વડાપ્રધાને ગ્રામ પંચાયતોના સરપંચોને જણાવ્યું કે હવે ગામડાનું ડ્રોનની મદદથી મેપીંગ કરાશે. લોકોને બેંકથી ઓનલાઇન મદદ મેળવવામાં સરળતા રહેશે.

હાલમાં દેશના ૬ રાજયોમાં તેમની શરૂઆત કરવામાં આવી છે. જેમાં મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશનો સમાવેશ થાય છે. બાદમાં તમામ રાજયોના ગામડામાં આ યોજના શરૂ થશે.

સશકત ગ્રામીણ અર્થ વ્યવસ્થા જ દેશના વિકાસની મૂડી: મોદી

રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસની પૂર્વ સંઘ્યાએ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ પંચાયતની રાજ મંત્રી નરેન્દ્ર તોમરને પત્ર લખી અભિનંદન આપ્યા હતા આ વખતે તેમણે વિકાસમાં પંચાયતોના યોગદાનનો ઉલ્લેખ કર્યો હતો અને ગ્રામ પંચાયતોની સરખામણી કોરોના વોરિયર્સ સાથે કરી હતી.

આ પત્રમાં તેમણે જણાવ્યું હતું કે મહાત્મા ગાંધીનું માનવું હતું કે ભારતનો આત્મ ગામડામાં વસે છે. અમારી સરકાર પણ આ જ વિચાર સાથે આગળ વધે છે કે સશકત ગ્રામીણ અર્થવ્યવસ્થા જ દેશના વિકાસની મૂડી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.