Abtak Media Google News

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને ગુજરાત સાયન્સ અકાદમીના સંયુકત ઉપક્રમે

તા.૨૬ના રોજ શિક્ષણમંત્રીના હસ્તે ઉદ્દઘાટન : વૈજ્ઞાનિકો અને તજજ્ઞ પ્રોફેસરો દેશભરના સંશોધકોને વ્યાખ્યાન આપશે: ૭૦૦થી વધુ રજીસ્ટ્રેશન ૧૫૦૦ જેટલા છાત્રો-સંશોધકો ઓનલાઇન જ્ઞાનનું આદાન-પ્રદાન કરશે

વિશ્ર્વભરમાં ચાલતી કોરોના મહામારીમાં લોકડાઉનનાં સમયનો સદ્દઉપયોગ થાય અને દેશભરનાં યુવા સંશોધકો ઘરે બેઠાં બેઠાં જ્ઞાનનો લાભ મેળવી શકે તે માટે ભૌતિકશાસ્ત્ર ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને રાજ્યકક્ષાની ગુજરાત સાયન્સ અકાદમી તથા એસેન્સટેકનાં સંયુકત ઉપક્રમે નૂતન પ્રયોગ શરૂ કરાયેલ છે જેના ભાગરૂપે ” અનુસંધાન રિસર્ચ મેથોડોલોજી એન્ડ ફ્રન્ટીયર ઇન સાયન્સ વિષયક ચાર દિવસીય રાષ્ટ્રીય કક્ષામાં વેબ બેઇઝ સેમીનાર (વેબીનાર)નું નિ:શુલ્ક આયોજન તા.૨૬થી ૨૯ એપ્રિલ સવારે ૯થી ૧૨ ઓનલાઇન કરવામાં આવેલ છે. જેમાં વિશ્ર્વનાં પ્રસિધ્ધ વૈજ્ઞાનિકો અને તજજ્ઞ પ્રોફેસરો મારફત દેશભરનાં યુવા છાત્રો યુ.જી., પી.જી., એમ.ફીલ., પીએચ.ડી, ફેકલ્ટી, વૈજ્ઞાનિકોને રિચર્સ મેથોડોલોજી અને વિજ્ઞાનનાં રસપ્રદ વિવિધ આયોમો ઉપર વ્યાખ્યાન અને પ્રશ્ર્નોતરીનું આયોજન કરાયેલ છે. વેબીનારનાં આયોજનમાં દેશ વિદેશનાં ૭૦૦ જેટલાં સંશોધકોએ રજિસ્ટ્રેશન કરાવેલ છે. જેમાં  ૨૦ રાજયો, પ કેન્દ્રશાસિક પ્રદેશો અને અમેરીકા નેપાળનાં સંશોધકોને સમાવેશ થાય છે. આ વેબીનારનો લાભ મહતમ સંશોધકોને મળી રહે તે માટે યુ-ટયૂબ, ફેઇસ બુક લાઇવની સાથે ઝુમ અને અન્ય એપ્લીકેશનોનાં સંકલનથી ૧૫૦૦ જેટલાં સંશોધકો જોડાવાનાં છે.

વિજ્ઞાન વિષયનાં અનુસંધાન વૈબીનારનાં નૂતન પ્રયોગમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કુલપતિ ડો. નીતીનભાઇ પેથાણી, ઉપકુલપતિ ડો. વિજયભાઇ દેશાણી, વિજ્ઞાન વિદ્યાશાખાના ડીન ડો. મેહુલભાઇ રૂપાણી, ગુનજરાત સાયન્સ અકાદમીના પ્રમુખ પ્રો. પંકજભાઇ જોશી, ઉપપ્રમુખ ડો. પંકજભાઇ ગજજર, પ્રો. મીહીરભાઇ જોશી, મંત્રી ડો. નયનભાઇ જૈન,  જી.એસ.એ. ના એડીશનલ સેક્રેટરી  પ્રો. તુષારભાઇ પંડયા, સૌરાષ્ટ્ર યુનિ.ના સીન્ડીકેટ સદસ્યો અને કાર્યકરોના કો-ઓનિનેટર્સ પ્રો. નિકેશભાઇ શાહ, ચિંતનભાઇ પંચાસરા, હર્ષલભાઇ સંઘવી વગેરે સંશોધકોએ પ્રોત્સાહીત કરવા ઓનલાઇન જોડાવાનાં છે.

માત્ર ર૪ કલાકમાં દેશ વિદેશીમાંથી અભૂતપૂર્વક સ્પોર્ટ સંશોધકો મારફત મળી રહ્યો છે. જેમાં ગુજરાત રાજયની જુદી જુદી એમ.એસ. યુનિવર્સિટી એસ.પી. યુનિવર્સિટી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, ગુજરાત યુનિવર્સિટી વગેરેમાંથી ૪૧૬ જેટલા રજીસ્ટ્રેશન સાથે દેશભરમાં વિવિધ રાજયો સંશોધકોએ રજીસ્ટ્રેશન કરાવેલ છે. આયોજકો જણાવે છે કે નોંધણી કરાવેલ સંશોધકોમાં ૩૮ ટકા પી.જી. છાત્રો, ૧૧ ટકા એમ.ફીલ/ પી.એચ.ડી. છાત્રો, ૧૯ ટકા અઘ્યાપકો અને વૈજ્ઞાનિકો તથા ર૬ ટકા યુ.જી.ના છાત્રોના રજીસ્ટેશન થયેલ છે. યુ-ટયુબ અને ફેઇસ બુક લાઇવ માટે ૧ર૦૦ જેટલા સંશોધકો અનુસંધાન વેબીનારનો લાભ લેવાના છે. નોંધણી કરાયેલ ઓનલાઇન જોડાનાર છાત્રો દરેક સેસન એટેન્ડ કરશે તો તેને તેમને ડીઝીટલ સટીર્ફીકેટ આપવામાં આવનાર છે. તથા લાઇવ નિહાડનાર રજીસ્ટ્રર છાત્રોને એપ્રિસીએશન સર્ટીફીકેટ આપવાનું આયોજન કરાયેલ છે.

વેબીનારના આયોજનને સફળ બનાવવા ડો. નીતીનભાઇ પેથાણી, ઉપકુલપતિ ડો. વિજયભાઇ દેશાણી, વિજ્ઞાન વિદ્યાશાખાના ડીન ડો. મેહુલભાઇ રૂપાણી તથા જી.એસ.એ. ના પ્રમુખ જોશી, જૈનના માર્ગદર્શન હેઠળ પ્રો. મીહીર જોશી, પ્રો. નિકેશભાઇ શાહ, ચિંતનભાઇ પંચાસરા, હર્ષલભાઇ સંઘવી, ડો. પિયુષ સોલંકી, ડો. કેવલ ગદાણી,  કુશ વાછાણી: ભાર્ગવ રાજયગુરુ, કુ. ભારાવી હીરપરા,  દિવ્યરાજસિંહ ઝાલા,  હાર્દિક ગોહિલ,  હાર્દિક ગોસ્વામી, વિધી ધોકીયા વગેરે તડામાર તૈયારીઓ કરી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.