Abtak Media Google News

રાજકોટ શહેર જિલ્લામાં 28 કેસ, મોરબીમાં 23 કેસ: રાજ્યમાં એક્ટિવ કેસનો આંક 1291એ પહોંચ્યો

ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત વધારો નોંધાય રહ્યો છે. શુક્રવારે રાજ્યમાં નવા 261 કેસ નોંધાયા હતાં. એક્ટિવ કેસનો આંક 1291એ પહોંચ્યો છે. સૌરાષ્ટ્રમાં પણ કોરોનાના 61 કેસ નોંધાતા લોકોમાં ડરનું લખલખુ પ્રસરી જવા પામ્યુ છે.

દેશભરમાં કોરોનાની જાણે ચોથી લહેર શરૂ થઇ ગઇ હોય તેવું લાગી રહ્યુ છે. ગઇકાલે ગુજરાતમાં કોરોનાના નવા 241 કેસ નોંધાયા હતાં. અમદાવાદ શહેરમાં સૌથી વધુ 80 કેસ નોંધાયા હતાં. જ્યારે વડોદરામાં નવા 34 કેસ મળી આવ્યા છે. રાજકોટ શહેરમાં નવા 22 કેસ અને જિલ્લામાં 6 કેસ નોંધાયા હતા. આ ઉપરાંત સુરતમાં 25 કેસ, મહેસાણામાં 9 કેસ, ગાંધીનગર અને કચ્છમાં પાંચ-પાંચ, વલસાડ અને આણંદમાં 4-4 કેસ, ભરૂચ અને પાટણમાં નવા 3-3 કેસ, ભાવનગર અને પંચમહાલમાં બબ્બે કેસ, સુરેન્દ્રનગર, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, બોટાદ, ખેડા, બનાસકાંઠા અને અરવલ્લીમાં નવા એક-એક કેસ મળી આવ્યા હતાં.

હાલ રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસનો આંક 1291એ પહોંચ્યો છે. 20 વર્ષીય યુવતીથી લઇ 90 વર્ષના વૃધ્ધા સહિત રાજકોટમાં 22 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. શહેરમાં હાલ કોરોનાના એક્ટિવ કેસનો આંક 109એ પહોંચ્યો છે. દિનપ્રતિદિન કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. જેનાથી લોકોમાં ડરનું લખલખુ પ્રસરી જવા પામ્યુ છે.

જિલ્લાવાઇઝ સંક્રમિત દર્દીઓની સંખ્યા

જિલ્લો           સંક્રમિત દર્દીઓ

અમદાવાદ       ૬૪૬

રાજકોટ          ૧૪૨

સુરત               ૧૧૯

વડોદરા            ૯૨

અમરેલી           ૧૧

આણંદ             ૧૩

અરવલ્લી          ૦૩

બનાસકાંઠા       ૦૩

ભરૂચ               ૧૧

ભાવનગર         ૧૭

બોટાદ              ૦૧

દાહોદ              ૦૧

દ્વારકા              ૦૨

ગાંધીનગર        ૨૯

ગીર સોમનાથ   ૦૪

જામનગર        ૧૧

જૂનાગઢ          ૦૩

કચ્છ              ૦૮

ખેડા               ૦૬

મહીસાગર       ૦૩

મહેસાણા        ૬૧

મોરબી            ૬૧

નવસારી          ૦૬

પંચમહાલ       ૦૩

પાટણ            ૦૬

પોરબંદર         ૦૭

સાબરકાંઠા      ૦૮

સુરેન્દ્રનગર      ૦૬

વલસાડ          ૦૮

મુંબઈના થાણેમાં એક જ દિવસમાં કોરોનાથી ૩ લોકોના મોત

મુંબઈના થાણે વિસ્તારમાં એક જ દિવસમાં કોરોનાને લીધે ૩ લોકોના મોત નિપજતા પ્રજામાં ફફડાટ ફેલાયો છે જ્યારે તંત્ર દોડતું થયું છે. દેશની આર્થિક રાજધાનીમાં હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યામાં શુક્રવારે ૮૬ દર્દીઓને વધારા સાથે કુલ દર્દીઓની સંખ્યા ૪૫૩એ આંબી ગઈ છે. જ્યારે મહારાષ્ટ્રમાં શુક્રવારે કુલ ૩૪૩ દર્દીઓનો ઉમેરો થયો છે અને કુલ સંક્રમિત દર્દીઓની સંખ્યા ૧૭૬૩એ પહોંચતા આરોગ્ય વિભાગની ચિંતામાં વધારો થયો છે.

રાજકોટ સિવિલ હોસ્પિટલ કોરોના સામે લડવા સજ્જ:૧૦૦ બેડની કોવિડ હોસ્પિટલ તૈયાર

જે રીતે કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યામાં વધારો નોંધાય રહ્યો છે તેમજ દેશના અન્ય રાજ્યમાં કોરોનાનો કહેર વર્તાય રહ્યો છે. ત્યારે રાજકોટ હોસ્પિટલ વિભાગે આગોતરું આયોજન કરી ૧૦૦ બેડની હોસ્પિટલ તૈયાર કરી લીધી છે. આ કોવિડ હોસ્પિટલમાં ઓક્સિજનનો જથ્થો, વેન્ટિલેટર, જરૂરિયાતની દવાઓ સહિતનો જથ્થો પણ સંગ્રહિત કરી લેવામાં આવ્યો છે. ઉપરાંત બાળકો માટે પણ અલગ વ્યવસ્થાઓ ઉભી કરી દેવામાં આવી છે. હાલ રાજકોટ આરોગ્ય વિભાગ ટેસ્ટિંગ અને ટ્રેકિંગ સહિતની પ્રક્રિયાઓ પણ પૂરજોશમાં ચલાવી રહ્યું છે.

વધતા કોરોના કેસને લઇ અમરેલી આરોગ્ય વિભાગ સતર્ક

અમરેલી જિલ્લામાં કોરોનાને લઈ આરોગ્ય વિભાગ સતર્ક  છે. આજ સુધીના 53 કેસ નોંધાયા  હતા. જેમાંથી 31 દર્દીઓ સાજા થઈ ચુક્યા છે જ્યારે 22 દર્દીઓની સારવાર ચાલી રહી છે. ત્યારે અમરેલી તંત્ર દ્વારા પણ પૂરતી તૈયારીઓ થઈ ચૂકી છે તેમ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ  ડો. જીતિયા એ જણાવ્યું  હતું.  તેમજ અમરેલી રાજુલા લાઠી સાવરકુંડલા હોસ્પિટલમાં બેડ ઓક્સિજન પુન: કાર્યરત કરાયા…

રાજય ભરમાં કોરોનાએ ફરી માથું ઊંચક્યું છે  અમરેલી જિલ્લામાં પણ ફરી કોરોનાએ પગ પેસારો કરતા જિલ્લા આરોગ્ય વિભાગ અને વહીવટી તંત્ર એલર્ટ થયું છે ત્યારે અમરેલીમાં આજ સુધીના કુલ 53 કેસ ડિટેક થયા બાદ 31 દર્દીઓને સાજા કરાયા બાદ  ડિસ્ચાર્જ કર્યા હતા અને હાલમાં 22 દર્દીઓની સારવાર ચાલી રહી છે   જોકે આરોગ્ય વિભાગના જણવ્યા અનુસાર હાલ  સ્થિતિ નોર્મલ છે ચિંતા અને ડરવાની જરૂર નથી પરંતુ લોકોએ સાવચેતી  રાખવાની ખાસ જરૂર છે ઉપરાંત સરકારની અગાઉની ગાઇડલાઈન પ્રમાણે ખાસ કરી માસ્ક પેહરવું અને સોશ્યલ ડિસ્ટન્સ જાળવવા વારંવાર સાબુથી હાથ ધોવા માટેની આરોગ્ય વિભાગ દ્વારા અપીલ કરવામાં આવી છે હોસ્પિટલમાં બેડ ઓક્સિજન સહિતની સુવિધાઓ ફરી તૈયાર કરી દેવાઇછે અને હાલમાં વેકસીનેશન પણ ચાલુ છે જે લોકો બાકી રહી ગયા હોય તો લઈ શકે છે જ્યારે જિલ્લા નાયબ આરોગ્ય અધિકારી આર.એમ.જોષીના જણાવ્યા અનુસર અમરેલી,લાઠી,સાવરકુંડલા રાજુલાની હોસ્પિટલમાં બેડ ઓક્સિજન સહિત તમામ સુવિધાઓ પૂરતી છે.

તેમજ કોરોના ના વધતા કેસોને લઈને અમરેલી શાંતાબા જનરલ હોસ્પિટલમાં સંપૂર્ણ તૈયારીઓ કરી દેવામાં આવી છે તંત્ર દ્વારા આગોતરું આયોજન કરી લેવામાં આવ્યું છેવધુમાં અમરેલી જિલ્લા નાયબ આરોગ્ય અધિકારીઓે કહ્યું હતું હાલ વરસાદી માહોલ છે જેના કારણે વાયરલ ઇન્ફેક્શનના કેસ વઘ્યા હોવાથી લોકોએ ખાસ કાળજી અને તકેદારી રાખવાની જરૂર છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.