Abtak Media Google News

ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત છે. પ્રથમ 8 દિવસમાં 44 કેસ તો બીજા 8 દિવસમાં 48 પોઝિટિવ કેસ થયાં છે. કોરોનાની અપડેટ વિગતો આપતા આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું છેકે, રાજ્યમાં આજે 10 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં બે ગાંધીનગર, બે ભાવનગર,એક પાટણ અને પાંચ કેસ અમદાવાદમાં નોંધાયા છે.

આ તમામ કેસો મોટાભાગે લોકલ ટ્રાન્સમિશનના છે. આ સાથે જ રાજ્યમાં કુલ 105 પોઝિટિવ કેસો થયા છે.

જ્યારે ચાર પોઝિટિવ દર્દીઓ સાજા થઇ જતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જેમાં ગાંધીનગરમાં એક 80 વર્ષીય મહિલા પણ છે. જે કોરોના સામેનો જંગ જીતી ગયા છે.  આજે કોરોનાથી એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. આ સાથે જ કુલ મૃત્યાંક 10એ પહોંચ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.