Abtak Media Google News

લોધીકાના દેવગામના રસીકભાઈનો રિપોર્ટ આવ્યો હતો પોઝિટિવ

કોરોનાના સામાન્ય લક્ષણો ધરાવતા લોકો તબીબોના માર્ગદર્શન હેઠળ હોમ આઈસોલેશનમાં રહીને કોરોના મુકત થઈ રહ્યા છે લોધીકાના દેવગામના કોરોનાના એક દર્દી આવી જ રીતે કોરોના મૂકત બન્યા હતા.

રાજકોટ જિલ્લામાં કોરોના મહામારીના સંક્રમણને ફેલાતુ અટકાવવા માટે રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહિવટી તંત્રની સો લોધિકા તાલુકાના નગરપીપળીયા પ્રામિક આરોગ્ય કેન્દ્ર દ્વારા કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા સઘન કામગીરી કરવામાં આવી રહી છે.

લોધીકા તાલુકાના દેવગામ ખાતે સુરતી રસીકભાઈ ભૂત સ-પરિવાર આવ્યા હોવાની જાણ નગરપીપળીયા પ્રામિક આરોગ્ય કેન્દ્રને તાં જ આરોગ્ય કર્મીઓની ટીમ આ પરિવારના લોકોનો સંપર્ક કરી તેમના આરોગ્યની ચકાસણી કરી, કોરોના સંદર્ભે તેમના રિપોર્ટ કરતાં આ પરિવારના ૪ વ્યક્તિઓ પૈકી ૨૧ વર્ષીય કેવલ ભૂતનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવતાં તુરંત જ તેમને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા.

આરોગ્ય તંત્ર દ્વારા કોરોના પોઝિટિવ આવેલા કેવલભાઈના પરિવારને હોમઆઇસોલેટ કરાયા. કેવલભાઈના પિતા રસિકભાઈને હૃદયની બિમારી હોવાના કારણે તેમને સ્ટેન્ટ બેસાડવામાં આવ્યું છે. જેી પી.એચ.સી.ના આરોગ્યકર્મીઓ દ્વારા તેમની વિશેષ કાળજી લેવામાં આવી.

તેવા સમયમાં રસિકભાઈની તબિયત નાદુરસ્ત જણાતા તેમનો કોરોના રિપોર્ટ કરતાં તે પોઝીટીવ આવ્યો. જેને ધ્યાને લઈ આયુષ મેડીકલ ઓફિસર ડો.ક્રિષ્નાબેન બકરાણીયા અને ડો.સાહિનબેન અધામ દ્વારા તેમને રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા. સાો સા રસીકભાઈના પરિવારજનોનું કાઉન્સેલીંગ કરી તેમને કોરોના સામે લડવા માનસિક સધિયારો પૂરો પડાયો.

રાજકોટ સિવિલ હોસ્પિટલના ડોકટરશ્રીઓ તા આરોગ્ય કર્મીઓની સઘન સારવારના પરિણામે પુત્ર કેવલની સો હૃદયરોગની બીમારી ધરાવતાં રસિકભાઈ કોરોનામુક્ત ઈ દેવગામ પરત ફર્યા અને ત્યાં આરોગ્ય કર્મીઓની સૂચના મુજબ એક સપ્તાહ માટે હોમ આઇસોલેટ પણ યા. પિતા – પુત્રના હોમ આઇસોલેશનની વિગતે વાત કરતાં મેડિકલ ઓફિસર ડો.ભવાનીસિંહ સોઢાએ જણાવ્યું હતુ કે, તાલુકા હેલ્ ઓફિસર ડો. એમ. ડી. માકડીયાના માર્ગદર્શન હેઠળ પિતા-પુત્રને તેમના ઘરમાં અલગ જ રૂમમાં આઇસોલેટ કરવામાં આવ્યા હતા. આ સમયગાળા દરમ્યાન સનિક આરોગ્યકર્મી દ્વારા દિવસમાં એક વખત તેમના આરોગ્યની તપાસ કરવામાં આવતી હતી. તેમજ આયુષ મેડીકલ ઓફિસર ડો. ક્રિષ્નાબેન બકરાણીયા દ્વારા હોમિયોપેીક અને આયુર્વેદિક દવા તા ઉકાળા પણ આપવામાં આવતા હતા. ડો. સોઢાના મતે કોરાનાના સામાન્ય લક્ષણો ધરાવતા લોકો તબીબોના માર્ગદર્શન હેઠળ હોમ આઇસોલેશનમાં રહીને કોરોનામુક્ત ઈ રહયાં છે.આમ, કોરોનાના કપરા સમયમાં આરોગ્યલક્ષી આયોજનબધ્ધ કામગીરી કી નગરપીપળીયા પ્રામિક આરોગ્ય કેન્દ્ર દ્વારા દર્દીઓને કોરોના મુક્ત કરવા સઘન કામગીરી કરવામાં આવી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.