Abtak Media Google News

આંતરરાષ્ટ્રીય હિન્દુ સંગઠન વિશ્ર્વ હિન્દુ પિરષદના સાકાર સ્વપ્ન સમુ રામમંદિર રામ જન્મભૂમિ અયોધ્યા ખાતે નિર્માણ થવા જઈ રહયું છે ત્યારે એક અનેરા ઉત્સાહ સાથે રાજકોટના અનેક પ્રાચિન મંદિરો ખાતેથી આ મંદિરના પવિત્ર એવા માટી અને ત્યાંનુ પવિત્ર જલ એકત્ર કરીને અને જળ અને માટીને અયોધ્યા ખાતે મોકલવામાં આવ્યા હતાં.

ભારતભરના અનેક મંદિરોમાંથી ત્યાંની ભૂમિની પવિત્ર માટી અને જલ એકત્રીત કરી રામ જન્મભૂમિ અયોધ્યા ખાતે ભગવાન રામનું મુખ્ય મંદિર જયાં બનવા જઈ રહયું છે ત્યાં આ એકત્રીત માટી અને જલને પધરાવવાનું બીડુ વિ.હિ.પ. એ ઝડપ્યું છે.

આ અંતર્ગત રાજકોટ ખાતેથી જાણીતા એવા મંદિર જેવા કે સ્વામીનારાયણ મંદિર – ભુપેન્દ્ર રોડ, બીએપીએસ સ્વામીનારાયણ મંદિર – કાલાવડ રોડ, આર્ટસ વિદ્યા મંદિર – મુંજકા, વાલ્મીકી સમાજ મંદિર – તિલક પ્લોટ, પરશુરામ મંદિર, શ્યામલાલ પ્રભુની હવેલી, ગુરૂદ્વારા, જૈન દેરાસર – માંડવી ચોક, ઝુલેલાલ મંદિર, રામના મહાદેવ મંદિર, રતનપર રામજી મંદિર, ઈસ્કોન મંદિર, જગન્ના મંદિર, ધારેશ્ર્વર મહાદેવ, નટેશ્ર્વર મહાદેવ, રાધે-શ્યામ ગૌશાળા મંદિર, ત્રંબકેશ્ર્વર મહાદેવ, રાજરાજેશ્ર્વર મહાદેવ, હાટકેશ્ર્વર મંદિર, ડેમેશ્ર્વર મહાદેવ, ઈશ્ર્વરીયા મહાદેવ, આશાપુરા મંદિર, રણુજા મંદિર, લાખેશ્ર્વર મહાદેવ મંદિર, ગણેશ્ર્વર મહાદેવ, જીરીયા બાલાજી મંદિર, પુષ્ટિમાર્ગ હવેલી, પ્રગટેશ્ર્વર મહાદેવ, ભક્તિ આશ્રમ, પુષ્કરધામ મહાદેવ, ચમતકારી હનુમાનજી મંદિર, અયપ્૫ા મંદિર, જાંજરીયા હનુમાનજી અને શનિદેવ મંદિર, વાસુ પૂજય સ્વામી જિનાલય, ચંદ્રમોલેશ્ર્વર મહાદેવ મંદિર, મણીદેવ મહાદેવ, રામેશ્ર્વર મહાદેવ મંદિર, સૂતા હનુમાન મંદિર, રંગીલા હનુમાન મંદિર, ખોડીયાર મંદિર વિગેરે મંદિરોના પવિત્ર માટી અને જલ એકત્ર કરવામાં અવ્યા હતાં. વિ.હિ.પ. દ્વારા તમામ પવિત્ર માટી અને જલને અયોધ્યા ખાતે મોકલાવવાની વ્યવસ કરેલ છે તેમજ આ માટે સહયોગી તમામ મંદિરના ટ્રસ્ટીગણ, સંતો, મહંતો અને આગેવાનોનો આ તકે વિ.હિ.પ. દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.