Abtak Media Google News

યુનિવર્સિટી રોડ જલારામ ચોક નજીક શાંતિનગરમાં રહેતા અને રાજકોટ ડેરીમાં કલાર્ક તરીકે કામ કરતા યુવાને ઘંટેશ્વર પાસે ઝેરી દવા પી જતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો છે. અને પોલીસને યુવાન પાસેથી ત્રણ પાનાની સ્યુસાઇડ નોટ મળી આવી છે યુનિવર્સિટી પોલીસ મથકનાં સ્ટાફે યુવાનનું નિવેદન નોંધી તપાસ હાથ ધરી છે.

ઘંટેશ્વરમાં કોરાનાથી માનસિક રીતે ભાંગી પડેલા  યુવાને ઝેર પી કર્યો આપઘાતનો પ્રયાસ

યુવાન પાસેથી ત્રણ પાનની સ્યુસાઇડ નોટ મળી આવી

પ્રાપ્ત વિગત મુજબ શહેરના શાંતીનગર વિસ્તારમાં આવેલ જલારામ ચોક નજીક રહેતા હાર્દિક જયંતકુમાર મહેતા નામના 30 વર્ષીય યુવાને ઘંટેશ્વર રોડ પર ઝેરી દવા પી લેતા તેને સારવારમાં ખસેડવામાં આવ્યો છે. પોલીસને હાર્દિક મહેતા પાસેથી ત્રણ પાનાની એક સ્યુસાઇડ નોટ મળી આવી હતી.

આ સ્યુસાઇડ નોટમાં તેણે લખ્યું  હતું કે, હું આત્મહત્યા કરૂ છું. તેનો જવાબદાર હું પોતે જ છું. મને કોઇ હેરાન-પરેશાન કરતા નથી. મારા મનની દશા કોરોના પછી માનસિક થઇ ગઇ છે મને મારા પરિવાર, મિત્રો અને સંસ્થાના લોકો મને પોઝીટીવીટી મળે તે માટે મદદ કરતાં હતા પરંતુ મારો સ્વભાવ જ ખરાબ થઇ ગયો છે. મારામાં નેગેટીવીટી એટલી આવી ગઇ છે કે મને જીવવું ગમતુ નથી પહેલા જે હું જીંદગી જીવતો અને હવે જીવુ છે તેમાં ઘણો તફાવત છે. હું ડરપોક કે હારેલો નથી પરંતુ માનસીક રીતે થાકી ગયો છું.

માતા-પિતાને સંબોધીને લખ્યુ હતું કે મારા માતા-પિતા ખૂબ જ લાગણીશીલ છે. આ ઉંમરે મારે તમારી સેવા કરવાની હોય ત્યારે હું તમને હેરાન કરૂ છું આથી હું મારી જીંદગી ટુંકાવુ છું. મારી આવક મારા-માતા પિતાને આપી દેશો. બહેનને જણાવ્યુ હતું કે બહેન આ વર્ષે હું રાખડી બાંધવા માટે હોઇશ નહી પરંતુ ચિંતા કરતી નહી આ ભાઇ મર્યા પછી પણ તારી રક્ષા કરશે. આ મારૂ વચન છે તને કોઇપણ તકલીફ પડવા નહી દઉં મારા અસ્થિને દ્વારકામાં પધરાવજો અને કોઇ પણ રડશો નહી. તેવું જણાવ્યું હતું આ સ્યુસાઇડ નોટ યુનિવર્સિટી પોલીસે કબ્જે લઇને વધુ તપાસ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.