Abtak Media Google News

પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવેલા ૫ બેંક કર્મચારીઓ સહિતના કવોરેન્ટાઇનમાં

ગુજરાતમાં વધુ એક કોરોના પોઝિટિવ સાથે કુલ સંખ્યા ૮ થઈ

પોઝિટિવ યુવાન પણ રિકવરીના આરે : ૪ પરિવારજનો નો રિપોર્ટ પણ નેગેટિવ

મક્કા મદીનાથી નાની હજ કરીને પરત આવેલા જંગલેશ્વરના યુવાનનો કેસ પોઝિટિવ આવ્યા બાદ વધુ ગ્રામ્ય વિસ્તારની મહિલાને અને શહેરના એક પુરુષને કોરોના શંકાસ્પદ ના આધારે આઇશોલેસન વોર્ડ માં દાખલ કરી તેમના સેમ્પલ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. જ્યારે પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવેલા ૫ બેંક કર્મચારીઓ સહિતના ને સીસીટીવી ફુટેજના આધારે કોરેન્ટાઇન માં દેખરેખમાં રાખવામાં આવ્યા છે. જ્યારે પોઝિટિવ દર્દીના ૪ પરિવારજનોના રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ તેઓને કોરેન્ટાઇનમાં સ્થળાંતર કરવામાં આવ્યા છે. આ સાથે જંગલેશ્વર વિસ્તારમાં એક માસુમ બાળકીની તબિયત લથડતા તેને સેમ્પલ લેબોરેટરી માં મોકલવામાં આવ્યા હતા જેના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા.જ્યારે રાજકોટનો જંગલેશ્વરના યુવાનને પોઝિટિવ આવ્યા બાદ હાલ તેની રિકવરી ઝડપથી થઈ હોવાનું પણ જાણવા મળ્યું છે. કોરોના માં શંકાસ્પદ કેસમાં વધારો થયો હોવા છતાં પણ આમ જનતાને ગભરાવાની જરૂર નથી. આરોગ્યતંત્ર દ્વારા કોરોનાની પરિસ્થિતિ કાબુમાં હોવાનું લાગી રહ્યું છે.દુનિયાભરમાં કોરોના વાયરસને લઈને હડકંપ મચી ગયો છે ત્યારે ગુજરાતમાં વધુ ૩ દર્દીઓને રિપોર્ટ પોઝિટિવ આવતા કુલ ૮ દર્દીઓને આઇશોલેસન વોર્ડમાં રાખવામાં આવ્યા છે. જ્યારે પોઝિટિવ દર્દીઓના સગા સંબંધીઓને પણ ઓબ્સેર્વેશનમાં રાખવામાં આવ્યા છે. અમદાવાદમાં ૩, વડોદરામાં ૩ જયારે રાજકોટ અને સુરતમાં ૧-૧ દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. રાજ્યભરમાં કોરોનાના કેસમાં વધારો થતાં જ આરોગ્યતંત્ર દોડતું થયું છે. જ્યારે દર્દીઓના સંપર્કમાં આવેલા લોકોને પણ ઓબ્સેર્વેશનમાં રાખવામાં આવ્યા છે.

6.Saturday 1 2

રાજકોટમાં પણ બે દિવસ પહેલા સાઉદી અરબથી હજ પડી આવેલા જંગલેશ્વરના યુવાનનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ આરોગ્યતંત્ર દ્વારા પુરા વિસ્તારમાં સધન ચેકીંગ કરવામાં આવ્યું હતું. જ્યારે તેમના પરિવારજનોને પણ આઇશોલેસન વોર્ડમાં દાખલ કરી રિપોર્ટ મેળવતા પરિવારજનોનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. સાથે પોઝિટિવ યુવાન ના સંપર્કમાં આવેલા બેંકના કર્મચારીઓને પણ સીસીટીવી ફુટેજના આધારે ૫ લોકોને કોરેન્ટાઇનમાં રાખી તેમના રિપોર્ટ મેળવવા તજવીજ હાથધરી છે. અને વધુ ૧૪૮ લોકો જે હજ કરીને આવ્યા બાદ તેમનું લિસ્ટ તૈયાર કરી વધુ કાર્યવાહી હાથધરી છે

જ્યારે જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારોમાં પણ એક મહિલાને કોરોના શંકાસ્પદ ના આધારે આઇશોલેસન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે. અને શહેરમાં પણ એક યુવાનને શંકાસ્પદ ના આધારે સિવિલ હોસ્પિટલમાં આઇશોલેસન વોર્ડમાં દાખલ કરી તેમના સેમ્પલ મેળવી રિપોર્ટ માટે મોકલવામાં આવ્યા છે.  હાલ સિવિલ હોસ્પિટલ આઇશોલેસન વોર્ડમાં જંગલેશ્વરના પોઝિટિવ યુવાન સાથે શંકસ્પદના આધારે વધુ ૨ ને મળી કુલ ૪ દર્દીઓ આઇશોલેસન વોર્ડમાં શંકાને આધારે દાખલ કરવામાં આવ્યા છે.  જંગલેશ્વરના યુવાનના પરિવારજનો ના રિપોર્ટ નેગેટિવ આવતા આરોગ્ય તંત્રમાં હાશકારો થયો છે. જ્યારે વધુ ૪ દર્દીઓના રિપોર્ટ આજરોજ આવાની સંભાવનાઓ કેળવાઈ રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.