Abtak Media Google News

૯ અધિકારીઓ થયા સંક્રમિત

દેશમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે અને એક પછી એક પ્રદેશ, રાજયોમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. કોરોનાએ હવે રાજસ્થાનના મુખ્યમંત્રી ગેહલોતના કાર્યાલય સુધી પહોંચી ગયો છે.

Advertisement

મુખ્યમંત્રી કાર્યાલયમાં ફરજ બજાવતા ૯ અધિકારી કર્મચારીઓ કોરોના સંક્રમિત જણાયા છે. આ અધિકારી કર્મચારીઓના સંપર્કમાં આવેલા અન્ય કર્મચારીઓના પણ કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. આ અગાઉ ૧૮ ઓગસ્ટના રોજ રાજસ્થાનના ફલૌદીના ધારાસભ્ય બિસ્નોઈનું કોવિડ-૧૯ પરીક્ષણ કરવામાં આવતા રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. ધારાસભ્યએ શુક્રવારે વિધાનસભા સત્રમાં પણ ભાગ લીધો હતો. ધારાસભ્યનાં પરીવારમાં તેના પૌત્રનો કોરોના રીપોર્ટ પણ પોઝીટીવ આવ્યો હતો. હાલમાં એ બંને હોમ કવોરોન્ટાઈન છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.