Abtak Media Google News

‘લડેગા રાજકોટ, જીતેગા રાજકોટ’ ઓડિયો ગીતનું લોન્ચીંગ

કોર્પોરેશન દ્વારા ત્રણેય ઝોનમાં ૧૦૪ સેવા રથનો આરંભ કરાયો: કોરોનાના પ્રાથમિક લક્ષણ જણાશે તો એન્ટીજન ટેસ્ટ કરી અપાશે, જરૂર પડ્યે દર્દીને હોસ્પિટલમાં પણ રીફર કરાશે

શહેરમાં કોરોનાનું સંક્રમણ દિન પ્રતિદિન વધી રહ્યું છે. કોરોનાને નાથવા માટે મહાપાલિકા દ્વારા ધનવંતરી રથ અને સંજીવની રથ બાદ આજે એક વિશેષ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. મેયર બીનાબેન આચાર્ય સહિતના પદાધિકારીઓ અને મ્યુનિ.કમિશનર ઉદિત અગ્રવાલ સહિતના અધિકારીઓ દ્વારા આજે ત્રણેય ઝોનમાં ૧૦૪ સેવારથનો શુભારંભ કરવામાં આવ્યો છે. જેમાં કોઈ વ્યક્તિને કોરોનાના લક્ષણ જણાય તો તે વ્યક્તિ રાજ્ય સરકારની હેલ્પલાઈન ૧૦૪માં ફોન કરશે તો કોર્પોરેશન તે વ્યક્તિના ઘરે જઈ નિ:શુલ્ક કોરોનાનો એન્ટીજન ટેસ્ટ કરી આપશે. જરૂર જણાશે તો દર્દીને હોસ્પિટલમાં પણ રિફર કરવામાં આવશે. આ સાથે આજે ‘લડેગા રાજકોટ, જીતેગા રાજકોટ’ ઓડિયો ગીતનું પર લોન્ચીંગ કરવામાં આવ્યું હતું.

શહેરીજનોના સ્વાસ્થ્યના હિતમાં આજથી શરૂ કરવામાં આવેલ ૧૦૪ સેવારથ રાજકોટવાસીઓ માટે આશિર્વાદરૂપ નિવડશે તેવું સ્ટેન્ડિંગ કમીટીના ચેરમેન ઉદયભાઈ કાનગડે જણાવ્યું હતું. મેયર બિનાબેન આચાર્ય, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, ડે.અશ્ર્વિન મોલીયા, મ્યુનિ.કમિશનર ઉદિત અગ્રવાલ, શાસક પક્ષના નેતા દલસુખ જાગાણી દ્વારા આ ૧૦૪ સેવારથને લીલીઝંડી આપી શુભારંભ કરવામાં આવ્યો હતો. જો કોઈ વ્યક્તિને કોરોના અંગેના લક્ષણો જણાયે સરકારી હેલ્થ હેલ્પલાઈન નં. ૧૦૪ માં ફોન કરે ત્યારે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જે-તે વ્યક્તિને ઘરે જઈને ચેકઅપ કરવામાં આવે છે. આ સેવાનો લોકો વધુને વધુ લાભ મેળવે તે માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજે ત્રણ ૧૦૪ સેવા રથ લોકોની સેવામાં કાર્યરત કરેલ છે. આ રથમાં મેડીકલ ટીમ જરૂરી દવા સાધન સામગ્રી સાથે કામગીરી કરશે. આ કામગીરીનો હેતુ માહિતી અને સલાહ આપવાનો છે. રાજકોટ શહેરમાં સરકારી હેલ્થ હેલ્પલાઈન ૧૦૪ની આવતી ફરિયાદોનું ટીમ દ્વારા ઘરે મુલાકાત લઇ પ્રાથમિક આરોગ્ય તપાસ કરી જરૂરી સારવાર ઘર આંગણે જ આપવામાં આવશે. જો વધુ ગંભીર લક્ષણો જણાયે તેનું ટેસ્ટીંગ પણ કરાશે અને જરૂરી જણાશે તો વધુ સારવાર અર્થે હોસ્પિટલમાં રીફર પણ કરવામાં આવશે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નિયમિત ૧૦૪ સેવા રથનું મોનીટરીંગ કરવામાં આવશે.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કોરોનાની સર્વેલન્સી, સારવાર તથા નિદાનની કામગીરી ધનવંતરી રથનો લોકો વધારેમાં વધારે લાભ લે તથા બહોળો પ્રચાર થાય તે માટે ધનવંતરી રથ પર લડેગા રાજકોટ, જીતેગા રાજકોટ ગીતનું લોન્ચિંગ પણ આજે કરવામાં આવેલ છે.

આ લોકજાગૃતિ ગીતનું દરેક રથમાં માઈક દ્વારા પ્રસાર કરવામાં આવશે સાથે કોરોનાની માહિતી પણ ઓડિયો ક્લીપ દ્વારા આપવામાં આવશે. આ લડેગા રાજકોટ, જીતેગા રાજકોટ ઓડિયો ક્લીપ ધ ગેલેક્સી એજ્યુકેશન સીસ્ટમ ગ્રુપના કિરણબેન પટેલના માર્ગદર્શન હેઠળ અંકુર અને રાજીવે નિ:શુલ્ક બનાવી જનતાને સમર્પીત કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.