Abtak Media Google News

બોટાદના પ્રથમ પોઝિટિવ કેસ અને સુરત,કચ્છ અને અમદાવાદમાં કોરોનાગ્રસ્ત દર્દીઓના મોત : રાજ્યમાં મૃત્યુઆંક ૩૬

અમદાવાદ, વડોદરા, બનાસકાંઠા, ખંભાત, નર્મદા અને આણંદ સહિત ૧૦ જિલ્લામાં વધુ ૧૦૫ પોઝિટિવ કેસ નોંધાયા : કોરોનાગ્રસ્તો ૮૦૦ને પાર

રાજકોટ શહેરના જંગલેશ્વર વિસ્તારમાં રાજ્યનો પ્રથમ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા બાદ એક માસ ના સમયગાળામાં જ જંગલેશ્વર વિસ્તાર હોટસ્પોટ જાહેર કરવામાં આવ્યો છે. ગઈ કાલે ૧૧ દિવસની બાળકીને કોરોના પોઝિટિવ આવ્યા બાદ સાંજે તેના માતા પિતાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જ્યારે આજ વધુ એ જ વિસ્તારના વધુ ત્રણ લોકોના કોરોના પોઝિટિવ નોંધાતા રાજકોટમાં કોરોનાગ્રસ્ત વ્યક્તિઓનો આંકડો ૨૭ સુધી પહોંચ્યો છે. જેમાંના અડધા થી વધુ પોઝિટિવ કેસ માત્ર જંગલેશ્વરમાંથી જ નોંધાયા છે. ગઈ કાલે બોટાદમાં નોંધાયેલા સૌપ્રથમ પોઝિટિવ દર્દીનું મોડી રાતે ચાલુ સારવારમાં મોત નિપજ્યું છે. સુરતમાં પણ એક મહિલાને કોરોના ભરખી ગયો છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક ૩૬ થયો છે. જ્યારે અમદાવાદ, વડોદરા, બનાસકાંઠા, ખંભાત,નર્મદા અને આણંદ માં વધુ પોઝિટિવ કેસ નોંધાતા રાજ્યમાં કોરોનાગ્રસ્ત વ્યક્તિઓની સંખ્યા ૮૦૦ને પાર પહોંચી છે.રાજકોટમાં જંગલેશ્વર વિસ્તારમાં કોરોના કોવિડ ૧૯ વાયરસ બેકાબુ બન્યો હોય તેમ ગઈ કાલે એક જ દિવસમાં ૬ પોઝિટિવ કેસ નોંધાયા બાદ આજ રોજ હોટસ્પોટ વિસ્તારમાં વધુ ત્રણ પોઝિટિવ કેસ નોંધાતા રાજકોટમાં કોરોનાગ્રસ્ત વ્યક્તિઓનો આંકડો ૨૭ સુધી પહોંચ્યો છે. જેમાંથી અડધાથી વધુ માત્ર જંગલેશ્વર વિસ્તારના હોવાથી તેને હોટસ્પોટ જાહેર કરવામાં આવ્યું છે.

Advertisement

રાજ્યમાં ગઈ કાલે પણ રેકોર્ડબ્રેક ૧૧૬ જેટલા પોઝિટિવ કેસ નોંધાયા જ્યારે આજરોજ રાજકોટ સહિત અન્ય અમદાવાદ જિલ્લામાં વધુ ૪૨ પોઝિટિવ કેસ નોંધાતા કુલ ૫૦૦ની નજીક પોઝિટિવ કેસ નોંધાયા છે. અને અમદાવાદમાં ૧૬ વ્યક્તિઓના મોત નિપજ્યા છે. વડોદરામાં પણ વધુ ૧૦ પોઝિટિવ કેસ નોધતા સંક્રમિત ની સંખ્યા ૧૩૪ પર પહોંચી છે. ખંભાત અને નર્મદા જિલ્લામાં પણ કોરોનાએ પગપેસારો કર્યો છે.

આજ રોજ ખંભાતમાં એક જ પરિવારના પાંચ વ્યક્તિઓ સહિત કુલ ૬ પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે આણંદમાં પણ વધુ ૬ વ્યક્તિઓને કોરોનાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં પણ એક પરિવારના ત્રણ વ્યક્તિઓ સહિત કુલ ચાર પોઝિટિવ કેસ નોંધાયા છે.ગઈ કાલે બોટાદમાં સૌપ્રથમ કોરોના પોઝિટિવ કેસ નોંધાયો હતો. ૮૦ વર્ષ ના વૃદ્ધ ને કોરોના પોઝિટિવ આવ્યા બાદ ગત મોડી રાતે તેમનું ચાલુ સારવારમાં મોત નિપજ્યું હતું. જ્યારે સુરતમાં પણ એક મહિલાને કોરોના ભરખી ગયાનું જાણવા મળી રહ્યું છે.જયારે અમદાવાદ અને કચ્છમાં પણ એક-એક પોઝીટીવ દર્દીઓના મોત નિપજયા છે.

રાજ્યમાં ગઈ કાલે વધુ ૬ કોરોનાગ્રસ્ત દર્દીના મોત નિપજ્યા બાદ આજ રોજ સવારે વધુ ૨ દર્દીના મોત નિપજતા રાજ્યમાં મૃત્યુઆંક ૩૬ પર પહોંચ્યો છે. લોકલ સંક્રમણના કારણે રાજ્યમાં કોરોના વાયરસ બેકાબુ બન્યો હોય તેમ દિન પ્રતિદિન મોટી સંખ્યામાં પોઝિટિવ કેસ નોંધાઈ રહ્યા છે. એક માસ માં જ કોરોનાં પોઝિટિવ દર્દીઓનો આંકડો ૮૦૦ ને પાર પહોંચ્યો છે.

જંગલેશ્વરમાં કોરોનાની ચેન તોડવા તંત્રની કવાયત

કોરોનાના ૨૭ પોઝિટીવ કેસમાંથી ૧૪ દર્દી જંગલેશ્વરમાં નોંધાયા: સ્થાનિક રહીશો તંત્રને સહયોગ આપવામાં બે જવાબદાર

કોરોના વાયરસ પોઝિટીવનો ગુજરાતનો સૌ પ્રથમ દર્દી રાજકોટના જંગલેશ્વરમાં એક માસ પહેલાં નોંધાયા બાદ તંત્ર દ્વારા કોરોનાનો ચેપ આગળ ન વધતો અટકાવી ચેન તોડવા તંત્ર દ્વારા કવાયત શરૂ કરાઇ છે. તેમ છતાં એક માસમાં રાજકોટમાં ૨૭ કોરોના પોઝિટીવ કેસ નોંધાયા છે તેમાં જંગલેશ્વર વિસ્તારના ૧૪ દર્દીનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. જંગલેશ્વરમાં કોરોના વાયરસને અટકાવવા તંત્ર દ્વારા કરાતી કાર્યવાહી સામે સ્થાનિક રહીશોનો લોક ડાઉનમાં સહકાર ન હોવાના કારણે કોરોનાનો ચેપ આગળ વધી રહ્યો હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. જંગલેશ્વરના સ્થાનિક રહીશો લોક ડાઉનનો ચુસ્ત રીતે અમલ કરી તંત્રને સહયોગ આપે તો જ કોરોના આગળ વધતો અટકી શકે તેમ હોવાનું તંત્ર દ્વારા જણાવવામાં આવી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.