Abtak Media Google News

એક કરોડ ડોલરનું ભારતે દાન કર્યું: ટ્રમ્પ-ભકિત યથાવત ? ‘ઘરના છોકરા ઘંટી ચાટે અને પડોશીને લોટ’ની નીતિ અકળ! ભારતનાં અર્થતંત્રમાં રોજેરોજ ગાબડાની હાલત: આર્થિક નિષ્ણાંતો, નાણાશાસ્ત્રીઓ અને ગરીબ-જગતના પ્રતિનિધિની તાકીદે બેઠક યોજીને અર્થતંત્ર ભાંગી પડે તે પહેલા જ આડા હાથ દેવાનું અનિવાર્ય: વિદેશો અને ભારત બંનેની નજર એક બીજાની સામે ! આવતીકાલને નવા અંધકારથી ‘ઉગારવાની સજજતા’ અર્થેનો સર્વપક્ષી-સર્વસંમત વ્યૂહ દેશ સમક્ષ મૂકવો જ રહ્યો ! સવા અબજ લોકોની વસતિને હતાશા ઘેરી વળે તે પૂર્વે જ ‘પાણી પહેલા પાળ’ બાંધી લેવાનો ઠેર ઠેર પડઘો !

ખુદ પરમેશ્ર્વરે સર્જેલી અતિ સુંદર પૃથ્વીને ધમરોળતા કોરોના વાયરસના શયતાની પંજામાંથી બચાવવાની આપણી સહુની સહિયારી જવાબદારી છે. વિશ્ર્વભરની માનવજાતને એણે તેની સંહારલીલાની ગોઝારી લપેટમાં લઈ લીધી છે. હવે એણે પ્રાણી સૃષ્ટિમાં પણ પગપેસારો કર્યો છે, અને એની હલકટ દાનતનો ઈશારો કરી દીધો છે

આપણી દુનિયાના અને આપણા દેશના વર્તમાન પ્રવાહો લગીરે સારી આશા આપતા નથી. એવી રળિયામણી ઘડી નજીકમાં કયાંય દ્રષ્ટિગોચર થતી નથી કે, જયારે આખું વિશ્ર્વ તથા આખી માનવજાત કોરોના વાયરસને મ્હાત કર્યા પછીની ખુશાલીમાં નાચે, કૂદે અને એની અસંખ્ય કામગીરીઓમાં પૂન: રત થઈ જવાના ઉત્સવો ઉજવે !

બેશક, આ માટેની લડાઈ લડવાની અને એને પૂર્ણ રીતે પરાજિત કરવાની આપણી સૌની સહિયારી જવાબદારી છે.

કોરોના વાયરસ આપણી પૃથ્વી ઉપર અને આપણા દેશ ઉપર, જાણે જનમોજનમના વેર હોય અને તે એક સામટા લઈ લેવા હોય એમ અત્યંત વિકરાળ સ્વરૂપે ત્રાટકયો તે પછી અત્યાર સુધીમાં તેણે કુલ કેટલા નિદોર્ષ આબાલવૃધ્ધ ઈન્સાનોને મોતને ઘાટ ઉતાર્યા અને કેટલી નુકશાની સર્જી તેના આંકડા વિશ્ર્વભરની કેટલી હોનારતો તથા કુદરતી આફતોએ સર્જેલા મોત તથા નુકશાનીના આંકડા કરતાંય વધી જવાનો ખ્યાલ ઉપસે છે, અને એ અતિ કારમાં તેમજ વિકરાળ નુકશાનને ચૂપચાપ જીરવી લેવાની તમામ અસરગ્રસ્તોને સલાહ આપવાની કે આશ્ર્વાસન આપવાની ચેષ્ટા ભાગ્યે જ કશી ઉષ્મા આપી શકે!…

આ બધું જોતા એવો વહેમ પણ આવે છે કે આપણીપૃથ્વી અને માનવજાત અસ્તિત્વમાં આવી તે પછી આવી વિનાશક, વિઘાતક, સહારક અને સર્વસ્વ સત્યાનાશ કુદરતી કોપનીઆ ઘટના કદાચ સૌથી પહેલી હોઈ શકે ! બાકીતો સમગ્ર પૃથ્વીના ને માનવજાતના સમગ્ર વિનાશ, અર્થાત પ્રલયની ઘટના પૃથ્વીના કે મહાસાગરની વિશાળ વિરાટ સપાટી પર સર્જાઈ હશે કે કેમ, તેનો કયાસ કાઢવો શકય જણાતો નથી. તો પણ એ શકય બની શકે તો તેમ કરવું ઘટે અને વિશ્ર્વની એક અદભૂત તવારિખી ઘટના બની શકે અને એનું બિહામણું પૂનરાવર્તન અટકાવવાને લગતું વૈજ્ઞાનિક તેમજ તબીબી સંશોધન શકય બને !

આમાં જો ઉંડા ઉતરીએ તો આ પૃથ્વીની રચના થઈ અને માનવજાતને વસવાટ અસ્તિત્વમાં આવ્યો ત્યારથી મનુષ્યે સેંકડો સમસ્યાઓ ખડી કરી છે. અને તેને ઉકેલી પણ લીધી છે.

ઈશ્ર્વરે મનુષ્યને જન્માવ્યા પછી તેને અખૂટ શકિત પણ બક્ષી છે. મનુષ્ય જાતે સેંકડો સમસ્યાઓ સર્જી અને તેને ઉકેલી પણ લીધી એમાં ઈશ્ર્વરે મનુષ્યને જે જન્મજાત અખૂટ શકિત આપી છે. તેનો આપો આપ પરિચય સાંપડે છે.

અત્યારને તબકકે આપણા દેશનું જે સારૂ ચિત્ર અને નઠારૂ ચિત્ર ઉપસે છે. એમ માનવા પ્રેરે છે કે, આપણા દેશે હજુ ઓછામાં છ મહિના આકરી કસોટીઓ વચ્ચે અને રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય પડકારો વચ્ગુજારવાના છે.

આપણી ધાર્મિક ફિલોસોફી માનવજાત માટે એવું દર્શાવે છે કે, ‘અ મેન ઈઝ અ મિક્ષ્ચર ઓફ ગૂડ એન્ડ ઈવિલ્સ, વ્હેર ગૂડ ઈઝ સ્ટ્રોકલી લીમીટેડ’ (એટલે કે મનુષ્ય સારાં અને નરસાં તત્વોનું મિશ્રણ છે. જેમાં સારા તત્વો અત્યંત ઓછા કે મર્યાદિત છે

‘મહાભારતના સમયકાળમાં જે ૧૮ દિવસનું મહાયુધ્ધ થયું હતુ તે કૌરવો અને પાંડવો વચ્ચે થયું હતુ. એમાં એ ફિલ્સુફીનું આબેહુબ દર્શન થયું હતુ જે નરસા તત્વો ગણાયા હતા તે ૧૦૦ હતા અને જે સારા તત્વો તરીકે ગણાયા હતા તે પાંડવોની સંખ્યા માત્ર પાંચ હતી, જેને આપણે સ્ટ્રીકલી લીમવીટેડ કહી શકીએ)

માનવોની ભીતરમાં દરરોજ સારા અને નરસાં તત્વોનું યુધ્ધ ચાલતું જ રહે છે. પાંડવોની સાથે શ્રી કૃષ્ણ હતા મનુષ્ય પણ જયાં જયાંથી મળે એ કૃષ્ણતત્વને એકત્ર કરીને તેના આધાર લે તો તે ભીતરનાં અને માનવ મહાભારતને જીતી શકે એવું મનોમંથન થઈ શકે ! કોરોના ૧૦૦ કૌરવોના એક સામયા મિશ્રણની કુટિલતા અને સંહારક શકિત ધરાવતો અસુર હોવાની કલ્પના થઈ શકે છે. એને જમીનદોસ્ત કે ભોંય ભેગો કરવા માટે તરંગી ઉપાયો નહિ ચાલે. છીછરા અને ઉપર છલ્લા ઉપાયો નહિ કામ કરે… અવૈજ્ઞાનિક કોઠાયુધ્ધની પેરવી એમાં કામ નહિ લાગે એક પગલુ આગળ ચાલીએ અને બે ચાર પગલા પાછા હટી જવું પડે એવો કોઈ વ્યૂહ કે રણનીતિ દેશની વર્તમાન હાલતને પૂર્વવતથાળે નહિ પાડી શકે.

આ બધુ છતા અમેરિકાએ ભારત પાસે સંબંધીત દવાનો જથ્થો મંગાવ્યો છે. વડાપ્રધાન શ્રી મોદીની નીતિ રીતિ બિરદાવી છે. અને ભારતના કોરોના સામેના ચક્રવ્યૂહ અને અભિગમને આવકાર પાત્ર લેખ્યા છે. તેભારતનાં ભાવિ કદમ માટે શુભશુકન અને મંગલ એંધાણ સમા છે ! એક પછી એક સંખ્યાબંધ પ્રયોગો કર્યા પછી આપણો દેશ કોરોના વાયરસને અને તેના રાક્ષસી પંજા વચ્ચે આપણાદેશે વેઠવી પડેલી પીડા તેમજ અર્ધોગતિને રોકી દેવાની ખ્યાવહિશમાં આપણો દેશ અને આપણો સમાજ સારી પેઠે સફળ થયાનો અને કોરોના વાયરસને દેશવટો આપી શકયાનો સંતોષ આપણે લઈ શકીએ તેમ નથી, તો એ બધા પ્રયોગોમાં આપણે કશું જ મહત્વનું નહિ પામી શકયાનો આપણને અફસોસ પણ નથી!

પ્રાણી સૃષ્ટિને પણ કોરોના વાયરસે ઝપટમાં લીધી હોવાના અહેવાલ બળતામાં ઘી હોમવા સમા છે.

મૂકેશ અંબાણી સમા ટોચના ઉદ્યોગપતિઓની કંપનીઓને કમજોરીના પડતો માર, અર્થતંત્રમાં રોજેરોજ પડતાં ગાબડા, દેશની સવા અબજ વસતિની અસહ્ય કફોડી હાલત, ગ્રામ્ય પ્રદેશોની કંગાલીયત, દરરોજ ગરીબીનો માર ખમતું કેળવણી ક્ષેત્ર, પર્યટનક્ષેત્રની અવનતી અને આર્થિક સ્વતંત્રતા તેમજ સામાજીક સધ્ધરતામાં કૂઠારાઘાત શેર બજાર બુલિયન બજારોમાં અસ્થિરતાવગેરે બધું જ ઠેસ, ઠેબા તે ગડથોલિયાં ખાઈ રહ્યા હોવાની ચાડી ખાય છે.

તરંગી પગલાંએ વાહવાહ સિવાય કશું જ મહત્વનું નહિ આપી શકે… દેશના સર્વોચ્ચ અર્થશાસ્ત્રીઓ, ઉમદા વ્યાપાર ઉદ્યોગના મોભીઓ સમર્પિત વિધાપતિઓ, પ્રબુધ્ધ મહિલાઓ અને દેશભકત યુવા અગ્રણીઓની ગૂડફેઈથમાં તાકીદની બેઠક યોજીને સર્વસંમત નિર્ણયો લેવાનો અત્યારે સમય છે. જો આમાં ચૂકી જવાશે તો તે રાષ્ટ્ર માટે અને પ્રજા માટે અમંગળ એંધાણ બની રહેશે ! આ લડાઈ નિર્ણાયક લડાઈ બનવાની હોય તો આખશ દેશે ‘ભારતીયોની લડાઈ ની જેમ લડવાની છે. એકલા એકલા લડવાની નથી…!

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.