Abtak Media Google News

કોરોના લોકોને પોતાની ઝપેટમાં તો લઈ લે છે પણ આ સાથે શરીરના અન્ય ભાગોને ગંભીર નુક્સાન પહોંચાડી અન્ય રોગ પણ “દેન”માં આપી જાય છે. હજુ કોરોના સામે તો દર્દી ગમે તે રીતે બચી જાય છે. પરંતુ કોરોનાથી “બાય પ્રોડક્ટ” તરીકે જે નવી નવી બીમારી મળી રહી છે. હાલ કોરોના કરતા પણ વધુ ઘાતકી મ્યુકરમાયકોસીસ રોગ સાબિત થઈ રહ્યો છે. જે દર્દીઓને ડાયાબીટિસ અથવા અન્ય કોઈ ગંભીર બિમારી છે એ લોકો આ મ્યુકરમાયકોસીસ બીમારીનો વધુ ભોગ બની રહ્યા છે. એમાં પણ કોરોના થતા જ શરૂઆતના દિવસોમાં જે સ્ટીરોઈડ ઈન્જેક્શન, ફેબિકવિક દવાઓ આપવામાં આવી રહ્યા છે તેના પગલે જ મ્યુકરમાયકોસીસ બીમારી વધુ બાકી સાબિત થઇ રહી છે. કોરોના કરતા પણ જીવલેણ સાબિત થયેલા આ રોગથી બચવા બિનજરુરી મેડિસિનથી બચવું જોઈએ નહિતર કોરોના તો મારતો મારશે પરંતુ મ્યુકરમાયકોસીસ પ્રાણ હરી લેશે. આનાથી બચવા સ્ટેરોઈડથી દુર રહેવાની સાથે સાથે બિનજરૂરી હોસ્પિટલાઈઝ પણ ન થવું જોઈએ. કારણકે અહીં તુરત પૈસા હડપવાની લાલચમાં ડોક્ટરો દ્વારા સ્ટીરોઈડ આપવામાં આવે છે. જેના કારણે આ બીમારીનો ખતરો વધુ વધી જાય છે. તેમજ બિનજરૂરી દવાઓથી પણ બચવું જોઈએ.

મ્યુકરમાયકોસીસ એટલે કે બ્લેક ફંગ્સ. એક પ્રકારની ફૂગથી થતા રોગના કારણે જેમની રોગ પ્રતિકારક શક્તિ ઓછી થઇ ગઇ હોય કે અન્ય બીમારીઓ હોય તેમને મ્યુકરમાયકોસિસનો ચેપ લાગવાની સંભાવના વધુ છે.  પરંતુ હાલ કોરોનાગ્રસ્ત ડાયાબિટીસના દર્દીઓને આ રોગ વધુ ઝડપથી લાગુ થઈ રહ્યો છે. કોરોનાએ મ્યુકરમાયકોસીસના કેસ 200% વધારી દીધા છે.  લગભગ કોરોનામાંથી સાજા થઈ ગયા બાદ એક બે અઠવાડિયામાં આના લક્ષણો જોવા મળે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.