Abtak Media Google News

સિવિલ હોસ્પિટલમાં 15 દિવસની ક્રિટીકલ સારવારથી સ્વસ્થ થયા

રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ગંભીર સ્થિતિના કોવીડના દર્દીઓને બચાવવા તબીબો કરે છે રાત દિવસ મહેનતરાજકોટની સિવિલ હોસ્પિટલમાં કોરોનાના ગંભીર સ્થિતિના દર્દીઓને બચાવવા હોસ્પિટલ તંત્ર દ્વારા આધુનિક સારવાર આપીને કોરોના સામેની લડતમાં વધુ એક દર્દી કોરોનામાંથી બહાર આવી જતાં સિવિલના તબીબોએ આ દર્દીની રિકવરીને ગૌરવરુપ ગણાવી હતી. રાજકોટની બજરંગ સોસાયટી માં રહેતા સિનિયર સિટીઝન 76 વર્ષીય શાંતુબા જાડેજાને કોરોનાનું વધારે ઇન્ફેક્શન લાગતા તેમને  રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

Advertisement

આ દર્દીની સફળ સારવાર અંગે ડો.શર્મીન કાલાડીયાએ જણાવ્યું હતું કે દર્દી જ્યારે દાખલ થયા ત્યારે તેમનું ઓક્સિજનનુ લેવલ 70 હતું. દર્દીને ડાયાબિટીસ તેમજ ઉંમરને લીધે ઘણા કોમ્પ્લીકેશન્સ પણ હોય છે. સિવિલ હોસ્પિટલ માં તેમની નિયમિત તપાસ અને જરૂર મુજબના તમામ રિપોર્ટના આધારે નિદાન કરી પ્રોટોકોલ મુજબ સારવાર કરવામાં આવતા તેમજ દર્દીના મનોબળ અને હિંમતને લીધે તેઓ પંદર દિવસ સુધી વેન્ટિલેટર પર રહ્યા બાદ વેન્ટિલેટરથી બહાર આવી ગયા છે અને અત્યારે સાદા ઓક્સિજન માસ્ક પર છે. તેમનું ઓક્સિજનનું લેવલ હાલ 97 સુધી પહોંચી ગયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.