Abtak Media Google News

કોરોના વાયરસનાં કારણે છવાયેલી મહામારીની તમામ ક્ષેત્રે ગંભીર અસરો ઉપજી છે. વાયરસે ફરી માથુ ઉંચકતા હવે ક્રિકેટને કોરોનાનું ગ્રહણ લાગ્યું છે. અમદાવાદ સહિત રાજયભરમાં સંક્રમણ વધતા વિશ્ર્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ચાલી રહેલી ભારત-ઈગ્લેન્ડની મેચમાં હવે, પ્રેક્ષકોને એન્ટ્રી નહી મળે હવે, દર્શકો વગરનીમેચ યોજાશે.

Advertisement

ગુજરતા ક્રિકેટ એસોસીએશને ગત મોડીરાત્રે આ નિર્ણય લીધો છે. ટી.20 મેચમાં પ્રેક્ષકોનાં પ્રવેશ પર પ્રતિબંધનો નિર્ણય જાહેર કરતા એસોસિએશને જણાવ્યું કે બીસીસીઆઈ સાથેની લાંબી ચર્ચા બાદ આ નિર્ણય લેવાયો છે. જે લોકોએ અગાઉથી બુકીંગ કરાવી લીધું છે તેઓને રીફંડ મળશે. જીસીએનાં આ નિર્ણયને મુખ્યમંત્રી વિજય રૂપાણક્ષએ આવકાર્યો છે.

તેમણે ટવિટ કરી જણાવ્યું છે કે, જીસીએ અને બીસીસીઆઈએ વિવેકપૂર્ણ નિર્ણય લીધો છે. આ નિર્ણય કોવિડ-19 સામેની આપણી લડાઈને વધુ મજબુત બનાવશો. મુખ્યમંત્રી રૂપાણીએ આ નિર્ણય બદલ જય શાહ અને અન્ય અધિકારીઓનો આભાર માન્યો છે.

ઉલ્લેખનીય છે કે અમદાવાદ કોરોના વિસ્ફોટનું ફરી હોટસ્પોટ બની રહ્યું છે. ગુજરાતની અને એમાંય સૌરાષ્ટ્રની ક્રિકેટ પ્રેમી જનતા સ્ટેડિયમમાં એકત્ર થાય અને કોરોના સંક્રમણ ફેલાય તેવા ભય વચ્ચે આ નિર્ણય લેવાયો છે. કોરોનાએ ક્રિકેટ પ્રેમીઓને નારાજ જરૂર કર્યા છે. પરંતુ કોરોના સંક્રમણને ફેલાતા અટકાવવા આ નિર્ણય જરૂરી પણ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.