Abtak Media Google News

નગરયાત્રામાં હાથી, ઘોડા, ઉંટ, બગી ઉપરાંત વીસથી વધુ વિન્ટેજ કારનો કાફલો

રાજવી હિમાંશુસિંહજીને પ્રથમ તિલક કુલગુરૂ, બીજુ તિલક શાસ્ત્રીજી, ત્રીજુ તિલક જાડેજાના કુળના દિકરી તથા ચોથું તિલક બહેન દ્વારા કરાશે

ગોંડલ રાજ્યનાં સતર માં ઉતરાધિકારી હિમાંશુસિહજીનો રાજ્યાભિષેક આજે સોમવારે બપોર નાં 12:59 કલાકે યોજાયો હતોે. આ સમયે શ્રીરામ નો પરીવેષ ધારણ કરેલા 1008 બાળકો આશિર્વાદ આપ્યા હતા. વૈદોક્ત મંત્રોચ્ચાર વચ્ચે રાજ્યાભિષેક સંપન્ન થયો થશે.બપોરે 3:10 કલાકે રાજતિલક વિધિ યોજાનાર છે.રાજવી પરંપરા મુજબ રાજવી હિમાંશુસિહજીને પ્રથમ તિલક કુલગુરુ દ્વારા કરાશે.બીજુ તિલક શાસ્ત્રીજી દ્વારા, ત્રીજુ તિલક જાડેજાકુળ નાં દીકરી દ્વારા અને ચોથું તિલક તલવાર અર્પણ કરી બહેન દ્વારા કરાશે.રાજમાતા કુમુદકુમારીબા રાજવીને રક્ષાસુત્ર બાંધશે.

નવલખા પેલેસ દરબારગઢ માં યોજાયેલ રહેલાં રાજ્યાભિષેક સમયે પરંપરાગત છડી પોકારવા ઉપરાંત વેપારીઓ દ્વારા ભાવની બોલી થઇ હતી.

T2 38

રાજ્યનાં કારભારી ભાવેશભાઈ રાધનપરા એ જણાવ્યું કે રાજ્યાભિષેક અને રાજતિલક બાદ સાંજે 5:15 કલાકે રાજવીની નગરયાત્રા નીકળશે.જેમા એક હાથી,દશ ઘોડા,ચાર ઉટ, ત્રણ બગી જોડાશે.  ચાર ઘોડા સાથેની વિષેશ બગીમાં રાજવી બીરાજશે.ઉપરાંત વીસથી વધુ વિન્ટેજ કાર નો કાફલો જોડાશે.

રાજ્યાભિષેક મહોત્સવ માં દેશ વિદેશ થી ઉદ્યોગપતિઓ, અનેક રજવાડાઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહેનાર છે.રાજ્યાભિષેક બાદ રાષ્ટ્રગીત તથા રાજ્ય નાં ગીત નું ગાન કરાશે.

રાજ્યાભિષેક પુર્વે ગઈકાલ સાંજે જલયાત્રાનુ આયોજન કરાયું હતું.આશાપુરા માતાજીનાં મંદીર થી પ્રસ્થાન થઈ જલયાત્રા દરબારગઢ પંહોચી હતી.માર્ગમાં ધારાસભ્ય ગીતાબા જાડેજાનાં નિવાસસ્થાને સ્વાગત કરાયું હતું.

જલયાત્રાનું મહત્ત્વ એછે કે સાત સમંદર,સાત નદીઓ,સાત કુવાઓનું એકત્ર જલ રાજવીનાં કુળદેવી આશાપુરા માતાનાં મંદીરે રખાયછે.બાદ માં ખાસ કરીને બહેનો દ્વારા જલયાત્રા મારફત દરબારગઢ લવાય છે.

તા.19 થી શરુ થયેલો રાજસુય યજ્ઞ ચોથા દિવસે યથાવત હતો.રાજ્યાભિષેક ને લઈ ને શહેર નાં રાજમાર્ગોપર રાજ્યનાં ઝંડા દ્વારા શણગાર કરાયોછે.

T3 12

રજવાડાના સમયથી જ રાજતિલક મહોત્સવમાં શાસ્ત્રો મુજબ જલયાત્રાનું ખૂબજ મહત્વ છે.રાજાશાહીયુગમાં રાજવીના રાજતિલક વેળાએ  જુદાજુદા સમુદ્રો,નદીઓ,કૂવાઓ સહિતના જલ એકઠા કરીને આ જલ વડે રાજવીને સ્નાન કરાવીને રાજગાદી ઉપર બેસાડવામાં આવતા હોય છે.ત્યારે ગોંડલના 17માં ઉતરાધિકારી રાજવી તરીકે હિમાંશસિંહજી સાહેબની રાજતિલક વિધિ થઈ રહી છે.જેમાં ભારતભરના સમુદ્રોના જલ,દેશની જુદી જુદી 16 નદીઓના જલ,અને વિવિધ કૂવાઓના જલ સાથે વિશાળ જલયાત્રા રાજવી પરિવારના કુળદેવી શ્રી આશાપુરા માતાજીના મંદિર ખાતેથી રાજવી ઠાઠ સાથે  નીકળી હતી.આશાપુરા મંદિર ખાતેથી માતાજીના પૂજન સાથે નીકળેલ આ જલયાત્રામાં 2100 કરતા વધુ દિકરીઓ પવિત્ર જલ કુંભ સાથે જોડાઈ હતી.અક્ષર મંદિર,તેમજ અન્ય બેન્ડ પાર્ટીઓ સાથે વાજતે ગાજતે નીકળેલ રાજતિલક મહોત્સવમાં 2100કરતા વધુ દિકરીઓ સાથેની જલયાત્રા એક રેકોર્ડ સર્જવા જઈ રહ્યો છે.ત્યારે ગોંડલના 17માં ઉતરાધિકારીની આ જલયાત્રામાં ગોંડલના જૂના રાજ્યના ગોંડલ,ધોરાજી,ઉપલેટા,ભાયાવદર,સહિતના શહેરોના રાજકીય,સામાજિક આગેવાનો,તેમજ વિવિધ મહિલા મંડળો સહિતના લોકો જોડાયા હતા.ગોંડલના જુદાજુદા રાજમાર્ગો ઉપર નીકળેલ રાજતિલક મહોત્સવની જલયાત્રા શહેરીજનોમાં આકર્ષણનું કેન્દ્ર બનવાની સાથે ઠેરઠેર જલયાત્રાના પુષ્પવર્ષાથી વધામણા કરવામાં આવ્યા હતા.સાથે જલયાત્રામાં જોડાયેલ બહેન દિકરીઓ માટે સરબત ઠંડાપીણા નું વિતરણ કરાયું હતું ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજા,સાધુ સંતો,આગેવાનો દ્વારા ઠેરઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું.ગોંડલ રાજમાર્ગ ઉપર નીકળેલ આ જલયાત્રા શહેરીજનો સાથે રાજવી પરિવારના આમંત્રણને માન આપીને વિદેશથી પધારેલ મહેમાનોમાં ખૂબજ આકર્ષણનું કેન્દ્ર બનવા પામી હતી.તો બીજી તરફ ગોંડલના વિવિધ રાજમાર્ગો ઉપર ફરીને માંડવી ચોક થઈને જલયાત્રા રાજતિલક મહોત્સવ સ્થળ નવલખા દરબારગઢ ખાતે પહોચી હતી.ત્યાં તમામ જલ કળશધારી દિકરીઓનું રાજમાતા કુમુદકુમારી બા દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.