Abtak Media Google News

દબાણ કર્તાઓને પ્રોત્સાહન આપતું તંત્ર

ચાલવાની કોમન જગ્યામાં દબાણ ખડકાયાની ફરિયાદ મળ્યાના  દિવસો બાદ ઓગષ્ટમાં રોજ કામ કર્યાનું નવેમ્બરમાં ડિમોલીશન

નાનામવા રોડ પર ઉપાસના પાર્કમાં કોર્પોરેશનની બીએસયુપી આવાસ યોજનામાં દબાણ દૂર કરવામાં આવ્યું છે સબભૂમી ગાપાલ કી માનીને રાજકોટમાં જમીન માફીયાઓ હવે  ગમે ત્ીયાં દબાટો ખડકવા માંડયા છે.  આવાસ યોજનામાં ચાલવાની કોમન જગ્યા પર દબાણની ફરિયાદ  મળ્યાના ચાર મહિના બાદ  આ દબાણ હટાવવાની તસ્દી લીધી હતી.

આવાસ યોજનામાં ગેરકાયદે દબાણ ખડકાયાની અરજી મળતા નાયબ મ્યુનિ. કમિશનર એ.આર , સિંહની સુચના અનુસાર  ફ્લેટનં. 1916, બ્લોક નેં. 8 ના રહેવાસી  જગદીશભાઈ ગર દ્વારા કોમન ચાલવાની જગ્યામાં બે બાજુ દીવાલ ચણી ઉપર પતરા મારીને ગેરકાયદેસર દબાણ કરાયું  હતુ  જેને દુર કરવામાં આવ્યું હતું. ગેરકાયદેસર દબાણ અંગે આવાસ યોજના વિભાગ દ્વારા અગાઉ 23 ઓગષ્ટ  રોજકામ કરીને તેમજ તા.29 નવેમ્બરે  આ દબાણ દુર કરવા સુચના આપવામાં આવેલ હતી.

ત્યારબાદ  ફરી ચેકિંગ કરતા આ દબાણ યથાવત હોય. આ દબાણ દુર કરવા 2 (બે) દિવસની આખરી મહેતલ આપવામાં આવેલી હતી આ કામે નાયબ મ્યુનિ , કમિશનર એ.આર.સિંહની આગેવાની હેઠળ આવાસ યોજના વિભાગના આસી.  મેનેજર  કે.બી.ઉનાવા, ઇન્સ્પેક્ટર પ્રફુલભાઈ લીંબાસીયા, ભરતભાઈ પીઠડીયા, વિજયભાઈ જોષી, વિનોદભાઈ ભાલારા ઉપરાંત ટાઉન પ્લાનીંગ વેસ્ટ ઝોન વિભાગના એડીશનલ આસી . એન્જીનીયર  મુકેશભાઈ, સર્વેયર  કપીલભાઈ, બાંધકામ વેસ્ટ ઝોન વિભાગના વર્ક આસીસ્ટન્ટ મિલિન્દભાઈ પરમાર અને એમની ટીમ , જગ્યા રોકાણ વિભાગના ઈ.આર.ઓ.  જયરાજસિંહ જાડેજા તથા તેમની ટીમ તેમજ રોશની વિભાગના રાજેશભાઈ પટેલ અને એમની ટીમ તેમજ વિજીલન્સ વિભાગની ટીમો દ્વારા કામગીરી કરવામાં આવેલ હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.