Abtak Media Google News

યાજ્ઞિક રોડ પર ખાણી-પીણીની 14 દુકાનોમાં ચેકીંગ હાથ કરતી મહાપાલિકા

સંપૂર્ણ આહાર ગણાતા એવા દૂધમાં વધુ નફો કમાવવાની લાલચમાં વેપારીઓ દ્વારા બેશુમાર ભેળસેળ કરવામાં આવતી હોવાના શંકાના આધારે કોર્પોરેશનની આરોગ્ય શાખા સંલગ્ન ફૂડ વિભાગ દ્વારા અલગ-અલગ 20 સ્થળેથી દૂધના નમૂના લઇ પરિક્ષણ અર્થે મોકલવામાં આવ્યા છે. દરમિયાન યાજ્ઞિક રોડ પર ખાણી-પીણીની 14 દુકાનોમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.

Advertisement

આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ ફૂડ શાખા દ્વારા નારાયણનગર મેઇન રોડ પર તુલશી ડેરી ફાર્મમાંથી મિક્સ દૂધ, હસન વાડી મેઇન રોડ પર બલરામમાંથી મિક્સ દૂધ, કેશર વિજય ડેરી ફાર્મમાંથી મિક્સ દૂધ, અમૃત ડેરી ફાર્મમાંથી મિક્સ દૂધ, નિલકંઠ ડેરી ફાર્મમાંથી મિક્સ દૂધ, ગાયત્રી નગર મેઇન રોડ પર રાધેશ્યામ ડેરી ફાર્મમાંથી મિક્સ દૂધ, વાણીયા વાડી મેઇન રોડ પર મહેશ ડેરી ફાર્મમાંથી મિક્સ, ઓનેસ્ટ ડેરીમાંથી મિક્સ, કોઠારીયા કોલોનીમાં વિકાસ ડેરી ફાર્મમાંથી મિક્સ દૂધ, લક્ષ્મીવાડી મેઇન રોડ પર ધર્મપ્રિય ડેરી ફાર્મમાંથી મિક્સ દૂધ, મિલપરા મેઇન રોડ પર વૃંદાવન ડેરી ફાર્મમાંથી મિક્સ દૂધ, સોરઠીયાવાડી મેઇન રોડ યોગેશ ડેરી ફાર્મમાંથી ગાયનું દૂધ, 80 ફૂટ રોડ પર ભારત ડેરી ફાર્મમાંથી મિક્સ દૂધ, કોઠારીયા મેઇન રોડ પર તિરૂપતી ડેરી ફાર્મમાંથી ભેંસનું દૂધ, બોલબાલા માર્ગ પર સિતારામ ડેરી ફાર્મમાંથી મિક્સ દૂધ, શ્રીનાથજી ડેરી ફાર્મમાંથી મિક્સ દૂધ, શિવમ ડેરી ફાર્મમાંથી મિક્સ દૂધ, હસનવાડીમાં તિરૂપતિ ડેરી ફાર્મમાંથી મિક્સ દૂધ, સહકાર મેઇન રોડ પર અશોક ડેરી ફાર્મમાંથી મિક્સ દૂધ અને નવનીત ડેરી ફાર્મમાંથી ગાયના દૂધનો સેમ્પલ લઇ પરિક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.

ફૂડ વિભાગ દ્વારા વન વીક, વન રોડ ઝુંબેશ અંતર્ગત યાજ્ઞિક રોડ પર મેહુલ કિચન, બાલાજી ઘુઘરા, સની પાજી કા ડાબા, ન્યૂ રાજમંદિર કોલ્ડ્રીક્સ, જય ભવાની વડાપાંઉ, વિક્રમભાઇ ફૂડ ઝોન, શ્રી ચાઇનીઝ, પંજાબી એન્ડ પાઉંભાજી, દીપ સેન્ડવીચ, તિરૂપતિ ફૂડ, ન્યૂ બોમ્બે સ્ટાઇલ ભેળસેળવાળા, ક્રિષ્ના મારવાડી પાણીપુરી અને પ્રજાપતિ ઢોસા ખાતે ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જે અંતર્ગત મળી આવેલો અખાદ્ય ખોરાકના જથ્થાનો નાશ કરાયો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.