Abtak Media Google News

૧૨ વર્ષ પૂર્વે કલેકટર કચેરીમાં તોડફોડના મામલે ધારાસભ્યો સહિત ૧૦ શખ્સો ને ૧-૧ વર્ષની સજા ફટકાટ ‘તી

રાજકોટ કલેકટર કચેરીમાં ૧ર વર્ષ પહેલા તોડફોડ અને નુકશાન કરવાના ગુનામાં સજાના હુકમ સામે ડેરીના ચેરમેન રાણપરીયા અને ભાજપ અગ્રણી ગોરધનભાઇ ધામેલીયાએ સેસન્સ કોર્ટમાં કરેલી અપીલમાં ન્યાયધીશે સજા મોકુફ રાખતો હુકમ કર્યો છે.

વધુ વિગત મુજબ તત્કાલીન કોગીના ધારાસભ્ય કુંવરજીભાઇ બાવળીયાની ધરપકડના વિરોધમાં ધરણા બાદ કલેકટર કચેરીમાં આવેદન પત્ર પાઠવતી વખતે ઓફીસમાં તોડફોડ કરી નુકશાન પહોચાડવાના ગુનામાં ૧૭ર શખ્સો સામે ફરીયાદ નોંધાવી હતી. જે કેસમાં અદાલતે ગોરધનભાઇ ધામેલીયા અને ડેરીના ચેરમેન ગોવિંદભાઇ રાણપરીયા સહીત ૧૦ શખ્સોને ૧-૧ વર્ષની સજા કરી હતી.જે હુકમથી ઉપરોકત બન્ને શખ્સોએ અપીલ કરી હતી.

જયુ. મેજી. રાજપુતમેડમની કોર્ટમાં આવી જતા ૧ર આરોપીને એક એક વર્ષની અને પ૦૦૦ દંડ હુકમ કરતા રાજકીય આગેવાનોમાં સોપો પડી ગયેલ હતો. કેઇસ ચાલતા ૧૦ આરોપીનું અવસાન થયેલ હતું.

આ સજા પામેલ આરોપી પૈકીના ચેરમેન ગોવિંદભાઇ રાણપરીયા તથા ગોરધનભાઇ ધામેલીયાએ અપીલ એડી સેસન્સ જજ પવાર મેડમ માં કરેલી અને જણાવેલ કે બનાવ સ્થળેથી આરોપીની અટક કરવામાં આવેલ નથી. ૧૭ર આરોપીઓમાં

તમામ લોકો માત્ર તેમના ધારાસભ્યની અટકતો વિરોધ કરવા ભેગા થયા હતા જેથી નુકશાન કરવાનો કોઇ સામાન્ય ઇરાદો કોઇ પુરાવો રેકર્ડ ઉપર આવેલ નથી. વિગેરે દલીલો ઘ્યાને લઇને ગોવિંદભાઇ રાણપરીયા અને ગોરધનભાઇ ધામેલીયાની સજા હાલ મોકુફ રાખી આગળની સુનાવણી રાખેલી હતી.

આ કામમાં ગોવિંદ રાણપરીયા અને ગોરધન ધામેલીયા તરફે એડવોકેટ અભય ભારદ્વાજ, તુષાર ગોકાણી, દીલીપ પટેલ, રીપન ગોકાણી, ધીરુભાઇ પીપળીયા અને કલ્પેશ નશીત રોકાયેલ હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.