Abtak Media Google News

ફિલ્મ કેજીએફ-2 ના ગીતને કોંગ્રેસે ભારત જોડો યાત્રામાં ઉપયોગમાં લેતા બેંગલુરૂની સીટી સિવિલ કોર્ટમાં અરજી દાખલ થઈ હતી

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાને મોટો ઝટકો લાગ્યો છે. કર્ણાટકની સીટી સિવિલ કોર્ટે ભારત જોડો યાત્રા અને કર્ણાટક કોંગ્રેસના ટ્વિટર હેન્ડલને અચોક્કસ મુદત પર બ્લોક કરવાનો આદેશ આપ્યો છે. કોર્ટે આ નિર્ણય એમઆરટી મ્યૂઝિક કંપની દ્વારા દર્જ કરવામાં આવેલી ફરિયાદ બાદ નિર્ણય લેવામાં આવેલો છે. જેમાં તેમણે રાહુલ ગાંધી સહિત ત્રણ કોંગ્રેસ નેતાઓ વિરુદ્ધ  કેજીએફ-2ના મ્યૂઝિકનો કથિત રીતે ઉપયોગ કરવા માટે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં કહ્યું હતું કે મ્યૂઝિકનો ઉપયોગ કરીને તેમણે કોપીરાઈટ કાયદાનું ઉલ્લંઘન કર્યું છે.

Advertisement

બેંગલુરૂના યશવંતપુર પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલી એફઆઈઆરમાં મ્યૂઝિક કંપની તરફથી કહેવામાં આવ્યું છે કે કોંગ્રેસના નેતા જયરામ રમશે યાત્રાના બે વિડીયો ટ્વિટ કર્યા હતા જેમાં મંજૂરી વગર કેજીએફ-2ના લોકપ્રિય ગીતનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ભારત જોડો યાત્રા અત્યાર સુધી છ રાજ્યો કેરળ, તામિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેલંગાણામાંથી પસાર થઈ ચૂકી છે.

ઉલ્લેખનીય છે કે ભારત જોડો યાત્રાનો આગામી પડાવ હવે મહારાષ્ટ્રમાં છે. જ્યાં આદિત્ય ઠાકરે રાહુલ ગાંધીના નેતૃત્વમાં ચાલી રહેલી ભારત જોડો યાત્રામાં સામેલ થઈ શકે છે. કોંગ્રેસની ભારત જોડો યાત્રા સોમવારે રાત્રે મહારાષ્ટ્રમાં પ્રવેશી શકે છે. શિવસેનાના નેતા સચિન અહીરે પત્રકારોને જણાવ્યું હતું કે, આદિત્ય ઠાકરે મરાઠવાડા વિસ્તારના પ્રવાસ પર છે અને કોંગ્રેસની યાત્રા પણ આ વિસ્તારમાંથી પસાર થવાની છે. કોંગ્રેસને પણ ખૂબ મોટો ફટકો પડ્યો છે કે બેંગ્લોરની સીટી સિવિલ કોર્ટ દ્વારા કોંગ્રેસના કબૂતરને પિંજરે પૂરી દેવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.