Abtak Media Google News
  • મેઈન્ટેનન્સના  રૂ.23,50,000, જનરેટર, ગાર્ડન સહિતની સુવિધા માટેના વાયદાઓ ફોક નિકળતા કાનૂની લડત આપશે રહેવાસીઓ
  • મુનસ્પેશ એવન્યુના રહેવાસીઓએ તેમને થતી મુશ્કેલી અંગે અબતક મિડીયા હાઉસની મુલાકાતમાં પોતાની વ્યથા ઠાલવી હતી

રાજકોટ ન્યૂઝ :  રાજકોટ શહેરમાં સનસીટી એન્કલેવ પાસે, રામાપીર ચોકડી, 150 ફુટ રીંગ રોડ, ઉપર મુનસ્પેશ એવન્યુના નામથી બહુમાળી બિલ્ડીંગ મેસર્સ મુનસ્પેસ વેન્ચરના નામથી ચાલતી ભાગીદારી પેઢીના ભાગીદારો-ડેવલોપર્સ, જયપ્રકાશ બાલુભાઈ વિઠ્ઠલાણી-જમીન માલીક, વિરલ કિશોરકુમાર શાહ, ભરત અમૃતલાલ ગણાત્રા, કલાબેન ભરતભાઈ ગણાત્રા, વિશાલ જયપ્રકાશ વિઠ્ઠલાણી, ભાર્ગવ જયપ્રકાશ વિઠ્ઠલાણી એ બનાવેલ અને તેનુ રેરામાં રજીસ્ટ્રેશન હોવા છતા રેરાની કાયદાની જોગવાઈઓનો ભંગ કરેલ છે અને બિલ્ડીંગની સફાઈ, પાણી, ઈલેકટ્રીકસીટી, વોચમેન, કોમન સુવિધામાં ક્ષતિ રાખેલ છે, પાણીવેરો, લાઈટબીલ ભરેલ નથી. ફલેટ હોલ્ડરોને વહીવટ સોંપેલ નથી. મેઈન્ટેનન્સની રૂા.23,50,000/- પુરા જેવી રકમ પચાવી પાડેલ છે. તેમજ રેરામાં દર્શાવેલ પ્લાન એસ્ટીમેન્ટ તેમજ સ્પેસીફીકેશન મુજબની સુવિધાઓ પુરી પાડેલ નથી તેમજ  બાંધકામમાં ખુબજ મોટાપાયે ક્ષતિઓ રાખેલ છે. પાર્કીંગની પુરી વ્યવસ્થા કરેલ નથી, જનરેટર આપેલ નથી, વારંવાર શોર્ટસક્રીટ થાય છે, તીરાડો પડેલ છે. કમ્પલીશન સર્ટીફીકેટ આપેલ નથી, ફાયર એન.ઓ.સી. લીધેલ નથી, રેરામાં ખોટા સોગંદનામાઓ રજુ કરેલા છે. થીયેટરમાં પ્રોજેકટર કે સ્ટીરીયો આપેલ નથી. ગેસ લાઈનના તથા પી.જી.વી.સી.એલ. મીટરના રૂા.40,000/- પુરા દરેક ફલેટ માલીક પાસેથી લીધેલ છે પરંતુ પહોંચ આપેલ નથી. સી.સી.ટીવી ફીટ કરેલ નથી. કોમન પ્લોટમાં ગેરકાયદેસર ઓરડીઓ કરેલ છે અને ફલેટ હોલ્ડરોને ધમકી અપાવેલ છે.

ઉપરોકત  બિલ્ડરોએ ફલેટ હોલ્ડરો સાથે છેતરપીડી અને વિશ્વાસઘાત કરી રેરાની જોગવાઈનો ભંગ કરેલ હોય જે અંગે   ફલેટ હોલ્ડરોએ ગાંધીનગર ખાતે રેરાની ઓફીસમાં ફરીયાદ દાખલ કરેલ છે તેમ છતા બિલ્ડરો ધ્વારા ફલેટ માલીકોને કોઈ રાહત મળેલ  નથી ત્યારે આજરોજ મુનસ્પેશ એવન્ુના  ફલેટ હોલ્ડરોના પ્રશ્ર્નોનું  નિરાકરણ  ન આવતા મુનસ્પેશ એવન્યુના   ફલેટ હોલ્ડરોએ અબતક મિડિયા હાઉસની  મુલાકાત લીધી હતી.

ત્યારે  અબતકની મુલાકાતે આવેલા કિશનભાઈ રાજાએ જણાવ્યું હતુ કે અમારા મુનસ્પેશ એવન્યુ ફલેટમાં 15 ફલેટ છે. જેમાંથી 13 ફલેટમાં અમે લોકો રહીએ છીએ બિલ્ડર દ્વારા મેઈનટેનન્સના 2,00,000 અમે આપી દીધેલ છે. મેઈનટેનન્સની કુલ 23,50,000 રકમ અમને બિલ્ડર તરફથી પરત મળેલ નથી. અમે બિલ્ડરને અનેક વખત રજૂઆત કરવા છતાં કોઈ નિવેડો આવેલ નથી બિલ્ડરના કહેવા મુજબ 1 વર્ષ પહેલા  એશોસીએશન બનાવેલ અને છ મહિના પહેલા  બેંક અકાઉન્ટ ખોલાવેલ પરંતુ આજદિન સુધી મેઈનટેનન્સ રૂપીયા  પરત નથી કરેલ  જનરેટર આપવામાં આવશે. પરંતુ આજદિન સુધી જનરેટર આપવામાં આવેલ નથી રેરામાં પણ જનરેટર  આપવાનો  ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અમે લોકોએ રેરામાં ફરિયાદ કરેલ છે. રેરામાં  દર્શાવેલ પ્લાન એસ્ટીમેન્ટ તેમજ સ્પેસીફીકેશન મુજબની સુવિધા પુરી પાડવામાં આવેલ નથી. પાર્કીંગ માટે રૂપીયા લઈ લીધા છે. પરંતુ પૂરતી  પાર્કિંગની વ્યવસ્થા આપવામાં આવી નથી. બિલ્ડીંગમાં  ઈલેકટ્રીકના વાયરો બહાર દેખાય છે.

અત્યાર સુધી અમે ફલેટ ધારકોએ જ કોમનના જેમકે મોટર, પાણી, સહિતના ખર્ચા જાતે ભોગવ્યા છે.મેઈનટેન્સ આપેલ છે તો  ફલેટ ધારકોએ શેના ભરવાના રહે. અમારી પાસે પાર્કિંગના 50,000 જયારે 40,000 રૂપીયા ગેસ, પીજીવીસીએલ માટેના લીધા છે.પરંતુ તેની પાંચ અમોને આપેલ નથી. એલોકેટ પાર્કિંગ નથી. ફાયર સેફટીનું લાયસન્સ રીન્યુ કરવામાં આવ્યું નથી. અમે બિલ્ડર અવાર નવાર રજૂઆત કરેલ પરંતુ ઉકેલ નથી આવ્યો અમારા પ્રશ્ર્નો હલ થાય તેવી અપેક્ષા છે.

અબતક સાથેની વાતચિતમાં મુનસ્પેશ એવન્યુના પ્રમુખ મહેતા વિનોદભાઈએ જણાવ્યું હતુ બિલ્ડરે અમને જણાવ્યું હતુ કે કોમન પ્લોટમાં  ગાર્ડન, પ્લે એરિયા બનાવાશે. પરંતુ અત્યારે કોમન પ્લોટમાં ગેરકાયદેસર ઓરડી બનાવવામાં આવી છે. જેમાં બિલ્ડરનો માલ સામાન ભંગાર રાખવામાં આવેલ છે.

ફલેટ હોલ્ટરો વિનોદભાઈ મહેતા, અમીતભાઈ ચતવાણી, જયેશભાઈ મોકરીયા, મેહુલભાઈ મકવાણા, કિશનભાઈ રાજાએ અબતક મિડિયા હાઉસની મુલાકાત લીધી હતી. ફલેટ હોલ્ડર્સ વતી લીગલ  એડવાયઝર તરીકે ધર્મેશભાઈ સીધ્ધપૂરા રોકાયા છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.