Abtak Media Google News

નેશનલ ન્યૂઝ : વિશ્વની સૌથી મોટી લોકશાહીનું માન ધરાવતા ભારત હવે આર્થિક મહાસત્તા બનવા તરફ ડગ માંડી રહ્યું છે અહીંની શાસન વ્યવસ્થાથી લઇ રાષ્ટ્રીય સુરક્ષા અને સામાજિક સલામતીની વ્યવસ્થા 21મી સદીના વિશ્વના અનેક વિકસિત અને વિકાસશીલ દેશો માટે આદર્શ પ્રેરણા સ્ત્રોત બની રહ્યું છે ત્યારે માર્ગ સલામતી અને અકસ્માત નિવારણ વ્યવસ્થાપન સંગીન હોય તેવી વિશ્વની અપેક્ષા જરા પણ અતિશયોક્તિ ભરી નહીં ગણાય કેન્સર જેવી મહામારી થી પણ વધારે ઝડપથી અને મોટા પ્રમાણમાં માર્ગ અકસ્માતમાં લોકોના જીવ ઓલવાઈ રહ્યા છે તે નક્કર હકીકત પણ 100 એ સ્વીકારવી જોઈએ માર્ગ અકસ્માતમાંવાહનોની બે કાબુ ઝડપ અને ચાલકોની બેદરકારીના કારણે વાહનો વચ્ચેની ટક્કર અને માર્ગ સલામતીના યોગ્ય પગલાંની ઉપેક્ષાને કારણે માર્ગ અકસ્માતો વધુને વધુ  બની રહ્યા છે.

લોકો માર્ગ સલામતીના નિયમોની અવગણના કરતા અને વાહનો સાથે અથડાવાના કારણે અકસ્માતોમાં મૃત્યુની સંખ્યા વધી રહી છે. તમામ રસ્તાઓ આખો દિવસ વ્યસ્ત રહે છે જ્યાં વાહન તેની ઝડપે દોડે છે. આજની દુનિયામાં, લોકો અંગત વાહનો શ વિશેષ ઉપયોગ કરતા થયા છે, જેના કારણે રસ્તાઓ પર ટ્રાફિકની સમસ્યા પહેલા કરતા વધુ વધી રહી છે. આવી સ્થિતિમાં, લોકોએ સલામત ડ્રાઇવિંગ માટે ટ્રાફિક નિયમો અને માર્ગ સલામતીના નિયમોનું કાળજીપૂર્વક પાલન કરવું જરૂરી છે. તો જ માર્ગ અકસ્માતો પર અંકુશ લાવી શકાશે. ત્યારે કાબેલ અને તાલીમ બંધ ડ્રાઇવર જરૂરી છે ડ્રાઇવિંગ લાઇસન્સ માટેના નિયમો નું અચૂક પાલન થકી જ ટ્રેન ડ્રાઈવરોની સંખ્યા વધશે પરંતુ ખાટલે મોટી ખોટ હોય તેમ ડ્રાઇવિંગ લાઇસન્સ  ઇંશ્યુ કરવાની પદ્ધતિ પારદર્શક બનાવવી પડશે જેવી રીતે જન આરોગ્ય ની સલામતી માટે તબીબો ની ડીગ્રી માટે પારદર્શક વ્યવસ્થા રાખવામાં આવી છે આ જ રીતે પ્રત્યેક ડ્રાઇવર ટ્રાફિકના નીતિ નિયમો સલામતી ના પરિમાણો અને વાહન ચલાવવાની પૂરતી કાબેલિયત ધરાવે તેને જ ડ્રાઇવિંગ લાઇસન્સ મળવું જોઈએ અમેરિકા યુરોપ અને ખાસ કરીને અખાતના દેશોમાં ડ્રાઇવિંગ લાઇસન્સ માટેની ટેસ્ટ ખૂબ જ અઘરી રીતે લેવામાં આવે છે

આ લાયસન્સ મેળવનાર ડ્રાઇવર ક્યારેય ગફલતથી વાહન ચલાવી બેદરકારી દાખવી ને કોઈના જીવ લેવા માટે નિમિત બને જ નહીં આ રીતે વિશ્વની સૌથી મોટી લોકશાહીનું માન ધરાવતા ભારતમાં પણ માર્ગ સલામતીની વ્યવસ્થા સંગીત બનાવવા માટે લાયસન્સ માટે કહેવાતા પોપા બાઈ ના રાજ જેવી પરિસ્થિતિ નો અંત લાવવો જોઈએ. રસ્તા પર જેટલા લોકો વાહન ચલાવતા હોય તે તમામ પાસે નિયમ મુજબનું લાઇસન્સ હોય તો અવશ્યપણે માર્ગ અકસ્માતની સંખ્યા ઘટે ઘટે અને ઘટે

દેશમાં સુદ્રઢ માર્ગ સલામતી માટે એ જરૂરી છે કે દરેક વ્યક્તિએ રક્ષણાત્મક ડ્રાઇવિંગ કોર્સ પ્રાપ્ત ડ્રાઇવિંગ સ્કૂલના અધિકૃત પ્રશિક્ષક દ્વારા લેવો આવશ્યક છે. માર્ગ સલામતીના હેતુઓ માટે આ ખૂબ જ મહત્વપૂર્ણ છે. દરેક વ્યક્તિએ વાહન કેવી રીતે ચલાવવુ અથવા રસ્તા પર થતા વિવિધ અકસ્માતો અને જીવનને બચાવવા માટે પોતે જ ઉદ્ભવતી ગંભીર પરિસ્થિતિને કેવી રીતે હેન્ડલ કરવી તે જાણવું જોઈએ

એક મહત્વપૂર્ણ વિષય તરીકે, શાળામાં માર્ગ સલામતીનાં પગલાં ઉમેરવા જોઈએ જેથી વિદ્યાર્થીઓ ડ્રાઇવિંગ કરતા પહેલા જ તેમના પ્રારંભિક સમયમાં તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવી શકે. મોટાભાગના માર્ગ અકસ્માતો વાહનોના સંચાલન વિશેની ખોટી માહિતી અને માર્ગ સલામતીના યોગ્ય પગલાંને કારણે થાય છે.રોડ પર વાહન ચલાવવું દિવસેને દિવસે અસુરક્ષિત બની રહ્યું છે. ઘણી વખત લોકો નિયમિત જાળવણી અને સમારકામ વિના તેમના અંગત વાહનોને લાંબા સમય સુધી રાખે છે, તેથી સમયસર સમારકામ સાથે વાહનોની યોગ્ય કાર્યકારી સ્થિતિની ખાતરી કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ માત્ર વાહનના જીવનને વધારે નથી; તે અકસ્માતો ઘટાડવામાં પણ મદદ કરે છે. ડ્રાઈવરે વાહનની બ્રેક સારી રીતે તપાસવી જોઈએ અને બ્રેક ફેઈલ થવાના ચેતવણી ચિહ્નોથી વાકેફ રહેવું જોઈએ. કોઈપણ પ્રવાસે જતા પહેલા ફર્સ્ટ એઈડ બોક્સ, ઈમરજન્સી સાધનો, યોગ્ય માત્રામાં પેટ્રોલ વગેરે રાખવાની સાથે વાહનની સંપૂર્ણ તપાસ કરવી જોઈએ. પરંતુ આ બધી તકેદારી માટે દરેક ચાલક લાયસન્સ હોલ્ડર હોવો જોઈએ અને આ લાયસન્સમાં પણ ક્યાંય બાંધછોડ કરીને અયોગ્ય વ્યક્તિને લાયસન્સ ન મળે તેવી વ્યવસ્થા થશે ત્યારે અવશ્યપણે માર્ગ સલામતી નો સાચો માહોલ ઊભો થશે

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.