Abtak Media Google News

રતનપર ખાતે ગાયત્રીધામ ગૌ સેવા આશ્રમ (ગૌશાળા) ખાતે ગાયત્રી ઉપાસક, ભાગવત કથાકાર અરવિંદભાઈ પંડયા અને તેના સુપુત્ર સંદીપભાઈ પંડયા દ્વારા ૨૫૦ જેટલી ગૌમાતા, ગૌવંશનો સુંદર નિભાવ થઈ રહયો છે. આ ગૌશાળામાં ગૌમાતાને રહેવા માટે ગમાણની જરૂર ઉભી થતાં કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ-એનીમલ ટ્રસ્ટ-એનીમલ હેલ્પલાઈન, રાજકોટના ગૌવતી શુભેચ્છક અને પેઢીઓથી જીવદયા-ગૌસેવાનું સુંદર કાર્ય વિદેશની ધરતી પરથી પણ સતત કરી રહેલા આશાબેન નથવાણી (લેસ્ટર, યુ.કે.)ના ધ્યાનમાં આ વાત મુકાઈ હતી. તેમના સંપર્કો અને સંબંધોથી ગોકાણી પરીવારની પુત્રી ભાવનાબેન તથા ઈલાબેન તથા હાના અને શાન તથા ગોકાણી પરીવાર (લેસ્ટર, યુ.કે.)ના સંપૂર્ણ આર્થિક સહયોગથી નવી સુંદર ગમાણ વિઠ્ઠલદાસ પુરૂષોતમદાસ ગોકાણી અને સવીતાબેન વિઠ્ઠલદાસ ગોકાણીના સ્મરણાર્થે નવો, સુંદર, વિશાળ ગમાણ બનાવી આપવામાં આવ્યો. ભાવનાબેન, ઈલાબેન તથા હાના અને શાન ગોકાણી તથા ગોકાણી પરીવાર (લેસ્ટર, યુ.કે.) પરીવારના આ ગૌસેવા સુંદર સત્કાર્ય બદલ ગાયત્રી ગૌસેવા આશ્રમ ગૌશાળાના અરવિંદભાઈ પંડયા, સંદીપભાઈ પંડયા તેમજ કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ-એનીમલ હેલ્પલાઈનના આશાબેન નથવાણી, મિતલ ખેતાણી, પ્રતિક સંઘાણી સહીતનાઓએ ઋણ સ્વીકારની લાગણી વ્યકત કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.