Abtak Media Google News

રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં આગામી સોમવારથી ક્રિકેટ ફીવર છવાશે. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશનના ખંઢેરી સ્થિત ક્રિકેટ સ્ટેડિયમ ખાતે આગામી 27મી સપ્ટેમ્બરના રોજ રમાનારા ત્રણ વનડે મેચની શ્રેણીના ત્રીજા અને  અંતિમ વનડે મેચ માટે ભારત અને  ઓસ્ટ્રેલીયાની ટીમનું  ચાર્ટર પ્લેન મારફત રાજકોટમાં આગમન થશે બંને ટીમો ચાર દિવસ સુધી રાજકોટમાં રોકાણ કરશે ગુરૂવારે  બંને ટીમો રાજકોટથી રવાના  થશે.

બંને ટીમો ચાર દિવસ રાજકોટમાં રોકાશે

આઈસીસી ક્રિકેટ વર્લ્ડકપના મેચ માટે  શોર્ટ લીસ્ટ  કરાયેલા  શહેરોમાં  રાજકોટનું નામ હોવા છતાં વર્લ્ડકપનો એક પણ મેચ રાજકોટને ફાળવવામા  ન આવતા  સૌરાષ્ટ્રના ક્રિકેટ પ્રેમીઓમાં ભારે   નિરાશા  વ્યાપી જવા પામી હતી. દરમિયાન વર્લ્ડ કપ પૂર્વે રમાનારી ઓસ્ટ્રેલીયા સામેની વનડે શ્રેણીનો એક મેચ રાજકોટને ફાળવવામાં આવ્યો છે. ગઈૅકાલથી વનડે શ્રેણીનો  આજથી આરંભ થઈ રહ્યો છે.શુક્રવારે મોહાલી ખાતે પ્રથમ વનડે રમાયો હતો. જેમાં ભારતની જીત થવા પામી છે. જયારે શ્રેણીનો  બીજો વનડે  કાલે રવિવારે ઈન્દોર ખાતે રમાશે આ મેચ પૂર્ણ થયા બાદ સોમવારે બપોરે 2.30 કલાકે બંને ટીમોનું ચાર્ટર  પ્લેનમાં  રાજકોટ ખાતે આગમન થશે. રેસકોર્સ  પાસેનું જુનું એરપોર્ટ બંધ કરી  દેવામાં આવ્યું હોય બંને ટીમો હીરાસર સ્થિત રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાતે ઉતરાણ કરશે જયાંથી બાયરોડ રાજકોટ આવી પહોચશે.

મંગળવારે બંને ટીમો કરશે નેટ પ્રેકટીસ, બુધવારે ખંઢેરીમાં ત્રીજો વનડે મેચ રમાશે

ટીમ ઈન્ડિયાને કાલાવાડ રોડ સ્થિત  હોટલ સયાજીમાં ઉતારો આપવામાં આવ્યો છે.  જયારે ઓસ્ટ્રેલીયાની ટીમ 150 ફૂટ રીંગરોડ સ્થિત હોટલ ફોર્ચ્યુન ખાતે રોકાશે. સુકાની  રોહિત શર્મા ઉપરાંત વિરાટ કોહલી માટે હોટલ સયાજી ખાતે ખાસ સ્યુટ તૈયાર કરવામાં આવ્યો છે. જયારે ઓસી સુકાની પેટ કમિન્સ માટે પણ હોટલ ફોચ્યુનમાં ખાસ રૂમ તૈયાર  કરવામાંઆવ્યો છે. બંને ટીમોનાં ખેલાડીઓની શાનદાર આગતા સ્વાગતા  માટે હોટલ દ્વારા ખાસ તૈયારી કરવામાં આવી છે. સોમવારે બપોરે રાજકોટ  આવ્યા બાદ બંને ટીમોના  ખેલાડીઓ હોટલ ખાતે   આરામ ફરમાવશે.મંગળવારે બંને ટીમો અલગ અલગ સમયે નેટ પ્રેકટીસ કરશે ઓકટોબરથી આઈસીસી ક્રિકેટ વર્લ્ડકપનો આરંભ થઈ રહ્યો છે.

ત્યારે   આ વનડે શ્રેણી બંને ટીમો માટે ખૂબજ અગત્ય પૂર્ણ નિવડશે તાજેતરમાં  એશિયા કપમાં ચેમ્પીયન બનેલી ટીમ ઈન્ડીયાનો ઉત્સાહ હાલ સાતમાં આસમાને છે. જોકે પ્રથમ બે વનડેમાં સુકાની  રોહિત શર્મા અને વિરાટ કોહલી  સહિત ચાર ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે.રાજકોટ ખાતે રમાનારી ત્રીજી વનડેમાં રોહીત-કોહલી સહિતના સ્ટાર ખેલાડીઓની વાપસી  થઈ જશે. વર્લ્ડકપ પૂર્વ ભારત પોતાની  બેન્ચ સ્ટ્રેન્થને ચકાસી લેશે સ્ટાર ખેલાડીઓની ગેરહાજરીમાં  પણ ભારતીય ટીમ ઘર આંગણે રમાનારી વનડે શ્રેણી માટે હોટ ફેવરીટ મનાય રહી છે.

આવતા સપ્તાહના આરંભથી રાજકોટમાં જબરજસ્ત ક્રિકેટ  ફીવર છવાશે ભારત અને ઓસ્ટ્રેલીયાની ટીમ ચાર દિવસ સુધી રાજકોટમાં રોકાવાની હોય ક્રિકેટ પ્રેમીઓમાં જબરદસ્ત  ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

રાજકોટ વનડે માટે ભારતીય ટીમ

રોહિત શર્મા (કેપ્ટન),  હાર્દિક પંડયા (વા. કેપ્ટન),  વિરાટ કોહલી,  શુભમન ગીલ,  શ્રેયસ અય્યર,  સૂર્યકુમાર યાદવ,  કે.એલ. રાહુલ,  ઈશાન કિશન, રવિન્દ્ર જાડેજા,  શાર્દુલ ઠાકુર, અક્ષર પટેલ,  વોશિંગ્ટન સુંદર,  કુલદીપ યાદવ, આર. અશ્ર્વીન, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ, મોહમ્મદ  શામી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.