Abtak Media Google News

ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ 3 મેચની વનડે સિરીઝની બીજી મેચ ઈન્દોરમાં રમાઈ હતી જેમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 99 રને હરાવી મેચ અને સીરિઝ બંને જીતી લીધી હતી. શુભમન ગિલ અને શ્રેયસ અય્યરની સદી બાદ અશ્વિન ને જાડેજાની બોલિંગમાં ઓસ્ટ્રેલિયન ટીમ ટકી શકી નહીં. આ પહેલા ભારતે મોહાલીમાં રમાયેલી પ્રથમ વનડે 5 વિકેટે જીતી હતી. સીરિઝની ભારત ત્રીજી અને અંતિમ મેચ રાજકોટમાં 27 તારીખે રમાશે. ત્યારે વિશ્વકપ માટે ટીમ સિલેક્ટરો સામે મોટો પડકાર ઊભો થયો છે.

બુધવારે રાજકોટ ખાતે સિરીઝનો છેલ્લો મેચ રમાશે : ક્રિકેટ રસિકોમાં અનેરો ઉત્સાહ

બીજી મેચ ઈન્દોરના હોલકલર સ્ટેડિયમમાં રમાઈ હતી. ત્યારે બીજા વનડેમાં ઓસ્ટ્રેલિયાની ટીમનુ સુકાન સ્ટીવ સ્મિથ સંભાળ્યું હતું. સ્મિથે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિણર્ય લીધો હતો.   બેટીંગમાં આવેલા  શુભમન ગિલ, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ અને સૂર્યકુમાર યાદવે આક્રમક અંદાજ દાખવ્યો હતો અને  નિર્ધારિત 50 ઓવરમાં ભારતે 5 વિકેટ ગુમાવીને 399 રન નોંધાવ્યા હતા. અય્યર અને ગિલે શાનદાર બેટિંગ કરતા સદી નોંધાવી હતી. બંનેએ ચોગ્ગા અને છગ્ગા વાળી બેટિંગ કરીને ઓસ્ટ્રેલિન બોલર્સની ખબર લઈ નાંખી હતી. ઈંદોરની બેટિંગ પીચનો પૂરો લાભ ઉઠાવતા ભારતીય બેટર્સે મોટો સ્કોર ઓસ્ટ્રેલિયા સામે ખડકી દીધો હતો.

400 રનના લક્ષ્યાંક નો પીછો કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયા ટીમને વરસાદ નડ્યો હતો અને મેચ ડીએલએસ મેથડ મુજબ 33 ઓવરનો નિર્ધારિત કરી 317 રન જીતવાનો લક્ષ્યાંક આપ્યો હતો. ડેવિડ વોર્નર બાદ લબુસેનની રમત જોવા મળી હતી અને અંતે જોજ હેઝલ વુડ અને એબોટની અર્ધશદીની મદદથી ઓસ્ટ્રેલિયા નિર્ધારિત લક્ષ્યાંક ની નજીક પહોંચ્યું હતું.

ભારત તરફથી અશ્વિન-જાડેજાએ 3-3 વિકેટ, જ્યારે પ્રસિદ્ધ કૃષ્ણાએ 2 અને શમીએ 1 વિકેટ ઝડપી. બીજા વન્ડેમાં ફાસ્ટ બોલરોઉ પ્રદર્શન નબળુ રહ્યું હતું.

ભારત અને ઓસ્ટ્રેલિયા ની ટીમ આવી પહોંચી રાજકોટ

ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ વન-ડે મેચની સીરીઝનો છેલ્લો મેચ તારીખ 27 રાજકોટ ખાતે રમાશે જે મેચ માટે ભારત અને ઓસ્ટ્રેલિયા આજે બપોરે 3:15 વાગ્યે રાજકોટ ખાતે આવી પહોંચશે. ભારતીય ટીમ રાજકોટની સયાજી હોટલ ખાતે ઉતરશે જ્યારે ઓસ્ટ્રેલિયાની ટીમ ફોચ્ર્યુન ખાતે રહેશે. ભારતીય ટીમના સુકાની રોહિત શર્મા આવતીકાલ એટલે કે તારીખ 26 ના બપોરે 12:30 વાગ્યે જ્યારે વિરાટ કોહલી આવતીકાલે સવારે આ સાડા આઠ વાગ્યે રાજકોટ આવી પહોંચશે.

વન-ડેમાં ઓસ્ટ્રેલિયા સામે ભારતે સર્વાધિક 399 રન બનાવી રેકોર્ડ સર્જીયો : સૌથી વધુ 3000 છગ્ગા ફટકારનાર ભારત બની પ્રથમ ટીમ

ઓસ્ટ્રેલિયા સીરિઝ ભારત માટે ખૂબ મહત્વપૂર્ણ સાબિત થાય છે કારણ કે ત્રણ વનડેમાં ભારતીય મારા અનેક નવા રેકોર્ડ સ્થાપિત કર્યા છે. ભારતે વન-ડેમાં ઓસ્ટ્રેલિયા સામે સર્વાધિક 399 રન બનાવી રેકોર્ડ બનાવ્યો છે એટલું જ નહીં વન-ડે ઇતિહાસમાં 3000 છગ્ગા ફટકારનાર ભારતની ટીમ અન્ય ટીમોની સરખામણીમાં પ્રથમ ક્રમે આવી પહોંચી છે.

સૂર્યકુમાર યાદવે એકજ ઓવરમાં 4 છગ્ગા ફટકાર્યા

સૂર્યાએ પણ સળંગ ચાર છગ્ગા ફટકારીને ઈંદોરમાં તોફાન મચાવી દીધુ હતુ. ભારતીય બેટિંગ ઈનીંગની 44મી ઓવર લઈને કેમરન ગ્રીન આવ્યો હતો. ગ્રીનની ઓવરમાં સૂર્યકુમાર યાદવે શરુઆતના ચારેય બોલ પર સળંગ છગ્ગા ફટકાર્યા હતા. પ્રથમ છગ્ગો ડીપ બેકવર્ડ સ્ક્વેર લેગ પર, બીજો છગ્ગો ફાઈન લેગ પર, ત્રીજો છગ્ગો ડીપ એક્સ્ટ્રા કવર પર અને ચોથો છગ્ગો ડીપ મિડ વિકેટ પર ફટકાર્યો હતો. પાંચમા બોલ પર સૂર્યાએ સિંગલ રન લીધો હતો. જે ફુલ પર ફ્લીક કરીને સિંગલ લીધો હતો.

ખંઢેરી ખાતે ઓસ્ટ્રેલિયા અને ભારત કાલેકરશે પ્રેક્ટિસ

તારીખ 27 ના રોજ રાજકોટ ખાતે સીરીઝનો અંતિમ વન-ડે રમાશે ત્યારે ભારત પાસે આ મેચ જીતી 30 થી ક્લીન સ્વીપ કરવાનો મોકો છે જેના માટે ભારતીય ટીમ આવતીકાલે સાંજે 5 થી 8:00 વાગ્યા સુધી પ્રેક્ટિસ કરશે. બપોરે 1 વાગ્યાથી સાંજના પાંચ વાગ્યા સુધી ઓસ્ટ્રેલિયા ટીમ પ્રેક્ટિસ કરી છેલ્લો મેચ જીતવાનો પ્રયત્ન કરશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.