Abtak Media Google News
પૂર્વ ક્રિકેટર સનથ જ્ય સૂર્યાએ ભારતના એલચી ગોપાલ બંગલે ને રૂબરૂ મળી દ્વીપ રાષ્ટ્રમાં ઉભી થયેલી જીવન જરૂરી ચીજવસ્તુ – દવાઓની અછતમાં મદદરૂપ થવા કરી અપીલ

રાવણ ની સોનાની લંકા કરજમાં ડૂબી ને “કથીર” ની બની ગઈ હોય તેવી પરિસ્થિતિમાં કોરોના ની આર્થિક મંદી અને ચીનના કરજ અને વ્યાજ ના બોજ હેઠળ દબાઇ ને શ્રીલંકાની આર્થિક કટોકટી દિવસે દિવસે કથળતી જાય છે, પડ્યા પર પાટું ની જેમ આર્થિક મંદી વચ્ચે શ્રીલંકામાં પ્રમુખ ગોતાબાયા રાજપક્ષે અને વડાપ્રધાન મહિન્દ્રારાજપક્ષે સામે લોકો રસ્તા પર આવી ગયા છે.

આર્થિક અને રાજકીય અસ્થિરતા વચ્ચે ગઈકાલે શ્રીલંકાના પૂર્વ ક્રિકેટર સનથ જયસૂર્યાએ શ્રીલંકામાં ભારતના એલચી ગોપાલબાગલે ને રૂબરૂ મળી શ્રીલંકાની મદદરૂપ થવા ભારતની મદદ માટે રીતસરની આજીજી કરી હતી, સનથ જયસૂર્યાએ ખુંટી પડેલી જીવન જરૂરી ચીજવસ્તુઓ માં ખાસ કરીને દવાઓ માટે ભારતને મદદરૂપ થવા અપીલ કરી હતી, ક્રિકેટના મેદાન ઉપર દેશ માટે અને ખેતીમાં સર્જનાર સૂર્યા એ રાષ્ટ્રની થયેલી પરિસ્થિતિમાં દેશને બધું થવા રસ દાખવી આર્થિક કટોકટીમાંથી ઉગારવા ભારતને અપીલ કરી છે, ગયા મહિને જ જયસૂર્યાએ મોટાભાઈ જેવાભારત ને મદદરૂપ થવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ને રજૂઆત કરી હતી.

શ્રીલંકા મા અત્યારે આઝાદી પછી અભૂતપૂર્વ આર્થિક રાજકીય કટોકટી પ્રવર્તી રહી છે, કોરોના પછી મંદી અને આર્થિક કટોકટીમાં ગરકાવ શ્રીલંકા માટે તાજેતરમાં જ વિશ્વ બેંકે 600 મિલિયન અમેરિકન ડોલર ની આર્થિક સહાયની જાહેરાત કરી હતી ,”એક સાંધે ત્યાં તેર તૂટે” જેવી પરિસ્થિતિમાં આર્થિક કટોકટીમાં ઘેરાયેલા લંકા માટે હવે ભારત એકમાત્ર આશાનું કિરણ છે ત્યારે પૂર્વ ક્રિકેટર એ ભારતને મદદરૂપ થવા આજીજી કરી છે

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.