Abtak Media Google News

તેલ, ઘી, મસાલા, આઈસ્ક્રીમ થાબડી અને વિટામિન સી ટેબ્લેટ સહિતની પ્રોડક્ટ મિસ બ્રાન્ડ જાહેર થતા દંડનીય કાર્યવાહી

જિલ્લામાં વેચાતી તેલ, ઘી, મસાલા, આઈસ્ક્રીમ થાબડી અને વિટામિન સી ટેબ્લેટ સહિતની 9 પ્રોડક્ટ મિસ બ્રાન્ડ જાહેર થતા અધિક જિલ્લા કલેક્ટર કેતન ઠક્કર દ્વારા ફૂડ સેફટી એકટ અંતર્ગત આકરી કાર્યવાહી કરી આ પેઢીઓને કુલ રૂ. 13.70 લાખનો દંડ ફટકાર્યો છે.

ગોંડલની જામવાડી જીઆઇડીસીમાં જીતેન્દ્રભાઈ ભેંસદડીયાને ત્યાં ધાણાજીરું લુઝ પાવડરમાં એડેડ કલરિંગ મેટર એબ્સન્ટ હોવું જોઈએ જેને બદલે ટુરમેરિક ઇઝ ડિટેકટિવ આવેલ છે. એ બદલ તેઓને રૂ. 20 હજારનો દંડ ફટકારવામાં આવેલ છે.

કોટડાસાંગાણી તાલુકામાં શાપર વેરાવળમાં પંકજભાઇ ગોવિંદભાઈ જોગાણીના મેક્સ માર્કેટિંગમાં ચોકલેટમાં આઈએનએસ નંબર મેનશન ન કરતા તેઓને રૂ. 30 હજારનો દંડ ફટકારવામાં આવેલ છે.

કોટડા સાંગાણીના અરડોઇ ખાતે હિતેશભાઈ કોરાટની વી.કે. સ્પાઇસીસ ઇન્ડ. પ્રા.લી.માં ધાણા જીરું પાવડર મિસ બ્રાન્ડ થતા રૂ. 25 હજારનો દંડ, નવાગામમાં હીરાભાઈ પોપટની મેં.અંજલિ એન્ટરપ્રાઈઝ અને છત્રાલમાં જિગરકુમાર પટેલની મે. સ્વાગત પ્રોડક્ટની સહકાર ઘીમાં ટીએલસી ટેસ્ટ ફોર ફોરેન ફેટ એબ્સન્ટ હોવું જોઈએ જેને બદલે પોઝિટિવ આવતા રૂ. 40 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે.

જસદણમાં સતાણી મધુભાઈની મહેશ્વર ઓઇલ ઇન્ડસ્ટ્રીઝમાં કપાસિયા તેલમાં નેમ ઓફ ધ ફૂડ અંગ્રેજી તથા હિન્દીમાં હોવું જોઈએ જે માત્ર ગુજરાતી ભાષામાં જ દર્શાવેલ હોય તેને રૂ. 1.50 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. જ્યારે જસદણમાં જીવણભાઈ રામાણીની મુરલીધર પ્રોવિઝન સ્ટોરમાં કૈલાશપતિ મસ્ટર્ડ ઓઇલમાં બી.આર. રીડિંગ 40 સે.એ 58થી 60.5 હોવું જોઈએ. જે 61.2 આવેલ હોય જ્યારે સ્પોનીફિકેશન વેલ્યુ 168થી 177 હોવું જોઈએ જે 182 આવેલ છે. જે બદલ રૂ. 4.40 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.

શાપરમાં નિલેશભાઈ ચંદારાણાની રિમેમ્બર ઇન્ડિયા મેડીકોસ પ્રા.લી. વીસી ફેર નેચરલ, વિટામિન સી ટેબમાં મિસ બ્રાન્ડ આવતા રૂ. 2.65 લાખનો દંડ ફટકારવામાં આવેલ છે. આ સાથે તેમની વીસી પિલ ઓરેન્જ ફ્લેવર પણ મિસ બ્રાન્ડ થતા તેનો પણ 2.65 લાખ દંડ ફટકારવામાં આવેલ છે. મોરબી રોડ ઉપર મુકેશ લિંબાસિયાની ફિનિક્સ એજન્સીમાં આઈસ્ક્રીમ થાબડીમાં સૂકો, સ્વચ્છ , ગંધવાસ ભેજ રહિત જણાતા તેને રૂ. 1.35 લાખનો દંડ ફટકારવામાં આવેલ છે.

આમ કુલ 9 કેસમાં રૂ. 13.70 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.