Abtak Media Google News

મુંબઈ ઈન્ડિયન્સની બાજી હાથમાંથી જતી જોઈ હાર્દિક અને કેરોન પોલાર્ડે ટીમને ૩૭ રને વિજય અપાવ્યો

૨૦૧૯ આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નઈ સુપરકિંગ્સ વચ્ચેનો મેચ ખુબ જ રસપ્રદ રહ્યો હતો અન્ય રમતોની સરખામણીમાં ક્રિકેટ એકમાત્ર એવી રમત છે કે જે માનસિકતાથી રમાઈ છે. વાત કરવામાં આવે અન્ય રમતો જેવી કે હોકી, ફુટબોલ, લોન ટેનિસ જેવી અનેક રમતો શારીરિક શ્રમથી રમાવવામાં આવતી હોય છે જયારે ક્રિકેટ એકમાત્ર એવી રમત છે કે જે માનસિકતાથી રમાય છે ત્યારે આઈપીએલ-૨૦૧૯નો મુંબઈ અને ચેન્નઈ વચ્ચેનો મેચ ખુબ જ રસપ્રદ રહ્યો હતો અને કહેવામાં આવે છે કે આ બંને ટીમ ખુબ જ સક્ષમ અને એકબીજાની પ્રતિઘ્વંદી છે.

આંકડાકિય માહિતી ઉપર જો નજર કરવામાં આવે તો ચેન્નઈ અને મુંબઈ વચ્ચે જે મેચ રમાયા છે તેમાં સૌથી વધુ જીત મુંબઈ ઈન્ડિયન્સને મળી છે ત્યારે મુંબઈ આઈપીએલમાં ૧૦૦ મેચ જીતનારી પ્રથમ ટીમ પણ બની છે. ૧૭૧ રનનો પીછો કરતાં ચેન્નઈ સુપર કિંગ્સે ૫ ઓવરના અંતે ૩ વિકેટ ગુમાવી ૩૩ રન કર્યા હતા જેમાં કેદાર જાદવ ૧૦ અને એમ.એસ.ધોની શૂન્ય રને રમી રહ્યો હતો જેમાં સુરેશ રૈના ૧૫ બોલમાં ૧૬ રન કરી આઉટ થયો હતો.

આ મેચમાં હીરો તરીકે પોતાની છબી પ્રાપ્ત કરનાર કેરોન પોલાર્ડ અને હાર્દિક પંડયા પોતાની સુઝ-બુઝ ભરી રમતથી જે પહેલા લાગી રહ્યું હતું કે, મુંબઈ ઈન્ડિયન્સ પોતે મેચ હારી જશે ત્યારે આ બંને ખેલાડીઓએ ટીમને ૧૭૦ રન સુધી પહોંચાડવામાં મદદ કરી હતી જે એક સમયે લાગતું હતું કે, ટીમ ૧૪૦ રનમાં સીમીત થઈ જશે. જયારે ચેન્નઈ સુપર કિંગ્સ બેટીંગ પર આવ્યું ત્યારે કેરોન પોલાર્ડ દ્વારા બે મહત્વપૂર્ણ કેચ કરવામાં આવ્યા હતા અને સાથોસાથ હાર્દિક પંડયા દ્વારા ૩ વિકેટ ઝડપી હતી ત્યારે આ મેચમાં બીગ શો મેન તરીકે હાર્દિક પંડયા પ્રસ્થાપિત થયો હતો. હાર્દિક અને પોલાર્ડની મેન્ટલ ગેમના કારણે ચેન્નઈ સુપર કિંગ્સ ઝુકી ગયું હતું અને૩૭ રને પરાજય પ્રાપ્ત થયો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.