Abtak Media Google News

ઓપરેશન જવેલર્સ

11મીથી શરૂ થયેલું સર્ચ ઓપરેશન આજ સાંજ સુધીમાં પૂર્ણ કરવા તાકીદ

સતત પાંચ દિવસથી રાજકોટ, જૂનાગઢ સહિત અમદાવાદ અને કલકત્તામાં ખ્યાતનામ જવેલર્સને ત્યા ઇન્કમટેક્સ વિભાગની તપાસ ચાલી રહી છે એટલું જ નહીં આ પાંચ દિવસના સમયગાળામાં આ તમામ ખ્યાતનામ જ્વેલર્સ પાસેથી અબજોના બે નંબરના વ્યવહારોની સાથે કરોડોની રોકડ અને જ્વેલરી મળી આવી છે. એટલું જ નહીં કેન્દ્રથી આ સર ચોપરેશનમાં પ્રેશર આવતા આ કામગીરીને આજના દિવસમાં જ પૂર્ણ કરવા તાકીદ કરવામાં આવી છે. 10થી વધુ જેટલા સીલ કરાયેલા લોકર આજે ખોલવામાં આવ્યા છે. વેલ્યુઅરો દ્વારા સોનાની આકારણી કરવામાં આવી રહી છે. આ આઇટી રેડને ચાલુ નાણાંકીય વર્ષની સૌથી મોટી કાર્યવાહી માનવામાં આવી રહી છે.

રાજકોટમાં ઇન્કમ ટેક્સ વિભાગે તવાઇ બોલાવી છે. જવેલર્સના 28 ઠેકાણાઓ પર તપાસ કાર્યવાહી ચાલી રહી છે. આવકવેરાની ઈન્વેસ્ટગેશન વિંગ દ્વારા ગત મંગળવારથી રાજકોટના ખ્યાતનામ જેવલર્સને ત્યાં આવકવેરા વિભાગની તપાસ ચાલી રહી છે. કરોડોની રોકડ અને ખુબજ મોટા પ્રમાણમાં શંકાસ્પદ વ્યવહારોના દસ્તાવેજો મળ્યા છે. આવકવેરાના અધિકારીઓ દ્વારા શોરૂમમાં રહેલા સોનાના સ્ટોકની ગણતરી કરવામાં આવી રહી છે. આવકવેરાના અધિકારીઓ દ્વારા શો-રૂમમાં રહેલ સોનાના સ્ટોકની ગણતરી કરવામા આવી રહી છે. સર્ચ ઓપરેશનનો પ્રાથમિક તપાસ રીપોર્ટ અમદાવાદ ડીજીઆઈટીને મોકલી આપવામા આવ્યો છે. પરંતુ ચોકાવનારી વાત તો એ છે કે કલકત્તામાં જેસર ઓપરેશનમાં જે બેનામી વ્યવહારોને રોકડ મળી આવી છે તે અંગેનો રિપોર્ટ હજુ રાજકોટને મળ્યો નથી.

એટલું જ નહીં આ સર્ચ ચોપરેશનની તપાસ માત્ર જ્વેલર્સ અથવા તો તેમના ભાગીદારો પૂરતી જ નહીં પરંતુ તેમને ત્યાં કામ કરતા અંગત કર્મચારીઓના ઘર સુધી પહોંચી હતી. આવકવેરા વિભાગના સંપર્ક સૂત્રએ જણાવ્યું હતું કે, આ સર્ચ ધીમી ગતિએ આગળ વધી

થઈ હતી પરંતુ કેન્દ્ર અને બોર્ડ તરફથી જે સૂચનો સામે આવ્યા છે અને જે પ્રેશર ઉભું થયું છે તેને ધ્યાને આ સરચ ઓપરેશનને કોઈપણ સંજોગે આજે પૂર્ણ કરવામાં આવશે. જે જ્વેલર્સ ઉપર તવાઈ બોલાવવામાં આવી છે તેઓએ ખૂબ મોટા પ્રમાણમાં બેનામી વ્યવહારો કરેલા છે અને તેની કડી ધીમે ધીમે સામે આવે છે.

સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસના ચેરમેન અમદાવાદ ખાતે આવી પહોંચ્યા

છેલ્લા પાંચ દિવસથી ચાલતી જ્વેલર્સ ઉપર ની ચર્ચની કામગીરીને ધ્યાને લઈ આવકવેરા વિભાગના અધિકારીઓ ઉપર પ્રેશર પણ વધ્યું છે ત્યારે આ વાતની ગંભીરતાને ધ્યાને લઇ સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ ના ચેરમેન અમદાવાદ ખાતે આવી પહોંચ્યા છે જે અનેક તર્ક વિતર્ક સર્જે છે. આ સમયગાળામાં સીબીડીટીના ચેરમેન અમદાવાદ આવતા ઘણા ખરા પ્રશ્નો પણ ઉદભવિત થઈ રહ્યો છે. ત્યારે જ્વેલર્સ ઉપરનું સર્ચ ઓપરેશન આજના દિવસમાં પૂર્ણ કરવા અધિકારીઓને સૂચિત પણ કરવામાં આવ્યા છે.

12 થી 13 સ્થળો પર સર્ચ ઓપરેશન પૂર્ણ: બાકી રેતી જગ્યાઓ પર આજે સર્ચ પૂર્ણ કરવામાં આવશે

મંગળવાર 11 જુલાઈથી શરૂ થયેલી આસર ચોપરેશનમાં કુલ 31 જગ્યાઓ ઉપર આવકવેરા વિભાગે દરોડા પાડ્યા હતા પરંતુ હાલ જે રીતે આજના દિવસમાં સર્ચ પૂર્ણ કરવા માટે જે તાકીદ કરવામાં આવી છે તેને ધ્યાને લઇ અત્યાર સુધીમાં 12 થી 13 સ્થળો ઉપર આસર ચોપરેશન પૂર્ણ થઈ ગયું છે ત્યારે બાકી રહેતી પ્રીમયસીસ ઉપર આજના દિવસે જ આ સર્ચ પૂર્ણ કરવામાં આવશે તે અંગે અધિકારીઓને સૂચિત પણ કરવામાં આવ્યા છે. પરિણામ સ્વરૂપે બાકી રહેતી સર્ચની કામગીરીને તીવ્ર કરી દેવામાં આવી છે જેથી આજના દિવસના અંત સુધીમાં સર્ચ ચોપરેશન પૂર્ણ થઈ શકે.

સ્ટોકનું વેલ્યુએશન પૂર્ણ  કરાયું

રાજકોટ જુનાગઢ સહિતના જ્વેલર્સ ઉપર જે સર્ચ ઓપરેશન આવકવેરા વિભાગ દ્વારા હાથ ધરવામાં આવ્યું છે તેમાં અનેક નવા ખુલાસાઓ થવાની શક્યતા છે.  હાલ આવકવેરા વિભાગ દ્વારા  સ્ટોકનું વેરિફિકેશનની જે કામગીરી હાથ ધરવામાં આવી હતી તર કામગીરી પૂર્ણ કરી દેવાઈ છે. ત્યારે હવે માત્ર જે ડિજિટલ ડેટા વિવિધ સ્થળો થી મેળવવાના બાકી રહ્યા છે તેને એકત્રિત કરવાના છે તે જ બાકી છે જે આજ સાંજ સુધીમાં પૂર્ણ થઈ જશે તેવું હાલ ચિત્ર સામે આવી રહ્યું છે. ફિઝિકલ સ્ટોકને બુક્સ ઓફ અકાઉન્ટમાં સાથે મેળવવામાં આવ્યા હતા. જેમાં ઘણી ગેરરીતિ થઇ હોવાનું સામે આવ્યું છે. એટલુંજ નહીં શોરૂમમાં જે નોંધાયેલો સ્ટોક છે તેને પહેલા મેળવવામાં આવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.