Abtak Media Google News

સુરત સમાચાર

દિવાળીના પાવન પર્વની આજથી શરૂઆત થઇ ગઈ છે. જેમાં આજે ધનતેરસ છે. દિવાળીના બે દિવસ પહેલા ધનતેરસનું ઘણું મહત્વ છે.સુરતમાં વહેલી સવારથી સોના – ચાંદીની દુકાને ગ્રાહકોની ભીડ જોવા મળી રહી છે.લોકો સોના અને ચાંદીની ખરીદી કરી લક્ષ્મીજીની પૂજા કરી ધનતેરસ પર્વની ઉજવણી કરશે.ધનતેરસના દિવસે લોકો પોતાની ક્ષમતા અનુસાર ઘર, વાહન, ઘરેણા, વાસણ, ઇલેક્ટ્રોનિક્સ સામાન વગેરેની ખરીદી કરે છે.

ધનતેરસ પર ખરીદી વિશે એવી માન્યતા છે કે આ દિવસે અમુક ખરીદીથી મિલકતમાં તેર ગણો વધારો થાય છે. લોકો આ દિવસે ખૂબ જ ખરીદી કરે છે.હિંદુ ધર્મમાં સોનું, પીતળ, ચાંદી વગેરે જેવી ધાતુઓને ખૂબ જ શુદ્ધ માનવામાં આવે છે.ત્યારે સુરતમાં આજે વહેલી સવારથી સોના – ચાંદીની દુકાને ગ્રાહકોની ભીડ જોવા મળી રહી છે.લોકો સોના અને ચાંદીની ખરીદી કરી લક્ષ્મીજીની પૂજા કરી ધનતેરસ પર્વની ઉજવણી કરે છે.આ વખતે પુષ્યનક્ષત્ર કરતાં ધનતેરસે સોનાના ભાવમાં 10 ગ્રામે 1200 રૂપિયા સુઘીનો ઘટાડો થયો છે. જેને લઈને ધનતેરસે ગ્રાહકોની ભીડ જોવા મળી રહી છે.

ભાવેશ ઉપાધ્યાય

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.