Abtak Media Google News

વાવાઝોડા દરમિયાન ચેન્નઈ પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડની રિફાનરી લીક થઈ જતા ક્રૂડ દરિયામાં ફેલાઈ રહ્યું છે. આ ઘટનાને લગભગ એક અઠવાડિયાથી વધુ સમય થઈ ગયો છે. કોસ્ટગાર્ડના અધિકારીઓએ કહ્યું કે ચેન્નઈમાં લીક થયેલું ઓઈલ હવે સમુદ્રમાં 20 કિલોમીટરના વિસ્તારમાં ફેલાઈ ગયું છે.

વૈજ્ઞાનિકો અને પર્યાવરણવિદોમાં ચિંતા : ઓઇલ ઢોળાતા માછલીઓ પણ ન રહી હોવાથી માછીમારોને પણ ફટકો

ચેન્નઈના પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલ એન્નોર ક્રીકે કહ્યું કે બદતર નુકસાન થતું જઈ રહ્યું છે. કોસાસ્થલૈયાર નદી પર ઓઈલ તરી રહ્યું છે. સમુદ્ર કિનારે અનેક સ્થળે ટારના ગઠ્ઠાં અને માટીનું લેયર દેખાઈ આવે છે. તટ અને માછલી પકડતી નૌકાઓ પર ઓઈલના નિશાન દેખાઈ રહ્યા છે.

તમિલનાડુના પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે તપાસ દરમિયાન સીપીસીએલમાં પાણીના મેનેજમેન્ટની વ્યવસ્થામાં ખામીઓ જણાઈ આવી હતી. તેના લીધે ગત અઠવાડિયે મિઝૌમ વાવાઝોડાં દરમિયાન આવેલા પૂર વચ્ચે ઓઈલ લીકની ઘટના બની હતી.

એક માછીમારે કહ્યું કે હવે આ ક્ષેત્રમાં માછલીઓ જ નથી, જે હતી તે બધી મરી ગઈ છે. અમારી આજીવિકા જ ખતમ થઈ ગઈ. ઓઈલ લીકને ફેલાતો રોકવા માટે તેલ બૂમર્સ, સ્કિમર્સ અને ગલી સકર જેવી સ્પિલ રોકથામ વિધિઓ શરૂ તો કરાઈ પરંતુ પર્યાવરણવિદ્ નિત્યાનંદ જયારમને કહ્યું કે હવે બહું મોડું થઈ ગયું છે. તેમણે શરૂઆતમાં જ તેલ બૂમર લગાવવાની જરૂર હતી અને ઓઈલ લીકને બંધ કરવાની જરૂર હતી પણ હવે તપાસ કરવામાં પણ વિલંબ કરી દીધો છે. પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલ આ અખાતને હવે મોટું નુકસાન થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.