Abtak Media Google News

ઓછા રોકાણમાં વધુ  રિટર્ન, કુરિયર ડીલીવરી, લાઇટ બીલ, ક્રેડીટ કાર્ડમાં પોઇન્ટ વધારવા, લક્કી ડ્રો કુપન અને જીયો ફાયબર લગાવવાની લોભામણી લાલચ દિ સાયબર ભેજાબાજો છેતરપિંડી કરી તી

સાયબર ક્રાઇમના એસીપી વિશાલકુમાર રબારીની ટીમની સરાહનીય કામગીરી

લોભામણી અને લલચામણી સ્કીમ સોશ્યલ મિડીયાના માધ્યમથી મોબાઇલમાં લીંક મોકલી, તેમા ઓછા રોકાણે વધુ રિટર્ન, કુરિયર ડીલીવરી, લાઇટ બીલ, ક્રેડીટ કાર્ડમાં પોઇન્ટ વધારવા, લક્કી ડ્રો કુપન અને જીયો ફાયબર લગાવવાના બહાને લાખોની છેતરપિંડી કરતી સાયબર ક્રાઇમના ભેજાભાજ શખ્સો પાસેથી રાજકોટ શહેર ક્રાઇમ દ્વારા સાત વ્યક્તિઓને રુા.4.42 લાખ પરત અપાવી સરાહનીય કામગીરી કરી છે.

ધાડવી અમિત વિનોદભાઇને મોબાઇલમાં અજાણી વ્યક્તિએ વાત કરી ઓછા રોકાણમાં વધુ રિટર્ન અપાવવાની લાલચ દઇ રુા.1.60 લાખની ઓન લાઇન છેતરપિંડી થઇ હતી.

આ રીતે જ દિગ્વીજયસિંહ મહેન્દ્રસિંહ વાઘેલાએ 71 હજાર ગુમાવ્યા હતા.મહેશ તુલશીદાસ ઠક્કર અજાણી વ્યક્તિએ કુરિયર ડીલીવરી આપવાના બહાને રુા.66, 448ની છેતરપિંડી થઇ હતી.

ગોંડલ રોડ પર ગીતાનગર શેરી નંબર 4માં રહેતા જયંતીલાલ વલ્લભભાઇ થાનકીને લાઇટ બીલ અપગ્રેડ કરવાના બહાને રુા.50,500ની ઠગાઇ થઇ હતી.  સુહાની પવનકુમારને લક્કી ડ્રો કુપનમાં આપને રુા.10 લાખની લોટરી લાગી હોવાનું કહી રુા.65,321ની ઓન લાઇન છેતરપિંડી થઇ હતી. ચિરાગ ભૂપતભાઇ રાઠોડને જીઓ ફાઇબર નેટવર્ક લગાવવાના બહાને રુા.60 હજારની છેતરપિંડી થઇ હતી.

સાતેય અરજી અંગે સાયબર ક્રાઇમ દ્વારા મુળ સુધી પહોચી સાયબર ભેજાબાજ પાસેથી રુા.4.42 લાખ પરત મેળવવામાં સફળતા મળી છે.

સાયબર ક્રાઇમના એસીપી વિશાલકુમાર રબારી, પી.આઇ. જી.બી.ડોડીયાય, કે.જે.મકવાણા પી.એસ.આઇ. જે.કે.જાડેજા, એએસઆઇ એમ.એમ.ચાવડા અને કોન્સ્ટેબલ પિન્ટુભાઇ સહિતના સ્ટાફની સરાહનીય કામગીરી કરતા સાયબર ક્રાઇમનો ભોગ બનેલાઓએ આભાર વ્યક્તિ કર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.