Abtak Media Google News

દાહોદ સમાચાર

દાહોદના દેવગઢ બારીયા નગરમાં સ્ટેટ મોનિટરિંગ ટીમ દ્વારા દરોડા પાડતા લાખોનો દારૂ ઝડપી પાડ્યો હતો . વિદેશી દારૂની બોટલો નગ. ૭૬૩૨ જેની કિંમત. રૂ. ૭,૭૩,૨૦૦/- નો અને ગાડીની કી. રૂ. ૧૦,૦૦,૦૦૦/- સહિત ૧૭,૬૪,૩૧૦/- નો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો .

દાહોદ  દેવગઢ બારીયા નગરમાં થઈ પસાર થતો વિદેશી દારૂનો જથ્થો સ્ટેટ મોનોટરીંગ ટીમ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો. જે દારૂનો જથ્થો સ્ટેટ મોનેટરી ટીમના PI  આર. જી. ખાટ સહિત પુરી ટીમે દારૂ ઝડપી પાડ્યો. જેમાં આરોપી વસીમ યાકુબ ગુનિયા રહે. ગોધરાના  છે તેને  ઝડપી પાડ્યો હતો .  ફરાર ઈસમો ઈરફાન સૈયદ  મીઠા રહે. ગોધરા ,  GJ.17.XX. 3411 આઇસરના માલિક અનિલ  , ભીખા ભલાજી રાઠવા રહે. મીઠીબોર , ભરતભાઈ રહે. હાલોલ સહિત ૬ ઈસમો સામે દેવગઢ બારીયા પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે .

અભેસિંહ રાવલ

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.