Abtak Media Google News

 

સેવા ભારતી અને તેના સ્વયંસેવકોએ વાસ્તવિક રૂપમાં સેવા શબ્દને  સાર્થક કર્યો છે: પૂ. શંભુનાથજીબાપુ

આજે સંત રવિદાસ જયંતિએ સંતો, મહંતોની ઉપસ્થિતિમાં

અબતક, રાજકોટ

ઝાંઝરકાનાં મહંત જુમતીનંદનદાસજીશંભુનાથજી , પુ.કૃષ્ણવંદન સ્વામી -થાનગઢ , છજજ નાં અખિલભારતિય અધીકારી સુનિલભાઇ મહેતા , ડો.જયંતિભાઇ ભાડેસીયા  ગિરીશભાઈ પટેલ ની ઉપસ્થિતિમાં ભારતીય સંસ્કૃતિને છાજે એ રીતે ગરીમામય વાતાવરણમાં ભૂમિપુજન સંપન્ન થયું.આ પ્રસંગે સવારથીજ ગાયત્રી યજ્ઞનો પ્રારંભ થયો હતો જેમાં મુખ્ય યજમાન દલીત દંપતી હતા.જેને આશિર્વાદ આપવા સંતો -ઉદ્યોગપત્તિઓ ઉપસ્થિત હતા.યજ્ઞ બાદ ઉપસ્થિત મેદનીને સર્વપ્રથમ શંભુનાથજીએ સંબોધન કરતા સેવાભારતી અને તેનાં સ્વયંસેવકોએ વાસ્તવિક સ્વરુપમાં સેવા અને એ શબ્દને સાર્થક કર્યો છે.

સેવાભારતીનાં આ સમાજ ઉપયોગી યજ્ઞમાં મોટી સંખ્યામાં દાતાઓ આગળ આવે અને સહયોગ કરે એ માટે આહ્વાન કર્યું.આ પ્રસંગે છજજ નાં અખિલ ભારતીય અધીકારી   સુનિલભાઇ મહેતાએ સેવા ભારતીની સ્થાપનાં મોરબી મચ્છુ હોનારતથી થઇ અને ત્યારબાદ ચાલેલી સેવાની અવિરત ધારા અને લોકોએ વરસાવેલા સહયોગને યાદ કર્યો.આ કાર્યક્રમની આભારવિધી ડો.જયંતિભાઇ એ કરતા હજુ દાનની ની ધારા અવિરત વહી રહી છે અને સમાજનાં આ સહયોગ થકી આ ભવન વિવિધ સમાજ ઉપયોગી સ્વાસ્થ્ય,સ્કીલ ડેવલોપમેન્ટ ,કલ્ચરલ પ્રવૃતિઓનું એક ધામ સૌરાષ્ટ્રમાં બનશે એવી નેમ વ્યકત કરી હતી.

આ પ્રસંગે સૌરાષ્ટ્ર અને કચ્છના જાણીતા ઉદ્યોગપતિઓ  તેમજ  સાંસદ  રામભાઈ મોકરીયા, ધારાસભ્યગોવિંદભાઈ પટેલ, ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી , કમલેશભાઈ મીરાણી પુષ્કરભાઈ પટેલ  શંભુભાઈ મિયાત્રા , જાણીતા ઉદ્યોગપતિઓ,  ડોક્ટર એસોસિએશન, એડવોકેટ એસોસિએશન, શિક્ષણશાસ્ત્રીઓ જાણીતા બિલ્ડરો નું સેવાભારતીનાં ટ્રસ્ટી ડો.જયંતિભાઇ ભાડેશીયા, સુનિલભાઇ મહેતા , પ્રદિપજી અગ્રવાલ , નિલેશભાઇ ,ગિરીશભાઇ , શૈલેષભાઇ , નરેન્દ્રભાઇ , નારણભાઇ, ડો.સંજીવભાઇ વગેરે ઉપરાંત સેવાભારતીનાં સેવકો, સમાજનાં ગણમાન્ય નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.Img 20220216 Wa0078

કુદરતી કે માનવસર્જિત આપત્તિઓમાં સેવાભારતીએ કામ કર્યા છે : ડો.જ્યંતીભાઈ ભાડેશીયા

ગુજરાત સેવાભારતીના પ્રમુખ ડો.જ્યંતીભાઈ ભાદેશીયાએ અબતક સાથેની ખાસ વાતચીતમાં જાણવ્યું હતું કે સેવાભારતી ગુજરાત રાષ્ટ્રીય સ્વયંસેવકની પ્રેરણાથી સ્વયંસેવકો દ્વારા નિર્માણ પામેલી સ્વૈચ્છિક સંસ્થા છે. જેના દ્વારા સમાજના વિભિન્ન સેવાના કાર્યો ચાલી રહ્યા છે મોરબીમાં આવેલા મચ્છુ ડેમ ના પુર થી લઈને જે સેવાકાર્યો યોજ્યા છે. કુદરતી કે માનવસર્જિત આપત્તિ માં મોરબી નો પુરો કચ્છનો ધરતીકંપ હોય સુરતનો પ્લેગ હોય કે હમણાં જ આવેલી કોરોના મહામારી હોય આ બધા જ સમય સમાજની સેવા કરવી એ તરફ સેવાભારતી કામ કરી રહી છે સાથોસાથ કેટલાક શૈક્ષણિક,સ્વાસ્થ્ય,જ્ઞાનવર્ધક એવા અનેક પ્રકલ્પો ચલાવી રહી છે. એવા થોડા પ્રકલ્પો નું

રાજકોટ મુકામે સેવાભારતી ગુજરાત દ્વારા નિર્માણ થવા જઇ રહ્યું છે. જેમાં સ્વાસ્થ્યના વિષયના,ડેવલપમેન્ટના,જ્ઞાન માટેની લાઇબ્રેરી અને સામાજિક સંગઠનો એકસાથે બેસીને કંઈક વિચાર કરી શકે એવા પ્રોજેક્ટોની વાત થવાની છે.

ભારતના ભવિષ્યને ધ્યાને રાખી ભવનનું નિર્માણ થશે: પંકજભાઈ રાવલ

સેવાભારતીના કાર્યકર્તા પંકજભાઈ રાવલએ અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે સેવાભારતી દ્વારા ચાર હજાર વાર જમીન ચાર વર્ષ પહેલા ખરીદવામાં આવી હતી.71000 સ્કવેર ફુટ એરિયામાં બે વિંગમાં પથરાયેલુ ભવ્ય ગ્રાઉન્ડ સાથે ચાર માળનું એક ભવનનું નિર્માણ કરવામાં આવશે.જેના સંદર્ભે ભૂમિપૂજનનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે.આ ભવન નિર્માણ પામશે ત્યારે સૌરાષ્ટ્રના આખામાં જે આપણો કોસ્ટલ બેલ્ટ આવેલો છે દબાયેલા કચડાયેલા દોષિત વંચિત બાંધવો છે ગોધરા દાહોદ થી આવેલા પાંચથી સાત લાખ વનવાસી બંધુઓ છે આ તમામ બંધુઓ માટે અહીં સારામાં સારી વ્યવસ્થા જેમાં શિક્ષણ વિદ્યાર્થીઓને રહેવા માટે થઈને હોસ્ટેલની સુવિધા ઉપરાંત બેરોજગાર લોકો છે તેમના માટે સ્કીલ ડેવલપમેન્ટ ભાઈઓ અને બહેનો બંને માટે વ્યવસ્થા ઊભી કરવામાં આવશે. ભારતના ભવિષ્યને ધ્યાનમાં રાખી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ મશીનલર્નિંગ બ્લોક એન ટેકનોલોજી આધુનિક ભારતના જે સંસાધનો છે બાકી કાંઈ નવીનમાં તેને લઈને પણ ટ્રેનિંગ

થવાની છે આ ઉપરાંત 10,000 થી 15000 પુસ્તકોની ફિઝીકલ અને ડિજીટલ લાઇબ્રેરીપણ ઉપલબ્ધ થવાની છે.લાતભ,ીાતભ તેના માટે ટ્રેનિંગ સેન્ટર ઉભુ કરાશે તદુપરાંત અહીં કૃષિ બાગાયત ગૌસંવર્ધન ઓર્ગેનીક ફાર્મિંગ જેવા અનેક સમાજને ઉપયોગી પ્રોજેક્ટનું આ ભૂમિ ઉપર આકાર લેવા જઈ રહ્યા છે. આ પ્રોજેક્ટથી સૌરાષ્ટ્રના 15 જિલ્લાઓ અને સમગ્ર સમુદ્ર કિનારો અને આપણા સેવા ભારતી ના બંધુઓ તેમજ લોકોને અત્રે લાભ પ્રાપ્ત થશે. સાથોસાથ મોટા 3 કલચર ઓડિટોરિયમ બનવાના છે. આ ઓડિટોરિયમમાં બૌદ્ધિકજ્ઞાનના કાર્યક્રમો પણ ચાલશે સાથે સેવાભારતીમાં જે આપણા બાળકો છે.એમનામાં સંસ્કારની પ્રક્રિયા પણ અહીંયા થી કરવામાં આવશે.આવા અનેકવિધ સમાજ ઉપયોગી કાર્યો છે આ ભવન ખાતે નિર્માણ થશે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.