દામનગર: નગરપાલિકાના અણઘડ વહીવટીથી વિકાસ કામોની હાલત ‘ધાણીના બળદ’ જેવી

અબતક,નટવરલાલ ભાતિયા, દામનગર

દામનગર નગરપાલિકામાં વહીવટી ભૂલના કારણે વિકાસ ધાણીના બળદની જેમ ફરી ફરીને ઠેરના ઠેર હોય તેવી સ્થિતિ ઉભી થઇ છે.દામનગર શહેરના સરદાર ચોક સર્કલના રોડ લેવલના મીડિયા અહેવાલ બાદ પાલિકા એ વરસાદી પાણીનો નિકાલ માટે ગટર કનેક્શન આપવા નવી કુંડી શરૂ કરી છે ને ?  ઘોડા છૂટ્યા પછી તબેલે તાળા મારવા જેવો ઘાટ ઉભો થયો છે.સરદાર ચોક સર્કલ ફરતે નવા બનેલ છ.ઈ.ઈ રોડનું લેવલ ભૂલ્યાના અહેવાલો બાદ પાલિકા તંત્ર એ લેવલ ભૂલ સુધારવા નવી કુંડી બનાવી પાણીનો નિકાલ કરવા તજવીજ હાથ ધરી.

દામનગર નો વિકાસ “ધાણી ના બળદ જેમ દિશા વહીન ફરી ફરી ને હતો ત્યાં જ આવી રહ્યો છે. લોકોના ટેક્ષના નાણાંમાંથી થતો વિકાસ આટલો બધો દિશા વહીન કેમ? તેવો પ્રશ્ન ચર્ચાનો વિષય બન્યો છે.

સરદાર ચોક સર્કલના રોડનું લેવલ જ ભુલાય ગયું હવે વરસાદી પાણીના નિકાલ માટે કુંડી બનાવાશે

દામનગર પાલિકા તંત્રના વિકાસ કામો કરતી એજન્સીઓ  કલ્સન્ટિગ ઇજનેરો વારંવાર આવી ભૂલ કરે પછી તે ભૂલ સુધારવા તોડફોડ કરવાનો સીલસીલ યથાવત ચાલી રહ્યો છે. શહેરી વિકાસ વિભાગની પ્રાદેશિક કમિશનર કચેરી શુ આ બાબતે અજાણ છે?

દામનગર નગરપાલિકા કચેરીને તોડફોડ બાબતે એવોર્ડ મેળે એટલી તોડફોડ કરી “ક્યાં કરે ગંદા હૈ પર ધંધા હૈ કચેરી ચોકમાં બે વખત ટોયલેટ  બનાવી ને તુરંત તોડી પાડવામાં આવ્યું પાલિકા કચેરી પાછળ છ ઈ ઈ રોડમાં લોખંડ ભૂલી જતા આઠ દિવસમાં  તોડવામાં આવ્યો.

સરદાર ચોક સર્કલ ફરતે લેવલ ભૂલતા છ ઈ ઈ રોડ તુરંત  તોડવામાં આવ્યો. છભાડીયા રોડ ઉપર દુરંદેશી વગર દાતાના દાનમાંથી સર્કલ બનાવ્યા બાદ તોડવા માં આવ્યું. પેવર બ્લોક નાખીને ઉખેડવાની તોડફોડ અવિરત રીતે ચાલે છે. “થોડા ગંદા હૈ પર  ધંધા ની યુક્તિ એ વિકાસ કામો પૂર્ણ થાય એટલે તુરંત તોડવા ની કામગીરી કરવી જ પડે છે. નગરપાલિકાના વિકાસ કામોમાં આયોજનની જરૂ ર જણાએ છે.