Abtak Media Google News

દાદરાનગર હવેલીના દિગ્ગજ નેતા મોહન ડેલકરે અપક્ષ ઉમેદવારી નોંધવી છે. આ દરમ્યાન વ્યકિત વિશેષના રુપમાં ભાવનાનું પ્રતિબિંબ જોવા મળ્યું હતું. આ અવસરે હજારોની સંખ્યામાં સમર્થકોની ભીડ ઉમટી પડી હતી. બધા સમાજ ધર્મ અને સંપ્રદાયના લોકોનું મોહન ડેલકરને અદભુતપૂર્વ સમર્થન મળ્યું છે. કાર્યકર્તાઓમાં હું છું મોહન ડેલકરના નારા સાથે વાતાવરણ ગુંજી ઉઠયું હતું. ઉમેદવારી પત્ર ભર્યા બાદ પ્રદેશની જનતા તેમજ પોતાના સમર્થકોનું ભારી સમર્થનના બદલે ડેલકરે આભાર માન્યો હતો અને સભાને સંબોધન કર્યુ હતું .Untitled

Advertisement

તેણે જણાવ્યું હતું કે પ્રદેશના લોકોનો સાથ સહકાર મળશે તો ૧૯૮૯ ની જેમ ફરી એક વાર નવો ઇતિહાસ રચાશે. તેઓએ કહ્યું હતું કે લોકો તરફથી મળતો પ્રેમને આજે હું, મારો પક્ષ અને ભરપુર સહયોગને મારુ ન્શિાન માનીને ચાલી રહ્યો છું લોકોની અપેક્ષાઓ તેમજ વિશ્વાસમાં ખરા ઉતરવાનો પ્રમાણકિતાથી પ્રયાસ કરીશ. પોતાના સમર્થકોને સંબોધીત કરતા મોહન ડેલકરે લોકો વચ્ચે લેવાનાર ઘણા અસરકારક મુદ્દાઓનું વર્ણન કર્યુ હતું. જેમાં સૌ પ્રથમ બેરોજગારીની સમસ્યાનું નિરાકરણ લાવવાની વાત કહી. પ્રદેશમાં ઉત્૫ન્ન થતી તમામ સમસ્યાઓનું માત્ર નિરાકરણ વિધાનસભા છે. જેના માટે અવાજ બુલંદ કરવામાં આવશે તેવો વિશ્વા. આપ્યો હતો.

ઉલ્લેખનીય છે કે દાદરાનગર હવેલીના ઇતિહાસમાં કોઇ પણ ઉમેદવારની ઉમેદવારી પત્ર ભરતા સમયે આ સૌથી વધુ ભીડ હોવાનું અનુમાન લગાવાય રહ્યું છે. જેનાથી મોહન ડેલકરની વ્યકિત વિશેષના રુપમાં લોકચાહના ઉતમ ઉદાહરણ હોવાનું જોવા મળ્યું છે. મોહન ડેલકરે બપોરના સમયમાં પોતાના સમર્થકોની સાથે સેલવાસ કલેકટર કાર્યાલય પહોચ્યા હતા જયાં તેઓએ જીલ્લા કલેકટર કન્નન ગોપીનાથનને પોતાનું નામાંકન પત્ર સોંપ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.