Abtak Media Google News

વિવિધ રાજયોની ૧૬ ટીમોએ ભાગ લીધો: મુંબઇ યુનિટ-રની ટીમ ચેમ્પિયન:

ખેલાડીઓનું સન્માન ક્રિકેટ કીટ, ટ્રેક શુટ, કેપ આપી પ્રોત્સાહીત કરાયાં

સિનિયર સિટીઝન ક્રિકેટ એસોસીએશન આયોજન

સીનીયર સીટીઝન ક્રિકેટ એસો. આયોજીત ઓલ ઇન્ડીયા સીનીયર સીટીઝન ક્રિકેટ ટુર્નામેન્ટમાં વિવિધ રાજયોની કુલ ૧૬ ટીમોએ ભાગ લીધેલ. જેમાં દાદા-દાદી પાર્ક, પુષ્પામા ફાઉન્ડેશન મુંબળ યુનિટ-ર ની ટીમે ફાઇનલમાં હરીશ દેસાઇની કેપ્ટનશપીમાં રાજકોટ સીટી ટીમને પરાજય આપી, વિજય મેળવી ‚ા ર૧ હજારનો રોકડ પુરસ્કાર તથા શાનદાર ચેમ્પીયન ટ્રોફી જયારે રાજકોટ સીટી ટીમ કિશોરસિંહ રાઠોડને કેપ્ટનશીપમાં ઉપવિજેતા બની અને તેને રૂ ૧૧ હજાર નો રોકડ પુરસ્કાર તથા શાનદાર રનર્સ અપ ટ્રોફી મહેમાનોના હસ્તે અર્પણ કરવામાં આવેલ. આ ટુર્નામેન્ટમાં મેન ઓફ ધ મેન અને મેન ઓફ ધ સીરીઝ મુંબઇ ટીમના સુરેશ સાલવી તથા બેસ્ટ બોલર મહેશ આચાર્ય તથા બેસ્ટ ફીલ્ડર ફ્રેડી કોરેલ બનેલ. જેઓ તમામને રૂ ૨૫૦૦/-નો રોકડ પુરસ્કાર તથા શાનદાર ટ્રોફીઓ મહેમાનોના હસ્તે અર્પણ કરવામાં આવેલ. આ પ્રસંગે મહેમાનોના હસ્તે દરેક ટીમના કેપ્ટનનું સન્માન કરી ક્રિકેટ કીટસ, ટ્રેક શુટ, કેપ, તથા દરેક ટીમને મુસાફરી ભથ્થા પેટે રૂ પહજાર  અર્પણ કરવામાં આવેલ.

1 3

આ પ્રસંગે સીનીયર સીટીઝનો કે જેઓ વિવિધ રમતોમાં આગવૃં સ્થાન ધરાવે છે તેવા ભદ્દાબેન દેસાઇએ ૮૦ વર્ષની ઉમરે તરણમાં સુવર્ણચંદ્રક, સરલાબેન દવેએ ૭૮ વર્ષની ઉમરે બેડમીન્ટનમાં સુવર્ણચંદ્રક, તેમજ તળાવ અને ડેમમાં લાશોને શોધનાર તેમજ તરણમાં સુવર્પ ચંદ્રક મેળવનાર હિંમતભાઇ ડાભી, બેસ્ટ ફીનીશર નીરંજનભાઇ પટેલ (બરોડા) તથા રાષ્ટ્રપતિ ચંદ્રક વિજેતા કિશોરસિંહ રાઠોડ, તેમજ ૧૧૦ ચંદ્રક મેળવનાર દાઉદભાઇ ફુલાણી તેમજ પૂર્વ રણજી ખેલાડી અરવિંદભાઇ પુજારા તથા કીરીટભાઇ અંતાણીએ બુકેથી શાલ ઓઢાડી તેમજ શાનદાર ટ્રોફી અર્પણ કરી સન્માનીત કરવામાં આવેલ.

આ પ્રસંગે પરાક્રમસિંહ જાડેજા, કીરીટસિંહ રાણા પૂર્વ વનમંત્રી, સહદેવસિંહ ઝાલા, વિક્રમસિંહ રાણા, સહદેવસિંહ જાડેજા, પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલભાઇ રાજયગુરુ, સુરેશભાઇ કનેરીયા, નરેન્દ્રસિંહ જાડેજા, કિરણસિંહ જાડેજા, વાસુદેવભાઇ ઠકકર, શંકરભાઇ પટેલ, વિક્રમભાઇ શાહ, તથા ભવતુભા ઝાલા, અરવિંદકુમાર સેંજારીયા, દિનેશકુમાર સાવલીયા, પી.ડી. ઝાલા રામભાઇ જામંગ, જગદીશભાઇ વાછાણી તેમજ સી.એન. સાવલીયા વિગેરે એ ઉ૫સ્થિત રહી ખેલાડીઓને પ્રોત્સાહીત કરેલ.

2

આ ટુર્નામેન્ટના મુખ્ય સ્પોન્સર જયોતિ સી.એન.સી. ના પરાક્રમસિંહ જાડેજા, પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજયગુરુ, સહદેવસિંહ ઝાલા પર્વ મેટલ ગ્રુપ, મૌલેશભાઇ ઉકાણી બાન લેબ્સ રાજકોટ, સુરેશભાઇ કનેરીયા કનેરીયા ઓઇ ઇન્ડ. રાજકોટ, નરેન્દ્રસિંહ જાડેજા આકૃતિ પ્રા.લી. મીતાણા, રામેશ્ર્વર તથા સેન્ટ્રોઇડ પેકેજીંગ મેટોડા, સદગુરુ સીલેકશન રાજકોટ, આર્ય એન્ટરપ્રાઇઝ રાજકોટ રાજપુત યુવા ગ્રુપ નાના મૌવા જીવન કોર્મશીયલ બેંક, નાગરીક સહકારી બેંક તથા હાઉઝધેટ સ્પોર્ટસખો સહયોગ રહેલ છે.

ટુર્નામેન્ટને સફળ બનાવવા સીનીયર સીટીઝન ક્રિકેટ એસો. ના પ્રમુખ મયુરઘ્વજસિંહ ઝાલા, સેક્રેટરી ગંભીરસિંહ જાડેજા, ઉપપ્રમુખ તથા કેપ્ટન કિશોરસિંહ રાઠોડ, ખજાનચી પ્રહલાદભાઇ દવે, રોહીત બુંદેલા, મહેશ જોશી, ધીરુ ખાતરા, પિયુષ છાયા, નરેન્દ્ર જાની, દિલીપ મકવાણા, પ્રકાશ સાતા, નલીનભાઇ ઠાકર, તથા એસો.ની સમગ્ર ટીમે જહેમત ઉઠાવેલ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.