Abtak Media Google News

ચોકલેટ આમતો બધાને ભાવતી વસ્તુ છે પણ તેનાથી દાતમાં કેવિટી થવાની શક્યતાઓ છે જે વાતની અવગણના કરી શકાય નહીં પણ અમુક પ્રકારની ડાર્ક ચોકલેટ ખાવાથી તણાવમાથી મુક્તિ મળે છે , સેન ડિયાગોની બેઠકમાં રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો કે ચોકલેટમાં 70 ટકા કોકો અને 30 ટકા ખાંડ હોય છે જેનું સેવન કરવાથી શરીર સ્ટ્રેસ ફ્રી રહતા તેની સકારાત્મકલ અસર થાઈ છે , અને તેથી હ્રદય સંબંધી સમસ્યાથી પણ બચી શકાય છે ॰આ અભ્યાસ્સ માટે ડોક્ટર લી .એસ. બુર્ક અને લિંડા યુનિવર્સિટીના શંશોધકોએ તપાસ કરી હતી , બર્કે જણાવ્યુ હતું કે પહલી વખત અમે મોટા પ્રમાણમા કોકો ધરાવતા નિયમિત આકારની ચોકલેટને સ્વસ્થ્ય માટે ઉપયોગી સાબિત થતાં જોય છેDark Chocolate

ચોકલેટ જેટલી ડાર્ક હોય છે તેમાં તેટલીજ વધુ માત્રમાં તેમાં ફ્લાવોઈડ હોય છે , જે એક એન્ટી ઓક્સીડેંટ તરીકે કામ કરે છે , આ ઓક્સિડેંટ દિમાગી સ્વાસ્થ્યને જાળવી રાખે છે , માટે કહી શકાય કે 70 ટકા જેટલું કોકો ધરાવતી ચોકલેટ સ્ટ્રેસ દૂર ભગાડવામાં મદદરૂપ થાઈ છે . નિષ્ણાંતોનું કહવું છે કે ડાર્ક ચોકલેટ ખાવાથી મગજના ટ્રાંસમીટરમાં ફેરફારો આવે છે જોકે માઇગ્રેન , ડાયાબીટીસ ધરાવતા લોકોએ ચોકલેટથી દૂર રહેવું જોઈએ .

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.