Abtak Media Google News

નાદાર થવાના આરે પહોંચેલી 5893 કંપનીઓમાંથી 118 કંપનીઓ  હોટલ અને હોસ્પિટાલિટી ક્ષેત્ર હેઠળની !!!

એક તરફ સરકાર દેશની અર્થવ્યવસ્થાને વિકસિત બનાવવા માટે પ્રયત્નશીલ છે અને સતત આગળ વધી રહી છે અને દરેક ઉદ્યોગોને યોગ્ય સહાય મળી રહે તે માટેના પ્રયત્નો પણ હાથ ધરવામાં આવતા હોય છે. પરંતુ હાલના સમયમાં હોસ્પિટલિટી ઉદ્યોગ ઉપર જાણે ગ્રહણ લાગ્યું હોય તેવી સ્થિતી ઉદ્ભવી થઈ છે જેમાં હોટલ ઉદ્યોગને ઘણી માંથી અસરનો સામનો પણ કરવો પડી રહ્યો છે એટલું જ નહીં પશ્ચિમ એશિયાની વૈભવી હોટલો પણ નાદારીના દ્વારે જાણે આવી પહોંચી તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. આ મુદ્દે સરકારે ગંભીરતાથી વિચારવું જરૂરી છે. નાદારી પ્રક્રિયા હેઠળ આવેલી વૈભવી હોટલમાં મેરીટથી લઈ હયાત અને લે લેમેરેડિયન સુધીની હોટલો આવી ગયેલી છે.

સપ્ટેમ્બર 2022 ની સ્થિતિએ પશ્ચિમ એશિયા હોટેલ, મેરીટ,  મેરીડીયન સહિતની જે હોટલ છે કે જે લોકોને વૈભવી સેવા આપે તેની મિલકત હાલ નાદારી પ્રક્રિયા હેઠળ આવરી લેવામાં આવેલી છે ત્યારે આ પ્રક્રિયા હજુ કેટલો સમય ચાલશે તેનો કોઈ અંદાજો નથી પરંતુ છ વૈભવી હોટલો હાલ નાદારી પ્રક્રિયા હેઠળ આવી ગયેલી છે જેમાં આશરે 5,000 કરોડ રૂપિયાનું દેણું આ તમામ હોટલો ઉપર જોવા મળ્યું છે અને જે અંગેનો અહેવાલ પણ પ્રકાશિત થયેલો છે.

વોઈસ રોય હોટલ વર્ષ 2018 ના માર્ચ મહિનામાં નાદારી પ્રક્રિયા હેઠળ લેવામાં આવી હતી પરંતુ પાંચ વર્ષનો સમયગાળો વ્યતીત થયા બાદ પણ હજુ આ અંગે કોઈ નિર્ણય અથવા તો નિવેડો આવ્યો નથી વાઇસરોય હોટલની વાત કરવામાં આવે તો આ હોટલ 297 રૂમ ધરાવે છે અને કોર્ટ યાર્ડ હૈદરાબાદમાં પણ આ કંપનીના 120 જેટલા રૂમ આવેલા છે.

વાઇસરોઇડ હોટલ હેઠળ ઉચ્ચ સ્તરીય રેસ્ટોરન્ટ કોફી શોપ અને બહારની સુવિધા પણ તેના કસ્ટમરને આપવામાં આવી રહી છે. આ પ્રકારની કંપનીઓ જો નાદારી હેઠળ આવે તો ઘણા પ્રશ્નો ઊભા થઈ શકે છે આંકડાકીય માહિતી મુજબ સપ્ટેમ્બર 2022 સુધી 5893 કંપનીઓ નાદારી પ્રક્રિયા હેઠળ વિવિધ સ્ટેજ પર કાર્યવાહી ચાલી રહી છે તે પૈકી 118 કંપનીઓ તો માત્ર હોટલ અને હોસ્પિટલિટી ક્ષેત્ર સાથે જ જોડાયેલી જે સૌથી મોટી પણ દુઃખની વાત કહી શકાય. હાલ અનેક લીગલ પ્રશ્નો આ તમામ હોટલ અને સતાવી રહ્યા છે કારણકે જે હોટલો માં નાદારી પ્રક્રિયા ચાલી રહી છે તે દરેક હોટલો અનેક અનેક સ્ટેજ પર જોવા મળે છે. 118 કંપનીઓ માટે દર્દ થયેલા 118 કેસો પૈકી 14 કેસમાં ઠરાવ થયેલો છે જ્યારે 36 કેસ લિકવિડેશન હેઠળ આવરી લેવામાં આવ્યા છે.

વાઇઝરોઈસ હોટલ પોતાના રિસોલ્યુશન પ્લાન પણ આગામી દિવસોમાં રજૂ કરશે તેવા સંકેતો પણ ઉદભવીત થયા છે. ત્યારે જોવાનું એ રહ્યું કે જે કંપનીઓ હાલ નાદારી ની પ્રક્રિયા હેઠળ આવેલી છે તે કંપનીઓ અને હોટલો શું લિક્વિડેશન પ્રોસેસમાં જ આવી જશે કે હજુ પણ રોકાણકારોને રિજવવામાં તે સફળ થશે. નું માનવું છે કે આ પ્રકારની સ્થિતિ ઉભી થવા માટે જો કોઈ કારણ હોય તો તે એ છે કે જે પણ કંપની દ્વારા કોઈ પણ પ્રકારે દેણું લેવામાં આવ્યું હોય તેની ભરપાઈ કરવા માટે જે યોગ્ય પ્લાનની રચના થવી જોઈએ તે થઈ નથી પરિણામે કંપનીઓએ નાદારી પ્રક્રિયા હેઠળ આવું પડ્યું છે.

હાલ જે કંપનીઓ નાદારી પ્રક્રિયા હેઠળ આવેલી છે તેમાં સૌથી મોટો પ્રશ્ન એ છે કે જે કંપનીઓ હવે નાદારી તરફ આગે કુછ કરી છે અને તેમના માં જો કોઈ રોકાણકારોએ રસ ન દાખવ્યો તો તેઓ અંતે નાદારી તરફ આગળ વધી જશે પરંતુ એક આસાનું કિરણ એ પણ છે કે જે કોઈ રોકાણકારો આ હોટલ અથવા કંપનીમાં રોકાણ કરવા માગતા હોય તો તે ખૂબ ઓછી વેલ્યુ ઉપર આ કંપની અને આ હોટલોને ખરીદી શકે છે. નાદારી પ્રક્રિયા પૂર્વે પણ અનેકવિધ પ્રકારે સેટલમેન્ટ થવાના ચીન સામે આવતા હોય છે પરંતુ કોઈ કારણોસર સેટલમેન્ટ શક્ય ન બનતા નાદારી પ્રક્રિયા વધુ તીવ્ર બને છે. ઉદ્યોગોની સરખામણીમાં હોટલ ઉદ્યોગ જ એકમાત્ર ઉદ્યોગ છે કે જેમાં મિલકત પરનું ભારણ સૌથી વધુ જોવા મળતું હોય છે.

આ ઉદ્યોગ સાથે સંકળાયેલા તજજ્ઞોનું માનવું છે કે દેણાની સાથો સાથ કોરોનાની વિકટ પરિસ્થિતિના પગલે પણ ઘણા પ્રશ્નો હોટલ ક્ષેત્ર માટે ઊભા થયા છે ત્યારે સરકારે આ વાતને ગંભીરતાથી ગ્યાને લેવી જોઈએ અને યોગ્ય ઉકેલ લાવવો જોઈએ જેથી હોટલો અને હોસ્પિટલિટી ક્ષેત્રને કોઈ ખોટો માર ન પડે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.