Abtak Media Google News

સોશ્યલ મીડિયા ફક્ત સંચાર નહી, સર્જક છે.

આજના યુગમાં બાળકથી માંડીને પ્રોઢ લોકોને ફોનનુ ઘેલુ લાગ્યું છે. એમાં પણ ખાસ કરીને  તરુણો મોટાભાગે તરુણો સોશિયલ મીડિયાનો વપરાશ કરતા હોય છે. બાળકોના માનસ પર થતી તેની વિપરીત ગાઢ અસર એ સંશોધકો માટે ખુબ જ મોટો શોધખોળનો વિષય છે.

યુનિવર્સિટી ઓફ નોર્થ કેરોલિના દ્વારા એક સંશોધન કરવામાં આવ્યું એ મુજબ  12 થી 15 વર્ષની અવસ્થામાં બાળકોના મગજનો વિકાસ ખૂબ જ સારી રીતે થતો હોય છે પરંતુ જો આ સમગાળા દરમ્યાન બાળકો જો સોશિયલ મીડિયાનો વપરાશ વધુ કરે છે તો તેની વૃદ્ધિ અટકે છે. સંશોધકોના મત મુજબ 12 વર્ષની ઉંમરના બાળકો ને જો સોશિયલ મીડિયા ચેક કરવાની લત લાગી ગઈ હોય છે તેઓને મોટી ઉંમર થતા તેમના માનસ પર તેની ખરાબ અસર જોવા મળે છે. જયારે જે બાળકો નાની ઉંમરમાં સોશિયલ મીડિયા નથી વાપરતા તેની અસર વિપરીત હોય છે.

આજે પેરેન્ટ્સ બાળકોને સમય નહીં ફોન આપી દે છે. જેનાથી સોશિયલ મીડિયાનો વપરાશ બાળકો વધુ કરે છે. તેની આડઅસર એ પડે છે કે તેમનું અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત થતું જ નથી. મનીષ જોશીનાં કહેવા પ્રમાણે સોશિયલ મીડિયાને કારણે બાળકો પરિવાર અને તેમની પોતાની ઓરિજિનલ પર્સનાલિટીથી દૂર થવા લાગે છે.

ઇન્ટરનેટના વધુ વપરાશથી મગજના આગળના ભાગ પર ગ્લુકોઝનું મેટાબોલિઝમ ઓછું થાય છે અને અધિરાપણું વધે છે તથા વિચારસરણી ઘટે છે, જે લાંબા ગાળે બાળકો માટે નુકશાનકારક છે. આ સોશિયલ મીડિયાને કારણે થતી સૌથી ગંભીર આડઅસર છે.

સોશિયલ મીડિયાની બાળકો પર સારી-ખરાબ અસર માટે બાળકોથી વધુ પેરેન્ટ્સ જ જવાબદાર છે. પોઝિટિવ પેરેન્ટિંગ દ્વારા બાળકો સાથે મિત્રતા કરી, તેઓને સોશિયલ મીડિયાના મગ પાસા બતાવી , ભવિષ્યમાં ઊદભવનારા પ્રશ્નોથી બચાવી શકાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.