Abtak Media Google News

કોર્પોરેશને જાહેરનામુ પ્રસિધ્ધ કર્યું: પાંચમી જૂની જાહેરનામાની અમલવારી: ઘર દીઠ ૨ અલગ અલગ ડસ્ટબીન રાખવી ફરજીયાત: કચરો સળગાવવા પર પણ પ્રતિબંધ

રાજકોટને દેશનું સૌી સ્વચ્છ શહેર બનાવવા માટે કોર્પોરેશન દ્વારા કવાયત હા ધરવામાં આવી છે. જે અંતર્ગત ભીના અને સુકા કચરાનો અલગ અલગ એકત્રીકરણ માટે બે અલગ ડસ્ટબીન ફરજીયાતપણે રાખવા માટે મહાપાલિકા દ્વારા આજે જાહેરનામુ પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે. આ જાહેરનામાની વિધિવત અમલવારી આગામી પાંચમી જૂન એટલે કે વિશ્ર્વ પર્યાવરણ દિવસી શ‚ શે. ભીનો અને સુકો કચરો અલગ અલગ એકત્ર ન કરનાર આસામીને દંડ ફટકારવામાં આવશે અને જ‚ર પડયે છ માસની જેલની સજાની પણ જોગવાઈ રાખવામાં આવી છે. કચરો સળગાવવા પર પણ પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે.

Advertisement

આ અંગે વધુ માહિતી આપતા મ્યુનિ.કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું છે કે, હાલ શહેરમાંી નીકળતા કચરા પૈકી માત્ર બે ટકા કચરાનું જ સેગ્રીગેશન કરવામાં આવે છે. બાકીનો તમામ કચરો લેન્ડફીલ સાઈડ પર જ નિકાલ કરવામાં આવી રહ્યો છે. હાલ મહાપાલિકા દ્વારા સુકો અને ભીના કચરાનો અલગ અલગ નિકાલ કરવા માટેની કાર્યવાહી હા ધરવામાં આવી છે. જે અંતર્ગત ઘર, દુકાન, કારખાના કે ઉદ્યોગ ગૃહોમાંી નિકળતા કચરાના નિકાલ માટે અલગ અલગ ડસ્ટબીન રાખવી ફરજીયાત કરી દેવામાં આવી છે.જેમાં ભીના કચરા જેવા કે એઠવાડ, ફળ, ફુલ, કિચન વેસ્ટ સહિતના કચરાને ભીના કચરામાં સમાવેશ કરવામાં આવ્યો છે. જેનો નિકાલ ગ્રીન ડસ્ટબીનમાં કરવાનો રહેશે જયારે પેપર વેસ્ટ, પ્લાસ્ટીક, ગ્લાસ, મેટલ વેસ્ટ સહિતના કચરાને સુકો કચરો ગણવામાં આવશે જેનો નિકાલ બ્લુ ડસ્ટબીનમાં કરવાનો રહેશે. આ ઉપરાંત જોખમી કચરાનો નિકાલ બ્લેક ડસ્ટબીનમાં કરવાનો રહેશે. જોખમી કચરામાં સેનેટરી નેપ્કીન, બાંધકામ વેસ્ટ, ઈન્ડસ્ટ્રીયલ વેસ્ટ, બાયોમેડીકલ વેસ્ટ, ઈ-વેસ્ટ અને ચીજોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

હાલ શહેરમાં ૨૩૪ ટીપર વાન દ્વારા ડોર-ટુ ડોર ગાર્બેજ કલેકશન કરવામાં આવી રહ્યું છે. ભીનો, સુકો તા જોખમી કચરાના અલગ અલગ એકત્રીકરણ માટે ટીપર વાનમાં અલગ અલગ કલર કોડ આપવામાં આવશે. લોકોએ પણ ભીનો, સુકા કચરાનો અલગી નિકાલ કરવા માટે ઘરમાં ફરજીયાત બે ડસ્ટબીન રાખવી પડશે. જો ભીનો અને સુકા કચરાનો એક સો નિકાલ કરવામાં આવતો હશે તો આવા લોકો પાસેી દંડ વસુલ કરવામાં આવશે અને જ‚ર પડયે છ માસની જેલની સજાની જોગવાઈ પણ જાહેરનામામાં રાખવામાં આવી છે.

સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ ‚લ ૨૦૧૬ અને બીપીએમસી એકટની કલમ મુજબ પ્રસિધ્ધ કરવામાં આવેલા આ જાહેરનામાની અમલવારી આગામી પાંચમી જૂની વિધિવત રીતે કરી દેવામાં આવશે. પછાત વિસ્તારોમાં કોર્પોરેશન પોતાના ખર્ચે લોકોને ડસ્ટબીન આપશે. આ માટે રાજય સરકાર, કેન્દ્ર સરકારની મદદ લેવામાં આવશે. જ‚ર પડયે કોર્પોરેટર, ધારાસભ્ય, સંસદ સભ્યની ગ્રાન્ટનો ઉપયોગ કરાશે. જયારે સ્માર્ટ સોસાયટી અને કોમર્શીયલ વિસ્તારોમાં લોકોએ પોતાના ખર્ચે બે ડસ્ટબીન લેવાની રહેશે. રહેણાંક વિસ્તારોમાં કોર્પોરેશન ૧૫ ી ૨૫ ટકાના ભાવે લોકોને ડસ્ટબીન આપશે. જાહેરનામામાં એ વાતનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, ઘરમાંી કે વ્યાપારી એકમોમાંી નીકળતા કચરાને સળગાવવા પર પણ પ્રતિબંધ રહેશે. કચરાને સળગાવવાી હવાનું પ્રદુષણ તું હોવાના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.