Abtak Media Google News
  • આયી રે આયી હોલી આયી…

રાજકોટ ન્યૂઝ  : હોળી પર્વને લઈ હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે શહેરના બજારોમાં ખજૂર અને ધાણીની હાટડીઓ લાગેલી જોવા મળી રહી છે. શહેરના જુદી જુદી બજાર માં મોટી સંખ્યામાં લોકો ખરીદી કરવા આવી રહ્યા છે.

ત્યારે ખાસ કરીને હોળીમાં મકાઈ ધાણી, જુવાર ધાણી, ખજૂર,ચણા, હાયડા સાથે વિવિધ ચીજ વસ્તુઓ બજારમાં ગુજરાતમાં હોળીની પરંપરાઓ રુપે જોવા મળી રહી છે. ત્યારે હોળી પર્વમાં ખવાતી વસ્તુઓ ખજૂર અને ધાણી શા માટે મહત્વની હોય છે ધાણી અને ખજૂરનું મહત્વ : હોળીના પર્વ નિમિત્તે ખાસ કરીને ખજૂર, ધાણી અને ચણા લોકો આરોગતા હોય છે. ત્યારે હોળી પર્વ એ શિયાળાનો અંત અને ઉનાળાની શરૂઆતમાં આવનાર તહેવાર છે. જેથી વહેલી સવારે ઠંડીનો અહેસાસ થાય છે તો બપોરના સમયે આકારો તાપ અને સાંજે ફરી ઠંડકની અનુભૂતિ થાય છે. જેથી હોળી આવવાના અને હોળી પછીના કેટલાક દિવસો દરમ્યાન વાતાવરણના કારણે સામાન્ય રીતે દરેક વ્યક્તિમાં કફ જોવા મળે છે. આ કફને પીગળે છે ત્યારે તેને શોષવા માટે ધાણી ચણા અને ખજૂર ખાવી જોઈએ જેથી તે શોષાઈ જાય છે.

હોળીના અગ્નિમાં રાશી પ્રમાણે શું અર્પણ કરવું

મેષ રાશિવાળાએ આખું નાળિયેર અર્પણ કરવું અને ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્ર બોલવો.

વૃષભ આશીવાળાએ સાત લાડવા અર્પણ કરવા ને ઓમ શ્રીકૃષ્ણાય નમ: મંત્ર બોલવો.

મિથુન રાશીવાળાએ ખજૂર અર્પણ કરવી અને ઓમ શ્રી ગોવિંદાય નમ: મંત્ર બોલવો.

કર્ક રાશીવાળાએ ખારેક અર્પણ કરવી ને ઓમ શ્રી કેશવાય નમ: મંત્ર બોલવો.

સિંહ રાશીવાળાએ એક દાડમ અર્પણ કરવું અને ઓમ હં હનુમંતાય નમ: મંત્ર બોલવો.

ક્ધયા રાશીવાળાએ ઘાણી અર્પણ કરવી ને ઓમ નમો નારાયણાય નમ: નો પાઠ કરવો.

તુલા રાશીવાળાએ ગૂગળ અર્પણ કરતાં ઓમ શ્રી મહાલક્ષ્મૈય નમ: મંત્ર બોલવો.

વૃશ્વિક રાશી ધારકોએ કપૂરની ગોટી અર્પણ કરવી અને ઓમ શ્રી લક્ષ્મીનારાયણ નમ: મંત્ર બોલવો.

ધન રાશીવાળાએ સફેદ રંગની મીઠાઇ અર્પણ કરવી અને ઓમ શ્રી નૃસિંહ નારાયણાય નમ: મંત્રનો જાપ કરવો..

મકર રાશિના જાતકોએ ધાન અર્પણ કરવું અને ઓમ શ્રી માધવાચ નમ: મંત્રનો જાપ કરવો.કુંભ રાશીના જાતકોએ સૂકા કોપરાનો આખો ગોળો અર્પણ કરવો અને ઓમ શ્રી રાધાકૃષ્ણાય નમ: મંત્ર બોલવો.

મીન રાશીવાળાએ 7 સોપારી અર્પણ કરવી ને ઓમ શ્રી સત્યનારાયણ નમ: મંત્રનો જાપ કરવો.

હોલિકાદહન સમયે હોળીના અગ્નિમાં ફળ , ફૂલ , હળદર , કંકુ , અબીલ , ગુલાલ, ધાન ,મગ , મીઠાઇ, સરસવ, સોપારી ,ઘાણી, મમરા , ખજૂર, નાળિયેર અર્પણ કરવાં જોઈએ. જીવનમાં બાધામુક્તિ માટે 11 લવિંગ અર્પણ કરવાં. ગાયનું ઘી અર્પણ કરવાથી કોર્ટ – કચેરીના વિવાદ દૂર થાય છે. સૂકા ટોપરાનો આખો ગોળો અર્પણ કરવાથી પિતૃદોષ દૂર થાય છે.

નાના બાળકોને માટે રૂ 10 થી લઈ 1000 સુધીના હાયડાની બજારમાં માંગ:વેપારી ખીમજીભાઈ જોશી

અબતક સાથેની વાતચીત માં  ખીમજીભાઈ જોશીએ જણાવ્યું હતું કે હોળી માં હાયડા, પતાસા પૂજામાં ખૂબ ઉપયોગી બનતા હોય છે. હાલ બજાર 100 રૂપિયા ના કિલો અને નાના બાળકોને હાયડા 10 થી લઈ 1000 અને હજાર રૂપિયા સુધીના હાલ બજારમાં જોવા મળી રહ્યા છે કાજુ બદામના હાયડાનુ ધૂમ વેચાણ થઈ રહ્યું છે.હાલમાં ખજૂરની વિવિધ વેરાયટી જોવા મળી રહી છે. જેમાં સાદી ખજૂર, ઇરાણી ખજૂર, કિમીયા ખજૂર બજારમાં ઉપલબ્ધ છે. જે 100 થી 300 રૂપિયા સુધીની 1 કિલોગ્રામ સુધીની ખજૂર મળી રહી છે. સાથે ધાણીમાં બે વેરાયટી જોવા મળી રહી છે  પર્વ નિમિતે બાળકોની વાળ પ્રસંગે સબંધી, પાડોશીઓને પતાશા, હારડા, ખજૂર આપવાની પરંપરા હોવાથી પુષ્કળ વેચાણ થતું હોય ત્યારે જિલ્લામાં અંદાજે 4 લાખ કિલો હાયડા, પતાશાનું વેચાણ થશે તેમજ 1 લાખ કિલો જીણી ધાણી, પોણા લાખ કિલો દાળિયાનું વેચાણ થશે.  હોળી પર્વ નિમિતે ધાણીની પુષ્કળ ખરીદી થતી હોય છે. ગત વર્ષે હોળી પર્વ દરમિયાન મકાઈની મકાઈના ભાવમાં વધારો થતા ધાણીના ભાવ બમણા થયા હોવાનું વેપારીએ જણાવ્યું છે. મકાઈની ધાણીનું અંદાજે 30 હજાર કિલો વેચાણ થશે તેવું પણ વેપારી  જણાવ્યું હતું.

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.