Abtak Media Google News
  • ઓબીસી વિંગના સેક્રેટરી રણજીત શ્રીનિવાસનની 19 ડિસેમ્બર, 2021ના રોજ થઈ હતી હત્યા

કેરળની કોર્ટે બીજેપી નેતા રણજીત શ્રીનિવાસની હત્યા કેસમાં મોટો ચુકાદો આપ્યો છે. કોર્ટે પ્રતિબંધિત પોપ્યુલર ફ્રન્ટ ઑફ ઈન્ડિયા (પીએફઆઈ)ના 15 સભ્યોને કોર્ટે ફાંસીની સજા સંભળાવી છે. બીજેપી નેતા શ્રીનિવાસની 19 ડિસેમ્બર 2021ના રોજ હત્યા કરવામાં આવી હતી. માવેલીક્કર એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટે સુનાવણી બાદ આ હત્યા કેસમાં ચુકાદો આપ્યો છે. આ હત્યાની સમગ્ર દેશમાં ચર્ચા થઈ હતી. આ સાથે કેરળનું રાજકારણ પણ ગરમાયું હતું.

બીજેપી નેતા રણજીત શ્રીનિવાસની 19 ડિસેમ્બર 2021ના રોજ ગળું કાપીને હત્યા કરવામાં આવી હતી. જજ શ્રીદેવી વીજીની કોર્ટે આ સંવેદનશીલ કેસની સુનાવણી કરી હતી. સજા અંગે કોર્ટમાં સુનાવણી દરમિયાન ફરિયાદ પક્ષે તમામ ગુનેગારોને મહત્તમ સજા આપવાની માગણી કરી હતી. બીજી તરફ બચાવ પક્ષે દલીલ કરી હતી કે, આ કેસ રેર ઓફ ધ રેરેસ્ટની શ્રેણીમાં આવતો નથી, તેથી મહત્તમ સજા આપી શકાય નહીં. સજાની જાહેરાત કરતા પહેલા, કોર્ટે તમામ દોષિતોની માનસિક તપાસ પણ કરાવી હતી, જેથી તેમને કોઈપણ પ્રકારની તબીબી સમસ્યા ન થાય.

રણજીત શ્રીનિવાસ ભાજપના કેરળ ઓબીસી મોરચાના રાજ્ય સચિવ હતા. રાજકારણમાં સક્રિય હોવા ઉપરાંત તેઓ વ્યવસાયે વકીલ પણ હતા. ફરિયાદી પક્ષના જણાવ્યા અનુસાર, 19 ડિસેમ્બર 2021ની રાત્રે, તમામ આરોપીઓએ વેલ્લાકિનાર સ્થિત તેમના નિવાસસ્થાનમાં બળજબરીથી પ્રવેશ કર્યો હતો અને તેમની પત્ની અને પુત્રીની સામે તેમનું ગળુ કાપીને હત્યા કરી હતી. શ્રીનિવાસનું રહેઠાણ જ્યાં છે તે વિસ્તાર અલપ્પુઝા મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારક્ષેત્ર હેઠળ આવે છે. શ્રીનિવાસની હત્યાની આગલી રાત્રે એસડીપીઆઈના કેરળ સચિવ કે.એસ.શાનની પણ હત્યા કરવામાં આવી હતી. શાન મર્ડર કેસની સુનાવણી 2 ફેબ્રુઆરીથી શરૂ થવા જઈ રહી છે.

કેરળની એક કોર્ટે ભાજપના નેતા રંજીત શ્રીનિવાસની હત્યા કેસમાં પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયાના 15 કાર્યકરોને મોતની સજા સંભળાવી છે. આ તમામ આરોપીઓને વકીલ અને આરએસએસ નેતાની હત્યામાં કોર્ટે દોષિત જાહેર કર્યા હતા.

રંજીત શ્રીનિવાસની હત્યા કેસમાં માવેલિક્કારા એડિશનલ ડિસ્ટ્રિક્ટ સેશન્સ કોર્ટના જજ વીજી શ્રીદેવીએ આ ચુકાદો સંભળાવ્યો હતા. પીડિત પક્ષના વકીલે કોર્ટમાં કહ્યું કે,’દોષિતોએ રંજીતની માતા, પત્ની અને બાળકની સામે જ નિર્મમ હત્યા કરી હતી.’

પોલીસના જણાવ્યા અનુસાર, 19મી ડિસેમ્બર 2021માં રંજીત શ્રીનિવાસ અલાપ્પુઝા શહેરમાં પોતાના ઘરે મોર્નિંગ વોક માટે તૈયાર થઈ રહ્યા હતા ત્યારે હુમલાખોરો તેના ઘરમાં ઘૂસી ગયા હતા. આ દરમિયાન રંજીતની માતા, પત્ની અને બાળક પણ ઘરમાં હાજર હતા. આ હુમલાખોરોએ રંજીતને નિર્દયતાથી માર મારતા તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. રંજીત શ્રીનિવાસ ભાજપના ઉમેદવાર તરીકે વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા અને વ્યવસાયે વકીલ પણ હતા.

પત્ની-પુત્રીની નજર સામે જ કરાઈ હતી નિર્મમ હત્યા

રણજીત શ્રીનિવાસ ભાજપના કેરળ ઓબીસી મોરચાના રાજ્ય સચિવ હતા. રાજકારણમાં સક્રિય હોવા ઉપરાંત તેઓ વ્યવસાયે વકીલ પણ હતા. ફરિયાદી પક્ષના જણાવ્યા અનુસાર, 19 ડિસેમ્બર 2021ની રાત્રે, તમામ આરોપીઓએ વેલ્લાકિનાર સ્થિત તેમના નિવાસસ્થાનમાં બળજબરીથી પ્રવેશ કર્યો હતો અને તેમની પત્ની અને પુત્રીની સામે તેમનું ગળુ કાપીને હત્યા કરી હતી. શ્રીનિવાસનું રહેઠાણ જ્યાં છે તે વિસ્તાર અલપ્પુઝા મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારક્ષેત્ર હેઠળ આવે છે. શ્રીનિવાસની હત્યાની આગલી રાત્રે એસડીપીઆઈના કેરળ સચિવ કે.એસ.શાનની પણ હત્યા કરવામાં આવી હતી. શાન મર્ડર કેસની સુનાવણી 2 ફેબ્રુઆરીથી શરૂ થવા જઈ રહી છે.

મૃત્યુદંડ પામેલા તમામ દોષિત પ્રતિબંધિત સંગઠનના સભ્યો

રાજકીય રીતે સંવેદનશીલ આ કેસમાં નૈસમ, અજમલ, અનુપ, મોહમ્મદ અસલમ, અબ્દુલ કલામ ઉર્ફે સલેમ, ઝફરુદ્દીન, મનશાદ, જસીબા રાજા, નવાસ, સમીર, નઝીર, ઝાકિર હુસૈન, શાજી પૂવનથુંગલ અને શેરનસ અશરફને દોષિત ઠેરવવામાં આવ્યા હતા. તે તમામ હવે પ્રતિબંધિત કરવામાં આવેલા સંગઠન પોપ્યુલર ફ્રન્ટ ઑફ ઈન્ડિયા (પીએફઆઈ) અને સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઑફ ઈન્ડિયા (એસજીપીઆઈ) સાથે સંકળાયેલા હતા. હવે કેરળ કોર્ટે આ તમામ સામે સજાની જાહેરાત કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.