Abtak Media Google News

એજીએમમાં મુકેશ અંબાણીએ ડિજિટલની સાથે રિટેલ ક્ષેત્રની મહત્વની જાહેરાત કરી : ઋણમુક્તિની દિશામાં લેવાયેલા પગલા અંગે પ્રકાશ ફેંક્યો

પેટ્રોલ પંપથી શરૂ થયેલ રિલાયન્સ આજે લોકોના ઘર ઘર સુધી પહોંચી ગઇ

એક સમયે રિલાયન્સના સ્થાપન માટે પેટ્રોલ પંપેથી ઉદ્ભવેલો વિચાર આજે દેશ જ નહીં પરંતુ વિશ્ર્વના ખુણે-ખુણે પહોંચી ગયો છે. રિલાયન્સના સ્થાપન માટે સ્વ.ધીરૂ ભાઈ અંબાણીએ નાખેલો પાયો આજે ખુબજ મજબૂત બની ગયો છે. અંબાણીની આજની એજીએમ હાથીની ‘અંબાડી’ સમાન છે. જે કંપનીએ વર્ષ ૨૦૨૧ના માર્ચ મહિનામાં તદ્ન ઋણમુક્ત થવાની તૈયારી કરી હતી તેવી રિલાયન્સ ટાર્ગેટ પહેલા જ દેવા મુક્ત થઈ ગઈ છે. આજે રિલાયન્સની વાર્ષિક સાધારણ સભા એજીએમ યોજાશે. અલબત આ એજીએમ ફિજીટલ નહીં પરંતુ ઓનલાઈન રહેશે. જીયોના આઈપીઓ પછી રિલાયન્સની આ પ્રથમ એજીએમ છે. માટે આ એજીએમ મહત્વની ગણવામાં આવે છે. દરમિયાન રિલાયન્સના મુકેશ અંબાણી વિશ્ર્વના સૌથી ધનીક યાદીમાં છઠ્ઠા ક્રમે આવી ગયા છે.

નોંધનીય છે કે, ગત ૧૨ ઓગષ્ટ ૨૦૧૯ના રોજ યોજાયેલી રિલાયન્સની એજીએમમાં કંપનીના ચેરમેન મુકેશ અંબાણીએ રિલાયન્સને ૩૧ માર્ચ ૨૦૨૧ સુધીમાં સંપૂર્ણપણે ઋણમુક્ત કંપની બનાવવાની જાહેરાત કરી હતી. અલબત ઓઈલથી ટેલીકોમ ક્ષેત્રમાં કાર્યરત રિલાયન્સ ગત મહિને જ ઋણમુક્ત બની ગઈ છે. હિસ્સાના વેંચાણ અને રાઈટ્સ ઈસ્યુ થકી રિલાયન્સએ રેકોર્ડબ્રેક પણ ઉભુ કર્યું હતું. રિલાયન્સ ડિજીટલ વ્યવસાયના ૨૫.૨૪ ટકાના હિસ્સાનું વેંચાણ ફેસબૂક સહિતના આંતરરાષ્ટ્રીય ટેક કંપનીઓને ર્ક્યું હતું અને રૂ.૧.૧૮ લાખ કરોડથી વધુનું ફંડ ઉભુ કર્યું હતું.

આ ઉપરાંત રિલાયન્સ ગયા વર્ષે ફયુઅલ રિટેલીંગ સાયસમાં ૪૯ ટકા હિસ્સાનું વેંચાણ બ્રિટનની બીપીપીએલસીને રૂ.૭ હજાર કરોડમાં કર્યું હતું અને આ રીતે કુલ રૂ.૧.૭૫ લાખ કરોડનું ફંડ ઉભુ કર્યું હતું. માર્ચ ૨૦૨૦માં રિલાયન્સ ૧.૬૧ લાખ કરોડ ઋણ ધરાવતી હતી અને ત્યારબાદ નવા કરારોથી ઋણ મુક્ત બની ગઈ હતી. ગયા વર્ષે એજીએમમાં મુકેશ અંબાણીએ ગ્રુપના ઓઈલ ટુ કેમીકલ વ્યવસાયમાં ૧૫ અબજ ડોલરના હિસ્સાનું વેંચાણ સાઉદી અરેબીયાની અરામકોને કરવાની જાહેરાત કરી હતી.

આજની એજીએમમાં મુકેશ અંબાણીએ ડિજીટલની સાથે રિટેલ ક્ષેત્રની મહત્વની જાહેરાત કરી હતી. આ વખતે અરામકો સાથેની ડીલ ઉપર પણ પ્રકાશ ફેંકાયો હતો. તેમજ દેવા મુક્તિ માટેની દિશામાં લેવાયેલા પગલા અંગે પણ રોકાણકારોને માહિતગાર કરવામાં આવ્યા હતા. એજીએમ સાથે સંકળાયેલી કોઈપણ જાણકારી શેર હોલ્ડર, રોકાણકારો અને મીડિયાને મળી રહે તે માટે રિલાયન્સ દ્વારા વોટ્સએપ ચેટ બોકસ પણ જાહેર કરવામાં આવ્યું હતું.

  • શેરબજારમાં તેજીનું તોફાન : ૬૫૦ પોઈન્ટ ઉછાળો

આજે રિલાયન્સની વાર્ષિક સાધારણ સભામાં મહત્વની જાહેરાતોની આશાએ શેરબજારમાં તેજીનું તોફાન ફરી વળ્યું હતું. રિલાયન્સના સહારે બજારે આજે ૬૫૦ પોઈન્ટ સુધી ઉંચકાયું હતું. સેન્સેકસ ૩૬૫૪૦ની સપાટી સુધી પહોંચ્યો હતો. જ્યારે નિફટીમાં પણ ૧૫૦ પોઈન્ટના ઉછાળા સાથે ૧૦૭૬૦ પોઈન્ટ નજીક પહોંચ્યો હતો. અલબત આજે ડોલર સામે રૂ પિયો નબળો જોવા મળ્યો હતો. રિલાયન્સ જીયોમાં ગુગલ દ્વારા ૪ અબજ ડોલર રોકવાની તૈયારી થઈ હોવાની વાત બહાર આવી છે. આજે સેન્સેકસના ટેક મહિન્દ્રા, એચસીએલ ટેક, ઈન્ફોસીસ, એકસીસ બેંક, ઈન્ડુસીન્ડ બેંક અને ટીસીએસ સહિતના શેર ૨.૫ થી ૫.૫ ટકા સુધી ઉછળ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.