Abtak Media Google News

ચોટીલાના વેપારીઓનુ રવિવારે એક બેઠકનું આયોજન થયું હતું જેમાં તમામ વેપારીઓએ પોતાના ધંધા-રોજગાર સવારના સાતથી સાંજના ૭ વાગ્યા સુધી ચાલુ રાખવાનું  બેઠકમાં નિર્ણય કર્યો હતો જ્યારે ચોટીલાના અનેક નાગરિકો એવું ઇચ્છી  રહ્યા છે કે  વેપારીઓ પોતાના ધંધા-રોજગાર બપોરના   બે વાગ્યા  સુધી ચાલુ રાખે તો શહેરમાં  કોરોના રોગચાળો ફેલાતો અટકાવી શકાય

રવિવારે ચોટીલામાં વેપારીઓની એક બેઠક મળી હતી જેમાં એવો નિર્ણય કરવામાં આવ્યો હતો કે શહેરની બજારો ના ના નાના-મોટા ધંધાર્થીઓ પોતાના ધંધા-રોજગાર સવારના સાત  વાગ્યા થી સાંજ ના સાત વાગ્યા સુધી ચાલુ રાખશે તેવો નિર્ણય જાહેર કર્યો હતો જ્યારે ચોટીલામાં શનિવારે એક અને સોમવારે  બે કેશ આવ્યા છે ત્યારે ચોટીલાના લોકોમાં ભયનો માહોલ ફેલાઇ ગયેલ છે અને ખાસ કરીને ચોટીલા તાલુકાના ગામડાના લોકો તથા શહેરના લોકો ખરીદી કરવા માટે આખો દિવસ બજારમાં ફરતા હોય છે જે કારણે આ રોગચાળો ફેલાવાની શક્યતા  જોવા મળી રહી છે.

ચોટીલા ના નાગરિકો ની માંગણી છે કે  શહેર ની તમામ બજારના વેપારીઓ પોતાના ધંધા-રોજગાર બપોર ના બે વાગ્યા સુધી ખુલ્લા રાખે જેના કારણે કોરોના નો કોપ કોપ શહેરમાં ફેલાતો અટકી શકે.

અત્યારે ચોટીલામાં ત્રણ કોરોના કેસ થવાના કારણે લોકોમાં ડર નો માહોલ છે ત્યારે વેપારીઓ પોતાના ધંધા જો બે વાગ્યા સુધી જ ખુલ્લા રાખે તો શહેરમાં આપોઆપ લોકોની અવરજવર ઓછી થાય જેના કારણે લોકોમાં સલામતી જળવાઇ રહે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.