Abtak Media Google News

ગ્રાંટેડ કોલેજના અધ્યાપક સહાયકો માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે.બિનસરકારી ગ્રાન્ટેડ કોલેજોના અધ્યાપક સહાયકો માટે સરકારે પરિપત્ર જાહેર કર્યો છે. જેમાં પાંચ વર્ષ ફિક્સ પગારની નોકરી સળંગ ગણાશે. બઢતી, ઉચ્ચતર પગાર ધોરણ માટે લાભ મળશે.

Advertisement

બઢતી, ઉચ્ચતર પગાર ધોરણ માટેનો લાભ મળશે: ઓગસ્ટ 2005ના ઠરાવથી નિમણૂંક પામેલા અધ્યાપક સહાયકને લાભ મળશે

ઓગસ્ટ 2005ના ઠરાવથી નિમણૂંક પામેલા અધ્યાપક સહાયકને લાભ મળશે, આવા બિનસરકારી ગ્રાન્ટેડ કોલેજના અધ્યાપક સહાયકોની ફિક્સ પે ની સેવાઓને સળંગ ગણાશે. ફિક્સ પે વખતના પાંચ વર્ષના સમયગાળાને શરતોને આધિન ગણતરીમાં લેવાશે. પ્રમોશન , સિનિયોરીટી , હાયર સ્કેલ અને નિવૃત વિષેયક લાભો માટે ફિક્સ પે ના પાંચ વર્ષને પણ ગણતરીમાં લેવાશે. શિક્ષણ વિભાગ દ્વારા ઠરાવ બહાર પાડવામાં આવ્યો છે. આવી ફિક્સ પગારની નોકરીનો સમયગાળો બઢતી, પ્રવરતા, ઉચ્ચતર પગારધોરણ અને નિવૃત્તિ વિક લાભોની ગણતરી માટે જ ધ્યાને લેવાશે,, આ વિવાય અન્ય કોઇપણ પ્રકારના સેવાકીય/નાણાકીય લાભ મળવા પાત્ર થશે નહીં.

આ ફિક્સ પગારની સેવા ધ્યાને લેવાને કારણેપગારબાંધણી થતાં નક્કી થતાં પગારનો તા.૩૧/૦૩/૨૦૧૯ સુધીના સંપૂર્ણ સમયગાળા સુધીનો કોઇપણ તફાવત [એરીયસ] રોકડમાં કે અન્ય કોઇપણ રીતે ચૂકવવા પાત્ર થશે નહી. અર્થાત તા.૩૧/૦૩/૨૦૧૯ સુધીના સમયગાળા માટે આ ગણતરીમાં નોશનલ કરવાની રહેશે તેમજ તા.૩૧/૦૩/૨૦૧૯ સુધીના સમયગાળાનું કોઇ એરીયર્સ મળવા પાત્ર થશે નહીં. આ ફિક્સ પગારની સેવાના સમયગાળા માટે કોઇપણ પ્રકારના ઇજાફા ગણતરીમાં, નોશનલના હેતુ માટે પણ ધ્યાને લેવાના રહેશે નહીં.

આ લાભો 01-04-2019ની અસરથી મળવા પાત્ર થશે

જે કર્મચારીઓને હાલની તારીખે જુની પેન્શન યોજના લાગુ પડે છે તેઓને જુની પેન્શન યોજના લાગુ પડશે. જે કર્મચારીઓ નવી પેન્શન યોજનામાં જોડાયેલ છે તેઓને નવી પેન્શન યોજના જ લાગુપડશે. અર્થાત ફિક્સ પગારની નોકરીનો સમયગાળો ધ્યાને લેવાના કારણે તેઓને હાલમાં લાગુ પડેલી પેન્શન યોજનામાં કોઇ ફેરફાર કરવામાંઆવશે નહીં. આ લાભો 01-04-2019ની અસરથી મળવા પાત્ર થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.