Abtak Media Google News

ગુજરાતના શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ- 9, 10 અને 12ના વિદ્યાર્થીઓ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. નવું સત્ર શરૂ થાય તે પહેલા ધોરણ- 9, 10 અને 12ના વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવશે. નવા સત્ર પહેલાં નિદાન કસોટી લેવામાં આવશે. આ પરીક્ષાનું પ્રશ્નપત્ર બોર્ડ દ્વારા તૈયાર કરવામાં આવશે.

પરીક્ષાનું પ્રશ્નપત્ર બોર્ડ દ્વારા તૈયાર કરવામાં આવશે

વિગતવાર વાત કરીએ તો, રાજ્યમાં કોરોના મહામારીને પગલે શિક્ષણ ક્ષેત્રને મોટો ફટકો પડ્યો છે. વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. સાથે-સાથે બોર્ડની પરીક્ષાઓ પણ રદ્દ કરવામાં આવી છે, બોર્ડ દ્વારા ધોરણ-10નું પરિણામ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે. જોકે, ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા હવે નવો નિર્ણય લેવામાં આવ્યો છે. નવું સત્ર શરૂ થાય તે પહેલાં પાછલા ધોરણના લર્નિંગ લૉસ વિશે જાણવા તેમની પરીક્ષા યોજવા માટે શિક્ષણ બોર્ડ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓએ ગભરાવવાની જરૂર નથી. માત્ર લર્નિંગ લોસ જાણવા આ પરીક્ષા લેવામાં આવશે.

આગામી 10થી 12 જુલાઇ દરમિયાન ધોરણ 9,10 અને 12ના વિદ્યાર્થીઓને નિદાન કસોટી લેવામાં આવશે. ધોરણ 9 અને 12માં ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાનની પરીક્ષા લેવાશે, જ્યારે ધોરણ 12 સાયન્સમાં ફિઝિક્સ,કેમેસ્ટ્રી,ગણિત, બાયોલોજી તથા ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં નામાના મૂળ તત્વો,વાણિજ્ય, આંકડાશાસ્ત્રની પરીક્ષા લેવામાં આવશે. આ પરીક્ષાના પ્રશ્નપત્ર બોર્ડ તૈયાર કરીને આપશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.